ETV Bharat / city

Students Develop Charging Stations: ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો માટે સસ્તા ચાર્જીગ સ્ટેશનની શોધ કરી

author img

By

Published : Dec 23, 2021, 7:51 AM IST

Students Develop Charging Stations: ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો માટે સસ્તા ચાર્જીગ સ્ટેશનની શોધ કરી
Students Develop Charging Stations: ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો માટે સસ્તા ચાર્જીગ સ્ટેશનની શોધ કરી

વિશ્વમાં વધતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં (problem of global warming) દરેક દેશો ઇંધણવાળા વાહનો તરફથી ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College students) ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓ દ્વારા એક ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જીગ સ્ટેશન બનાવવામાં (Students Develop Charging Stations) આવ્યું છે. નાનકડું અને કોઈ પણ સ્થળે લાગતું ચાર્જીગ સ્ટેશન ખૂબ સસ્તું હોવાનું જણાવવામાં આવ્યું છે, શું છે આ સંશોધન જાણીએ.

ભાવનગર: ભાવનગર શહેરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College students) ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનના આવનારા યુગ માટે આગવું સંશોધન શરૂ કર્યું છે. EV ગ્રીન કરીને ઇલેક્ટ્રિક (EV Green Charging Station) વાહનોનુ ચાર્જીગ સ્ટેશન (Students Develop Charging Stations) બનાવ્યું છે. આ સ્ટેશનમાં ટુ અને થ્રિ વ્હીલના વાહનો ચાર્જ થઈ શકે છે. આ સ્ટેશનની કિંમત ખૂબ નજીવી છે, અને તેને ચાર્જ કરવા માટે કોઈ વ્યક્તિને રોકવાની જરૂરિયાત રહેતી નથી.

વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો માટે સસ્તા ચાર્જીગ સ્ટેશનની શોધ કરી

જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓને ચાર્જીગ સ્ટેશનનો વિચાર કેમ આવ્યો

ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના (Gyanmanjari College Bhavnagar) ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓએ હાલમાં કરેલા સંશોધન માટે ઇલેક્ટ્રિક વિદ્યાશાખાના કો ઓર્ડીનેટર ચેતન ચૌહાણએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રોજેકટ બેઝ ઇવેન્ટ કરાવવામાં આવે છે. પ્રોજેકટ મારફત ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમના સોલ્યુશન, સોસીયલ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન જે સામાજિક રીતે ઉપયોગી હોઈ ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ દ્વારા આ વ્હીકલ ઇલેક્ટ્રિક સ્ટેશનનું પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પ્રોજેકટ મારફત પોતાની કુશળતા દર્શાવીને કોઈ કમ્પનીમાં નોકરી મેળવી શકે છે.

જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીનું ભવિષ્ય માટે શું સંશોધન કરાયું

ભાવનગર શહેરમાં આવેલી જ્ઞાનમંજરી કોલેજના ઇલેક્ટ્રિક શાખાના વિદ્યાર્થીઓ દ્વારા વધતા પ્રદૂષણ અને ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી ચાર્જીગ સ્ટેશનનું પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી પ્રકાશ જિંદાણીએ જણાવ્યું હતું કે, આ ચાર્જીગ સ્ટેશન નાનકડું બનાવવામાં આવ્યું છે. ટુ અને થ્રિ વ્હીલના વાહનો માટે સિંગલ ફેઝમાંથી બનાવવામાં આવેલું સ્ટેશન કારખાનું, ફેક્ટરી કે મોલ હોસ્પિટલ દરેક સ્થળે આસાનીથી લાગી શકે છે. કોઈ પણ વ્યક્તિ જાતે ચાર્જ કરી શકે છે. લો કોસ્ટમાં બનાવેલું સ્ટેશનનું પ્રોટોટાઈપ પોલ્યુશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

ચાર્જીગ સ્ટેશનમાં કેટલી વીજળીની જરૂર અને કેવી રીતે આપશે કામ

દેશમાં આગામી 2025 કે 2030 સુધીમાં દેશમાં 40 લાખ કે તેનાથી વધુ 1 કરોડ ઉપર ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના છે, તેવામાં જ્ઞાનમંજરીના વિદ્યાર્થીઓએ બનાવેલા નાનકડું ચાર્જીગ સ્ટેશન ખૂબ ફાયદાકારક નીવડી શકે છે. વિદ્યાર્થી હેમાંગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વ્હીકલ ચાર્જીગ સ્ટેશન નાનકડું અને ડીઝીટલ તેમજ ઓટોમેટિક છે. ટુ વહીલ કે થ્રિ વહીલ જે કોઈ વાહનો હોઈ તેની કેપેસિટી જાતે નક્કી કરીને ચાર્જીગ કરે છે. એક વાહનમાં 45 થી 90 મિનિટમાં પૂર્ણ ચાર્જીગ થઈ જાય છે. સિંગલ ફેઝમાં ,220 વોલ્ટ,15 એમ્પિયર અને 3 કિલોવોટ પાવર બનાવેલ સ્ટેશનમાં કાર્યરત છે.

આ પણ વાંચો:

ભાવનગરમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટે કયો રસ્તો શોધ્યો? જુઓ

JEEના પ્રથમ તબક્કાની પરીક્ષા યોજાઈ, જાણો શું કહે છે કો-ઓર્ડીનેટર?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.