ETV Bharat / city

ભાવનગરમાં કોરોનાના સૌથી વધુ 170 કેસો નોંધાયા

author img

By

Published : Apr 15, 2021, 9:16 PM IST

ભાવનગર શહેરમાં કોરોનાએ સદી વટાવી છે. શહેરમાં માત્ર કરફ્યૂ હોવા છતાં આંકડો 100ને પાર એટલે 102 કેસ નોંધાયા છે. કોરોનાના સતત વધતા કેસો ચિંતા જગાવી રહ્યા છે. શહેરમાં હોમ ક્વોરેન્ટાઈન 2,025 લોકો છે. 1,128 દર્દીઓ સારવારમાં છે ત્યારે કુલ આંકડો 8,382 પર પહોંચી ગયો છે.

ભાવનગર શહેરમાં કોરોનાએ સદી વટાવી
ભાવનગર શહેરમાં કોરોનાએ સદી વટાવી

  • ભાવનગર શહેરમાં કોરોનાએ સદી વટાવી
  • 15 એપ્રિલે કુલ કેસ 170
  • કોરોનાગ્રસ્ત લોકોને હોમ આઇસોલેશન અને ક્વોરેન્ટાઈન કરાઈ છે

ભાવનગર: શહેરમાં કોરોના વધારે સપાટીને વટી ચૂક્યો છે. 15 એપ્રિલના કુલ કેસ 170 આવેલા છે, જેમાં 102 કેસ શહેરના છે અને જિલ્લામાં 68 કેસ સામે આવ્યા છે. શહેર જિલ્લામાં વધતો આંકડો તંત્રમાં ચિંતા જગાવી રહ્યો છે. રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં રેપીડ ટેસ્ટ પોઝિટિવ તો RT- PCR નેગેટિવ : પ્રજા કેવી રીતે કરે વિશ્વાસ

ભાવનગરના આજના 170 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં રાત્રી કરફ્યૂ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી. કારણ કે ભાવનગરમાં કોરોનાકાળમાં હાલ સુધીમાં 15 એપ્રિલના રોજ એક દિવસનો સૌથી મોટો આંકડો 170 નોંધાયો છે. શહેરમાં એક દિવસના 102 કેસ અને જિલ્લામાં 68 કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં સ્વસ્થ થવાનો આંકડો 63 જે વધ્યો છે અને જિલ્લામાં સ્વસ્થ થવાનો આંકડો 16નો રહ્યો છે. સારવાર હેઠળ હજુ 1,128 જેટલા દર્દીઓ શહેર જિલ્લાના છે. આમ જિલ્લાના કુલ દર્દી 8,382 નોંધાયા છે.

આ પણ વાંચો: ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

ભાવનગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નથી

ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઇસોલેશન અને ક્વોરેન્ટાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરાયેલી છે. શહેરમાં હોમ ક્વોરેન્ટાઈન હાલ 2,025 જેટલા દર્દીઓ છે, તો જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઈન 1,676 અને હોમ આઇસોલેશન 186 જેટલા દર્દીઓ છે. શહેરમાં સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.