ETV Bharat / city

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી

author img

By

Published : Feb 16, 2022, 9:24 AM IST

Updated : Feb 16, 2022, 10:02 AM IST

રાજસ્થાનમાં જયપુર જિલ્લાના શાહપુરામાં અકસ્માત (Road Accident in Rajasthan) સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના 4 પોલીસકર્મી અને એક આરોપી સહિત કુલ 5 લોકોના મૃત્યુ (4 Gujarat policemen death in accident) થયા છે. ગુજરાત પોલીસ દિલ્હીથી એક આરોપીને ગુજરાત લાવી રહી હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી
DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી

ભાવનગર: ગુજરાત CMના આદેશ બાદ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીઓના (Gujarat policeman killed in Rajasthant) મૃતદેહો એર એમ્બ્યુલન્સથી ભાવનગર એરપોર્ટ પર લવાયા હતા. મૃતક પોલીસકર્મીઓને ગાર્ડ ઓફ ઓનર ગુજરાતના DGP આશિષ ભાટીયાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર અને ઇન્સ્યોરન્સ સહિત અન્ય લાભોના ચેક પોલીસ કર્મીના પરિવારને એનાયત કરાયા હતા. આરોપી કોણ હતો અને ક્યાં ગુનામાં પકડાયો હતો જાણો.

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી

કેવી રીતે અકસ્માત થયો અને કોણ કોણ હતું કારમાં

રાજસ્થાનના નેશનલ હાઇવે 48 પર શાહપુરામાં વળાંકમાં એક ફોરચ્યુનર કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. આ કારમાં ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મી અને ઘરફોડ ચોરીનો અટકાયત કરેલો શખ્સ હતો. ચાર પોલીસકર્મી ભીખુભાઇ બુકેરા, મનસુખભાઇ બાલધિયા, શક્તિસિંહ ગોહિલ અને ઇરફાન આગવાન સાથે અટકાયત કરેલો શખ્સ અબ્દુલ ફહીમ કારમાં સવાર હતો. રાજસ્થાનના ભાબરુ હોસ્પિટલમાં અકસ્માત બાદ લઈ જવાયા હતા. બાદમાં ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, શંકાના આધારે પકડાયેલો શખ્સ ભાવનગર આવીને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બાદ CCTV અને ગાડીના નંબરના આધારે આ શખ્સને દિલ્હીથી પકડવામાં આવ્યો હતો.

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી
DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી

મૃતદેહો એર એમ્બ્યુલન્સથી CMના આદેશ બાદ લવાયા

રાજસ્થાનના શાહપુરામાં સવારમાં બનેલા અકસ્માતના બનાવ બાદ પ્રથમ ટ્વીટર પર કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું અને મૃતદેહો માટે લઈ જવા બાબતે પોતાનો મત મુક્યો હતો. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલના ટ્વીટ બાદ તુરંત CM ભુપેન્દ્ર પટેલે એર એમ્બ્યુલન્સના આદેશ આપ્યા હતા. એર એમ્બ્યુલન્સથી મોડી રાત્રે 11 કલાક આસપાસ ચારેયના મૃતદેહ ભાવનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ભાવનગર DSP કચેરી ખાતે શહીદ સ્મારક પર ચારેય પોલીસ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનરમાં ગુજરાતના DGP આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગર રેન્જ IEG અશોક યાદવ, DSP જયપાલસિંહ રાઠોર, ASP સફિન હસન, ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધરીયા, કલેકટર યોગેશ નિર્ગુડે અને ભાજપ શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: Road Accident in Rajasthan: દિલ્હીથી આરોપીને લઈને આવતા ગુજરાત પોલીસના જવાનોને નડ્યો અકસ્માત, 4 પોલીસકર્મી સહિત આરોપીનું મોત

