ETV Bharat / city

ઓલ ઈન્ડિયા સ્પીકર કોન્ફરન્સથી ગુજરાત પ્રવાસનને વેગ મળશે તેવી ટૂર ઓપરેટરોને આશા

author img

By

Published : Nov 24, 2020, 10:44 PM IST

Updated : Nov 25, 2020, 6:52 AM IST

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે ગુજરાતના પ્રવાસન વિભાગને મોટો વેગ મળ્યો છે, મહત્વનું છે કે ગુજરાત ટુરીઝમને વારંમવાર વડાપ્રધાન દ્વારા પણ પ્રમોટ કરવામાં આવતું રહે છે અને હવે ઓલ ઇન્ડિયા કોન્ફરન્સથી ગુજરાત પ્રવાસન ઘણો વેગ મળે તેવી પણ અપેક્ષાઓ ટુર ઓપરેટરો કરી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા
ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે ગુજરાત પ્રવાસનને મોટો વેગ મળશે
  • વડાપ્રધાન પણ ગુજરાત ટૂરીઝમને પ્રમોટ કરવા પ્રોત્સાહન આપે છે
  • ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં વધુ એક સ્થળનો ઉમેરો

અમદાવાદ: સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગુજરાત પ્રવાસનને નવી ઓળખ મળી છે, ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં વધુ એક સ્થળનો ઉમેરો થયો છે અને તંત્ર પણ સ્ટચ્યુ ઓફ યુનિટીને પ્રમોટ કરવા પાછળ લાગી ગયું છે, સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વધુ વેગ મળતો હોય તે જ રીતે તેને પ્રમોટ કરવામાં આવ્યું છે અને લોકસભાના સ્પીકરની અધ્યક્ષતામાં યોજાનારી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સનીથી ગુજરાતને મોટો ફાયદો થઈ શકે છે.

ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા
ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા

સી-પ્લેનથી પણ ગુજરાત પ્રવાસનને વેગ

ગત 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદીના દ્વારા અમદાવાદથી કેવડિયા સી-પ્લેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લોકો પ્લેન મારફતે કેવડીયાની મુલાકાત લે તે માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું અને લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે જે રીતે ગુજરાત પ્રવાસનને વેગ મળી રહ્યો છે, તે રીતે પ્રવાસનની ગતિવિધિઓને અને પ્રવાસ વિભાગને પણ ફાયદો થઇ શકે છે.

ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા

કેવડિયા થકી ગુજરાત પ્રવાસનને મોટો ફાયદો

બે વર્ષ પહેલા કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકો મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ રહ્યા છે અને એક આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યું છે. ત્યારે લોકોને નજીવા દરે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વિકસિત કરવામાં આવેલ તમામ સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે અમદાવાદના ટુરિસ્ટ ઓપરેટરો આ અવસરને પ્રાપ્ત કરવા માટે સાંભળી રહ્યા છે, સાથે જ જે પ્રકારે પ્રવાસનને ફાયદો થશે તો સાથે જ ટુર ઓપરેટરોને પણ ફાયદો થાય તેવી પણ અપેક્ષાઓ ટુર ઓપરેટરો કરી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા
ઓલ ઇન્ડિયા કોન્ફેરેન્સથી ગુજરાત ટુરિઝમને વેગની ટુર ઓપરેટરોની અપેક્ષા

દુનિયાભરમાંથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી પણ ટુર ઓપરેટરો અપેક્ષા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સથી ફક્ત કેવડીયા જ નહીં, પરંતુ ગુજરાત પ્રવાસન અને પર્યટન સ્થળ તરીકે વિકાસ થઈ શકે છે. લોકો અને ટુર ઓપરેટરો ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ થકી દેશ અને દુનિયાભરમાંથી લોકો ગુજરાતના હાર્દ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી પણ ટુર ઓપરેટરો અપેક્ષા રાખી રહ્યા છે.

Last Updated :Nov 25, 2020, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.