ETV Bharat / city

દિલ્હીના સુપ્રિમો નિલમબાગ પેલેસ પહોંચતા જાગી અટકળો, વિરોધીય પક્ષોમાં સસ્પેન્સની ખલબલી

author img

By

Published : Aug 23, 2022, 10:59 PM IST

ગુજરાતમાં આગામી ચૂંટણીને પગલે વારંવાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ગુજરાતની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તેઓ ભાવનગરમાં નિલમબાગ પેલેસ હોટલ પહોંચી ત્યાં તેઓએ ભોજન લીધું હતું. ભોજન બાદ મિટિંગ થયાની જાગેલી ચર્ચાએ અનેક અટકળો અને તર્કવિતર્ક લોકોમાં શરૂ થયા છે. કેવી અટકળો અને કેવા વિતર્ક ક્યાં સમાજને પગલે શરૂ થયા, તે જાણીએ આ અહેવાલમાં Gujarat Assembly Election 2022 Nilambagh Palace Hotel in Bhavnagar

દિલ્હીના સુપ્રિમો નિલમબાગ પેલેસ પહોંચતા જાગી અટકળો, વિરોધીય પક્ષોમાં સસ્પેન્સની ખલબલી
દિલ્હીના સુપ્રિમો નિલમબાગ પેલેસ પહોંચતા જાગી અટકળો, વિરોધીય પક્ષોમાં સસ્પેન્સની ખલબલી

ભાવનગર શહેરમાં આમ આદમીના દિલ્હીના મુખ્યપ્રધાન અને મનીષ સિસોદિયાની એન્ટ્રી રાજકીય હિલચાલનો ઈશારો હોવાનું ચર્ચામાં હતું. વિરોધીય પક્ષો ચિંતિત ત્યારે બન્યા જ્યારે મોડા આવેલા દિલ્હીના સુપ્રિમો કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિલમબાગ પેલેસ હોટલ પહોંચ્યા હતા. નિલમબાગ પેલેસને લઈ લોકોમાં અનેક તર્કવિતર્ક અને અટકળો શરૂ થઈ છે.

આમ આદમીના દિલ્હીના મુખ્યપ્રધાન અને મનીષ સિસોદિયાની એન્ટ્રી રાજકીય હિલચાલનો ઈશારો હોવાનું ચર્ચામાં હતું

નિલમબાગ પેલેસમાં લીધું ભોજન કેજરીવાલ સીધા નિલમબાગ પેલેસ હોટલ પહોંચ્યા ભાવનગરમાં (Bhavnagar Nilambagh Palace) આમ આદમી પાર્ટીના ઓડિટોરિયમમાં કલાકે શિક્ષા સંવાદ શરૂ થયો હતો. એક કલાકે હાજરી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આપવાની હતી, પરંતુ બન્ને મોડા પડ્યા અને સીધા જ નિલમબાગ પેલેસ હોટલમાં પહોંચ્યા હતા. નિલમબાગ પેલેસ હોટલમાં કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ભોજન લીધું અને બાદમાં બંધ બારણે મીટીંગ કરી હતી.

આ પણ વાંચો ભાજપવાળા પોતના નેતાનો ફોટો છાપવા NYTને પૈસા ઓફર કરે છેઃ કેજરીવાલ

સવાલો અને તર્કવિતર્કથી રાજકીય હિલચાલ નિલમબાગમાં મિટિંગને પગલે અટકળો નિલમબાગ પેલેસ હોટલમાં સીધા પહોંચેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયાને લઈને અનેક અકટકળો શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક ચર્ચા ભોજન રહ્યું હતું, પરંતુ બાદમાં મિટિંગ થઈ હોવાની વાત વહેતી થતા અટકળો શરૂ થઈ છે. તર્કવિતર્ક અને અટકળો તેવી શરૂ થઈ છે કે શું ભાવનગર સ્ટેટના પરિવારને સાથે રાખીને ક્ષત્રિય સમાજને (Bhavnagar Kshatriya Society) આમ આદમી પાર્ટી સાથે લેવાની કોશિશ કરી રહી છે કે શું, મિટિંગમાં કોણ હતું. આખરે નિલમબાગ પેલેસ પસંદ કરવા પાછળ ક્યાંક ભાવનગરના યુવા અને ક્ષત્રિય રાજપૂત સમાજના હાલ યુવા નેતા બનેલા યુવરાજ નથી કે શું, શું આમ આદમી પાર્ટી ક્ષત્રિય સમાજને સાથે લેવા કેજરીવાલ અને સિસોદિયા સીધા નિલમબાગ ગયા હતા. આવા અનેક સવાલો અને તર્કવિતર્કથી રાજકીય હિલચાલ વધી ગઈ છે.

મિટિંગ થયાની ચર્ચા વચ્ચે સસ્પેન્સ અને અટકળો શરૂ
મિટિંગ થયાની ચર્ચા વચ્ચે સસ્પેન્સ અને અટકળો શરૂ

આમ આદમી પાર્ટીમાં ધારણ કર્યો ખેસ કેટલાક ભાજપ કોંગ્રેસના નેતા ભળવાથી નિલમબાગની અટકળ વધી ભાવનગરમાં આપના દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાની હાજરીમાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના ઉપ પ્રમુખ (Vice President of Congress) આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે ભાજપમાંથી જેનો હોદ્દો છીનવી લેવામાં આવ્યો હતો. તેવા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ (Former Vice President of BJP) હેમરાજ સોલંકી અને કોંગ્રેસમાંથી સાઈડ લાઈન કરવામાં આવેલા મહેન્દ્રસિંહ ગોહિલ ઉપરાંત અનેક સામાજિક કાર્યકર સામત ગઢવી ઉર્ફે સમ્રાટ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે ખેસ ધારણ કર્યો હતો.

આ પણ વાંચો PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન, રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

તર્કવિતર્ક સત્ય હોય તો AAPએ રાખવું પડશે ધ્યાન જો એક કાંકરે બે પક્ષી મારવા જેવી નીતિથી આમ આદમી પાર્ટી રાજકીય રણનીતિ ઘડી રહી છે. આમ આદમી પાર્ટી સામે સવાલ એ આવીને ઊભો રહી જાય છે. જો તર્કવિતર્ક સાચા હોય તો આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં ગોપાલ ઇટાલીયા નેતા એક સમયના ભાજપના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મોં પર જુતું ફેંક્યું હતું. આથી ભૂતકાળની કોંગ્રેસમાં પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ (Patel and Kshatriya Communities) આમને સામને હતા તેવી સ્થિતિ આગામી દિવસોમાં જો ક્ષત્રિય સમાજ સાથે આવે તો આપમાં જોવા મળી શકે છે.જો કે આ તર્કવિતર્ક અને અટકળો છે છતાં જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલા શુ નવા જૂની થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.