મૃતકોના પરિવારને DGPના હસ્તે આપી સહાય

ભાવનગર આવેલા DGP આશિષ ભાટીયાના હસ્તે મૃતકોના પરિવારોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. DGP આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગાજીયાબદ દિલ્હી તરફ ગુનામાં ગુનો કરનારને પકડવા ગયા હતા. જ્યારે પરત ફરતા રાજસ્થાનમાં શાહપુરામાં તેમના મૃત્યુ કાર અકસ્માતમાં થયા છે. CM ભુપેન્દ્ર પટેલ એર એમ્બ્યુલન્સની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી તેથી તેમનો હું આભાર માનું છું. મનસુખભાઇ બાલધિયા હેડ કોન્સ્ટેબલને ઇન્સ્યોરન્સ હોવાથી તેની રકમ તેમજ સરકાર તરફથી 4 લાખ અને સેન્ટ્રલ પોલીસ વેલફર ફંડમાંથી 10 લાખ મળીને 1.35 લાખના ચેકો તેના પરિવારને અપાયા હતા.

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી
DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી

અન્ય ત્રણ પોલીસકર્મીઓને આપી સહાય

જયારે અન્ય ત્રણ પોલીસકર્મી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઈરફાન આગવાન જેઓ કોન્સ્ટેબલ હોઈ તેમને 55 લાખ અને સેન્ટ્રલ પોલીસ વેલફર ફંડના 10 લાખ, સરકાર તરફથી 4 લાખ અન્ય લાભ મળીને એક કર્મીના પરિવારને 55 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ગાર્ડ ઓનર બાદ અંતમાં રાત્રે ત્રણ કર્મીઓના મૃતદેહોને લઈ જવાયા હતા અને રાત્રે અંતિમ વિધિ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. એક કર્મીના મૃતદેહને સવારમાં અંતિમવિધિ કરવાની હોવાનું જાણવા મળ્યું હતું.

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી
DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી

આ પણ વાંચો: રાજસ્થાનમાં અકસ્માત, 7ના મોત, 32 ઘાયલ

કોણ હતો આરોપી

ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલ હતા. જેઓ ઘરફોડ ચોરીના ગુનામાં એક શખ્સની અટકાયત કરવા ગયા હતા. પરત ફરતા સવારમાં તેમનો અકસ્માત થતા અટકાયત આરોપી સહિત પોલીસકર્મીના મૃત્યુ થયા હોવાનું ટેલિફોનિક વાતચીતમાં ભાવનગર ASP સફિન હસને જણાવ્યું હતું. જો કે આરોપી વિશે પોલીસ તંત્ર તરફથી હજુ કોઈ વાત કે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 15 થી 20 દિવસ પહેલા ભરતનગર પોલીસ સ્ટેશન હેઠળના ભરતનગર વિસ્તારના લાલા બાપા ચોક નજીક એક ફ્લેટમાં સોના ચાંદીના દાગીનાની એક ઘરમાં ચોરી થઈ હતી અને અન્ય મકાનમાં કોશિશ કરવામાં આવી હતી. ઘરફોડ ચોરીના ગુનામાં ચારેય કોન્સ્ટેબલ 8 ફેબ્રુઆરીએ દિલ્હી ગાજીયાબાદ તરફ નીકળ્યા હતા.

DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી
DGPની હાજરીમાં અકસ્માતમાં મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અને સહાય આપી, કોણ હતો આરોપી

અકસ્માતમાં દરેકના મૃત્યુ થયા

ASP સફિન હસને જણાવ્યું હતું કે, ઘરફોડ ચોરીનો મામલો હતો જેમાં એક શખ્સ દિલ્હીનો તાઝ કોલોની, ન્યુ શીલમપુર નોર્થ ઇસ્ટ દિલ્હીનો અબ્દુલ ફહીમ નામનો શખ્સ હતો. અકસ્માતમાં દરેકના મૃત્યુ થયા છે. જો કે શોકમાં મગ્ન પોલીસે વધુ માહિતી આપી શકી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે કારનો અકસ્માત થયો તેની સાથે એક ખાનગી અન્ય વાહન પણ લઈને આવતા હતા. આ વાહન ચોરીમાં વપરાયું હોવાનું ચર્ચાય છે. પકડાયેલા શખ્સની અટકાયત વાહનના નંબર કે સીસીટીવીના આધારે થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Last Updated : Feb 16, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.