ETV Bharat / city

Umrala Gram Panchayat: SCનો આદેશ છતાં પૈસા ન ચૂકવાતા હાઈકોર્ટ ખફા, કહ્યું- પૈસા ચૂકવો નહીંતર સરપંચ જેલ જવા તૈયાર રહે

author img

By

Published : Dec 1, 2021, 9:11 PM IST

ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયત (Umrala Gram Panchayat)ના 7 કર્મચારીઓને 1991માં કાયમી કરવામાં આવ્યા હતા. જેમને રૂપિયા 85 લાખ ચૂકવવાના રહેતા હતા, પરંતુ ગ્રામ પંચાયતે ફક્ત 22 લાખ જ ચૂકવ્યા છે. સુપ્રીમ કોર્ટનો આદેશ (supreme court on umrala gram panchayat case) હોવા છતાં પૈસા ન ચૂકવાતા ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી (contempt petition in gujarat high court) મુદ્દે સુનાવણી થઈ હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું છે કે, યા તો કર્મચારીઓને પૈસા ચૂકવવામાં આવે અથવા સરપંચે જેલ જવાની તૈયારી કરવી.

Umrala Gram Panchayat: SCનો આદેશ છતાં પૈસા ન ચૂકવાતા હાઈકોર્ટ ખફા, કહ્યું- પૈસા ચૂકવો નહીંતર સરપંચ જેલ જવા તૈયાર રહે
Umrala Gram Panchayat: SCનો આદેશ છતાં પૈસા ન ચૂકવાતા હાઈકોર્ટ ખફા, કહ્યું- પૈસા ચૂકવો નહીંતર સરપંચ જેલ જવા તૈયાર રહે

  • SCના આદેશ છતાં ગ્રામ પંચાયતે કાયમી કર્મચારીઓને પૈસા ન ચૂકવ્યા
  • કુલ 85 લાખ જેટલી રકમ ચૂકવવા પાત્ર હતી, 22 લાખ જ ચૂકવ્યા
  • સરપંચને કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કરાયો

અમદાવાદ: ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયત (Umrala Gram Panchayat)ના કર્મચારીઓને પૈસા ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં (supreme court on umrala gram panchayat case) પૈસા ન ચૂકવાતા ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી (contempt petition in gujarat high court) મુદ્દે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર (gujarat high court chief justice arvind kumar)ની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કાર બદલ ગ્રામ પંચાયત ઉપર આક્રોશ ઠાલવ્યો હતો. હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, યા તો કર્મચારીઓને પૈસા ચૂકવો અથવા સરપંચે જેલ જવાની તૈયારી કરી લેવી. આ મુદ્દે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાઇ શકે છે.

85 લાખ જેટલી રકમ ચૂકવવા પાત્ર

મહત્વનું છે કે ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયતના 7 કર્મચારીઓને 1991માં કાયમી કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને પૈસા ચૂકવવામાં નહોતા આવ્યા. સુપ્રીમ કોર્ટે પૈસા ચુકવવાનો આદેશ કર્યો હોવા છતાં આદેશનું પાલન ન થતાં ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટના તિરસ્કાર બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારની રજૂઆત હતી કે, કુલ 85 લાખ જેટલી રકમ ચૂકવવા પાત્ર હતી, જેમાંથી માત્ર 22 લાખ રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે. આમ 63 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે.

આવતીકાલે વધુ સુનાવણી થઈ શકે છે

કર્મચારીઓનો હાઇકોર્ટમાં પક્ષ રજૂ કરનારા એડવોકેટ વાય. વી. શાહે Etv ભારતને જણાવ્યું હતું કે, કર્મચારીઓ લઘુમતી કોમ્યુનિટી (gram panchayat employees from minority community)માંથી આવે છે. કેટલાક કર્મચારીઓનો સ્વર્ગવાસ થયો છે. તેમની વિધવા પત્નીઓ પણ 65 વર્ષથી વધુ ઉંમરની હોવાથી કોર્ટ સમક્ષ આવી શકે તેમ નથી. તેથી તેમને પેન્શન અને ગ્રેજ્યુટી (pension and gratuity to gram panchayat employees)નો લાભ પણ આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આવતીકાલે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ શકે છે.

પૈસા ચૂકવો નહીં તો 100 ટકા જેલમાં જવા તૈયાર રહો: કૉર્ટ

ગ્રામ પંચાયત તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, હાલ જે તે સમયના સરપંચ રિટાયર થયા છે અને પંચાયત પાસે એટલા પૈસા પણ નથી. આ સામે કોર્ટે આકરું વલણ અપનાવતા સ્પષ્ટ સૂચના આપી હતી કે, અમને માત્ર પૈસા જોઈએ છે. કોર્ટના આદેશનું પાલન કરવું પડશે. પંચાયત પાસે પૈસા ન હોવા અંગેની રજૂઆત સામે કોર્ટે કહ્યું હતું કે, આવતીકાલે દરેક વ્યક્તિ આવું જ કહેશે. સરકાર પાસેથી મળતી અન્ય ગ્રાન્ટમાંથી પણ પૈસા ચૂકવો, પરંતુ પૈસા ચૂકવવા પડશે. નહીં તો 100 ટકા સરપંચે જેલ જવા તૈયાર રહેવું પડશે. વધુમાં કોર્ટે સરપંચને આગામી સુનાવણીમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું

આ પણ વાંચો: ટ્રિબ્યુનલ જજની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી, કોર્ટે ઇસ્યુ કરી નોટિસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.