ETV Bharat / city

આ કેન્દ્રિય પ્રધાનનો જન્મ તો ગુજરાતમાં થયો પણ આગમન થયું 57 વર્ષે

author img

By

Published : May 23, 2022, 9:28 AM IST

આ કેન્દ્રિય પ્રધાનનો જન્મ તો ગુજરાતમાં થયો પણ આગમન થયું 57 વર્ષે
આ કેન્દ્રિય પ્રધાનનો જન્મ તો ગુજરાતમાં થયો પણ આગમન થયું 57 વર્ષે

કેન્દ્રિય રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખર ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે (Union Minister Rajeev Chandrasekhar Gujarat Visit) આવ્યા હતા. તે દરમિયાન તેમણે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જાણવા મળ્યું હતું કે, આ કેન્દ્રિય પ્રધાનનો જન્મ ગુજરાતમાં (Rajeev Chandrasekhar Gujarat Connection) થયો હતો. પરંતુ તેઓ ઘણા વર્ષો પછી ગુજરાત આવ્યા હતા.

અમદાવાદઃ કેન્દ્રિય ઉદ્યોગ સાહસિકતા, કૌશલ્ય વિકાસ, ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીના રાજ્ય પ્રધાન રાજીવ ચંન્દ્રશેખર (Union Minister Rajeev Chandrasekhar Gujarat Visit) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અહીં તેમણે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત (Rajeev Chandrasekhar Meeting with BJP Leaders) કરી હતી. સાથે સાથે એ પણ જાણવા મળ્યું હતું કે, આ કેન્દ્રિય પ્રધાનનો જન્મ ગુજરાતમાં (Rajeev Chandrasekhar Gujarat Connection) જ થયો હતો. તેમ જ તેઓ 57 વર્ષે ગુજરાતમાં પરત આવ્યા છે.

ગુજરાત સાથેની વાતો વાગોળી
ગુજરાત સાથેની વાતો વાગોળી

આ પણ વાંચો- કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર GTUની મુલાકાત લીધી જણાવ્યું કે આગામી 10 વર્ષમાં ભારત કેવું હશે?

ગુજરાત સાથેની વાતો વાગોળી - કેન્દ્રિય રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે તેમના પ્રવાસ (Union Minister Rajeev Chandrasekhar Gujarat Visit) કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ભૂમિ પર આવવાની મને તક મળી છે. ગુજરાતમાં મારો જન્મ થયો છે. એટલે ગુજરાત સાથે વિશેષ લાગણી છે. આજે 57 વર્ષ પછી ગુજરાત (Rajeev Chandrasekhar Gujarat Connection) મારા ઘરે આવવાની તક મળી છે. એટલે થી આ દિવસ ખૂબ યાદગાર છે.

આ પણ વાંચો- Gujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ

નવા ભારતની વાત - કેન્દ્રિય રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીમાં ભારતે જે રીતે અન્ય દેશોની સહાય કરી છે. તેનાથી ભારત માટે લોકોનું માન-સન્માન વધ્યું છે. તેનો સીધો ફાયદો આવનારા સમયમાં યુવાનોને પ્રાપ્ત થશે. આગામી સમયમાં ભારત વૈશ્વિક ક્ષેત્રે ડિજિટલ પ્રોડક્ટ અને ડિજિટલ સર્વિસીઝનું હબ (India is a hub of digital products and digital services) બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે, ભારત ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધે. ભારતના યુવાનો ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ આગળ છે અને ટેક્નોલોજીમાં યુવાનો વધુ રસ દાખવે છે. વિશ્વમાં ભારત આજે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. વિશ્વના કોઈ પણ દેશ કરતા સૌથી વધુ FDI આજે ભારતમાં આવ્યું છે. વિશ્વમાં સૌથી ઝડપથી વધતી ઈકોનોમીમાં ભારતનું સ્થાન છે. આ મેસેજ યુવાનોને પહોંચડવાનો પ્રયાસ આગામી કાર્યક્રમમાં કરાશે.

ત્રણ દિવસનો પ્રવાસ - કેન્દ્રિય રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આજે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીમાં (Rajeev Chandrasekhar visits GTU) એક કાર્યક્રમમાં રાજ્યના યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. ગુજરાતના યુવાનોને નવા ભારત વિશે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ભારતના યુવાનો માટે દરેક ક્ષેત્રે ઘણી નવી તકો પ્રાપ્ત થશે તે અંગે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.