ETV Bharat / city

અમદાવાદઃ વિઠલાપુર પોલીસે વાહનોની ડમી આર.સી. બુક બનાવતી ગેંગ ઝડપી પાડી

author img

By

Published : Dec 9, 2020, 8:24 PM IST

અમદાવાદના માંડલ તાલુકામાં રાજ્યના અલગ-અલગ આર.ટી.ઓની આર.સી. બુક ફક્ત વાહન નંબરના આધારે કોઈ પણ પ્રકારના પુરાવા વગર બનાવી આપતી ગેંગને વિઠલાપુર પોલીસે ઝડપી પાડી હતી.

Ahmedabad police
Ahmedabad police

  • નકલી આર.સી. બુક બનાવતી ટોળકી ઝડપાઈ
  • 3000થી 3500 હજાર રૂપિયામાં નકલી આર.સી.બુક વેચાણ કરવામાં આવતી હતી
  • વિઠલાપુર પોલીસે ઓપરેશન હાથ ધરી ગેંગને ઝડપી પાડી


અમદાવાદઃ માંડલ તાલુકાની વિઠલાપુર પોલીસ દ્વારા રાજ્યના અલગ અલગ વાહન નંબરના આધારે કોઈ પ્રકારના પુરાવા વગર વાહન માલિકની જાણ બહાર આર.સી. બુક બનાવી આપતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે.

Ahmedabad police
પોલીસે સાધનો જપ્ત કર્યા

જૂની આર.સી. બુકના નંબરના આધારે બોગસ આર.સી બુક બનાવવાનું કૌભાંડ

આ ગેંગ ગુનાને કેવી રીતે અંજામ આપતી તે જાણવા જેવું છે. અમદાવાદ આર.ટી.ઓ ખાતે ફેસ લેસ સિસ્ટમ આવ્યા બાદ વાહનના એચ.પી કેન્સલ ટ્રાન્સફર જેવા કામો થયા બાદ જે તે આર.સી બુક નકામી (સ્ક્રેપ)ને વીસ, પચ્ચીસ રૂપિયામાં ખરીદી ને તેના પર લાગેલ ડેટા ભૂસી નાખીને (પાણી અથવા બ્લેડથી) તેમજ વાહન માલિકની મંજૂરી કે આધાર પુરાવા સિવાય તેમની જાણ બહાર ડમી આર.સી બુક બનાવવાનું કામ કરવામાં આવતું હતું.

3000થી વધુ રૂપિયામાં વેચવામાં આવતી હતી આર.સી.બુક

આ ઉપરાંત વાહન નંબરના આધારે એમ પરિવહન નામની સાઇટ પરથી ફોર્મ નં-23માંથી આર.સી. બુકની જરૂરી વિગતો મેળવી કાર્ડ પ્રેસો નામના સોફ્ટવેરનો ઉપયોગ કરી બોગસ આર.સી. બુક રૂ. 3000થી 3500માં વેચવામાં આવતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.