ETV Bharat / city

કોરોના માટે જવાબદાર કોણ ? તમે હું કે પછી સરકાર

author img

By

Published : Jul 4, 2021, 1:17 PM IST

Updated : Jul 4, 2021, 1:41 PM IST

કોરોના
કોરોના માટે જવાબદાર કોણ ? તમે હું કે પછી સરકાર

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે લોકોએ કોરોના ગાઈડલાઈને માળિયે ચડાવી છે. નિષ્ણાંતોને મતે ઓગસ્ટના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે પણ લોકોમાં ભંયકર બેદરકારી જોવા મળી રહી છે. આવામાં સરકારને કેટલી હદે કોરોના માટે જવાબદાર કહી શકાય.

  • કોરોનાની ત્રીજી લહેરની આગાહી
  • લોકોએ કોરોના ગાઈડલાઈન ચડાવી માળીયે
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં ઢીલાશ


અમદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે બીજી લહેર જ્યારે રાજ્ય અને દેશમાંથી વિદાય લઈ રહી છે. ત્યારે નિષ્ણાંતોએ ઓગસ્ટ મહિનાના અંતમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેરી આગાહી કરી છે. તેમ છતાં નાગરિકો બેફિકર જોવા મળી રહ્યા છે. શનિ-રવિની રજાઓમાં રાત્રી ખાણીપીણી બજારમાં લોકો કીડી- મકોડાની જેમ ઉભરાઇ રહ્યા છે. સામાજિક અંતર પણ જોવા મળતું નથી અને માસ્ક પહેરેલા જોવા મળતા નથી.

આકરા દંડની પણ અસર નહીં

સરકારે સામાજિક અંતર જાળવવા, માસ્ક ન પહેરવા બદલ વ્યક્તિને આકારા દંડનો નિયમ કર્યો હોવા છતાં લોકો કોઈ નિયમોના પાલન નથી કરી રહ્યા. આવનાર દિવસોમાં અનેક તહેવારો અને ઉત્સવો આવી રહ્યા છે તેને લઈને સરકાર પણ અસમંજસમાં મૂકાઈ છે કારણ કે લોકો દરેક ઉત્સવ ઉલ્લાસ સાથે ઉજવવા માંગે છે જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ પણ આપી શકે છે.

કોરોના માટે જવાબદાર કોણ ? તમે હું કે પછી સરકાર

આ પણ વાંચો : India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 43,071 કેસો નોધાયા

સરકારને ફરજ બજાવવાનું કહેનારા નાગરિકો પોતે ફરજ ચૂક્યા

વિદેશોમાં કોરોનાના સૌથી ઘાતક ડેલ્ટા પ્લસ વેરીઅન્ટની લહેર ચાલી રહી છે. ભારતમાં પણ તે ટૂંક સમયમાં આવશે તેવુ નિષ્ણાતાનું કહેવુ છે. કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિઓ અને બાળકો થાય તેવી શક્યતા છે. તેમ છતાય લોકોએ તમામ કોરોના ગાઈડલાઈનને માળીયે ચડાઈ છે. એક તરફ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને કોરોનાના મૃતકોને સહાય આપવાનું કહી રહી છે. ત્યારે બીજી તરફ એક પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો લોકો આવી જ બેફિકરાઈ કરે તો પછી સરકારને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય.

આ પણ વાંચો : 6 ફૂટ ઉંડા માટીના ખાડામાં દબાયેલા બાળકને 30 મિનિટ બાદ કઢાયો જીવંત, લોકોએ કહ્યું- 'આ તો ચમત્કાર છે'

અમુક લોકોને લીધે સમગ્ર દેશ પીડાય છે

કોરોનામાં એક વ્યક્તિ કેટલાયને સંક્રમિત કરે છે. જે વ્યક્તિઓ નિયમોનુ પાલન નથી કરતા તે બીજાને ચેપ લગાવે છે જે નિયમોનું પાલન કરે છે. વળી જીભના ચટાકા ખાતર જિંદગી સાથે રમત રમવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ અંકુર, લાલ દરવાજા, એસ.જી.હાઈવે, ભદ્ર, માણેકચોક જેવા વિસ્તારો કોરોના ફેલાવતા હોટસ્પોટ બની શકે છે.

Last Updated :Jul 4, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.