ETV Bharat / city

Weather Forecast: આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી આંશિક રાહત, ચોમાસું વહેલું શરૂ થવાના એંધાણ

author img

By

Published : May 8, 2022, 4:07 PM IST

રાજ્યમાં ઘણા સમયથી ગરમીના પ્રમાણમાં વધારો (Gujarat Weather Report )જોવા મળી રહ્યો હતો. જે બાદ આજથી ગરમીના પ્રમાણમાં ઘટાડો થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વે પાંચ દિવસ સુધી તાપમાનનો પારો (Temperature) કોઈ છલાંગ મારશે નહીં.

Weather Forecast In Gujarat Update
Weather Forecast In Gujarat Update

અમદાવાદ: છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં પરસેવા છોડાવતી ગરમીથી હવે રાહત મળવાની છે. હવામાન ખાતા (Weather Department) એ આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી આંશિક રાહત રહેશે. પાંચ દિવસ સુધી વાતાવરણ સતત સુકું (Dry Weather) જોવા મળશે. એક અઠવાડિયાથી તડકામાં શેકાયા બાદ હવે પાંચ દિવસ સુધી તાપમાનનો પારો (Temperature) કોઈ છલાંગ નહીં મારે. એટલું જ નહીં કોઈ પ્રકારની વોર્નિંગ (Alert) પણ જાહેર કરી નથી. આકરા તાપથી અગનભઠ્ઠી બની ગયેલા મહાનગરમાં રાહત અનુભવાશે. ખાસ કરીને ગુજરાતના મહાનગર અમદાવાદ,વડોદરા, આણંદ, રાજકોટ, મહેસાણા, પાલનપુર, ડીસા, હિંમતનગર-ઈડર સુધી આ રાહત અનુભવાશે.એપ્રિલ મહિનાની શરૂઆતમાં તાપમાનનો પારો સતત ઉપર રહ્યા બાદ હવે તાપમાનમાં ક્રમશ: ઘટાડો થવાનો છે.

આ પણ વાંચો : દેશના આ રાજ્યો શેકાઈ રહ્યા છે હીટવેવની આગમાં...

કોઈ પલટો નહીં: રાજ્યમાં બપોરના સમયે હીટવેવ યથાવત (Heat Waves) રહેશે. વાતાવરણમાં ખાસ કોઈ પ્રકારનો પલટો જોવા નહીં મળે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને રાજ્યના દરિયાકિનારાના શહેરમાં (Costal Area) બપોરના સમય બાદ આંશિક હળવાશ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના હવામાનમં ખાસ કોઈ પલટો નહીં જોવા મળે. શનિવારે સૌથી વધુ તાપમાન ભૂજ, કંડલા અને અમદાવાદનું નોંધાયું હતું. 42 ડિગ્રી તાપમાન સાથે આ ત્રણેય શહેરમાં બપોરે જાણે આકાશમાંથી અગનવર્ષા થતી હોય એવો અહેસાસ થયો હતો. જોકે, સોમવારથી શરૂ થતા નવા અઠવાડિયામાં હવામાનમાં ખાસ કોઈ ફેરફાર થવાનો નથી. બપોરના સમયે લૂં લાગશે. પણ સાંજે અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થશે. શનિવારે ડીસામાં 40, ગાંધીનગરમાં 41 અને વિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં 42, ભાવનગરમાં 40, દ્વારકામાં 32, ઓખામાં 34, પોરબંદરમાં 36, રાજકોટમાં 41, વેરાવળમાં 34, દીવમાં 39, સુરેન્દ્રનગરમાં 42, મહુવામાં 38 અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : Gujarat Weather Report : હવે ક્યારે હિટવેવનો સામનો કરવો પડશે?

ચોમાસું વહેલુ આવે તેવી શક્યતા: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ ખાસ કરીને જૂનાગઢ અને કચ્છ, તથા સુરેન્દ્રનગર પંથકમાં હીટવેવ યથાવત રહેશે. જે બપોર શરૂ થતા અનુભવાશે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરના તાપમાનમાં સામાન્ય એવો 2 ડિગ્રી તાપમાનનો વધારો થયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરમાં 1થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થયો છે. હવામાન ખાતાએ એવી આગાહી વ્યક્ત કરી છે કે, આગામી અઠવાડિયું ગરમીથી રાહત આપનારૂ રહી શકે છે. જોકે, આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, આખો દિવસ હવામાન સુકુ (Dry Weather) રહેશે. વહેલી સવારે ભેજનો (moisture) અહેસાસ થતા વાતાવરણમાં ટાઢક રહેશે. જ્યારે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં (Monsoon in Gujarat) વહેલું શરૂ થાય એવા એંધાણ છે. સામાન્ય રીતે કેરળ રાજ્યમાં વરસાદ પડતા એ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી હોય છે. જોકે, આ વખતે કેરળમાં પણ ચોમાસું વહેલું શરૂ થવાના એંધાણ દિલ્હીના હવામાન ખાતાએ આપેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.