ETV Bharat / city

ભાવનગરમાં તબીબો ફરી કોરોના પર ભારે પડ્યા, 17 દર્દી સ્વસ્થ થતા અપાઇ રજા

author img

By

Published : May 14, 2020, 4:15 PM IST

ભારનગરની સર ટી હોસ્પિટલમાંથી આજે 17 દર્દી સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

bhavnagar
bhavnagar

ભાવનગર: શહેરની સર ટી હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલ શરૂ ન થઇ પણ બનીને તૈયાર પડેલું બિલ્ડીંગ કોરોના માટે આઇસોલેશન વોર્ડ જરૂર બન્યું છે. બિલ્ડીંગમાં સારવાર લઇ રહ્યા કોરોના 17 દર્દી સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ભાવનગરમાં વધુ ત્રણ કેસ સાથે આંકડો 102 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગરની સરટી હોસ્પિટલના તબીબોએ પણ જાણે હાર ન માની હોઈ તેમ એક સાથે 17 દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરના કેન્સર હોસ્પિટલના બિલ્ડીંગને આઇસોલેશન વોર્ડમાં ફેરવી દેવાયો છે. કેન્સર હોસ્પિટલ તો બિલ્ડીંગ હોવા છતાં શરૂ ન થઇ પણ કોરોના માટે જરૂર ઉપયોગમાં આવી ગઈ છે. ત્યારે આ બિલ્ડીંગમાંથી આઇસોલેશનમાં સારવાર લઈ ચૂકેલા કોરોનાના 17 દર્દીઓ સ્વસ્થ થતા ઘર તરફ પ્રયાણ કર્યું હતું.

ભાવનગરમાં કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ સારવાર દરમિયાન પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવતા કોરોના મુક્ત જાહેર કરવા પ્રમાણે 17 દર્દીઓને આજે ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા હતા. 17 દર્દીઓ પૈકી એક 7 વર્ષનો આયર્ન શૈખ પણ હતો જેને કોરોનાને માત આપી છે. આમ ભાવનગરમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો 102 કેસ, પોઝિટિવ 34, સ્વસ્થ 65 અને મૃત્યુ 7 થયેલા છે. જો કે ભાવનગર કોરોના મુક્ત તરફ જઈ રહ્યું છે પરંતુ નવા બહાર રાજ્યમાંથી આવેલા અને અન્ય જિલ્લામાંથી આવેલની સંખ્યા 42 હજાર ઉપર છે હવે જોવાનું એ રહેશે કે વતન વાપસીવાળા લોકોમાં કોરોનો પોઝિટિવ દર્દી ન હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.