ETV Bharat / city

આ કોઈ માત્ર પદ ભરવાની કાર્યવાહી નથી : નીતિન પટેલ

author img

By

Published : Sep 12, 2021, 2:11 PM IST

bjp
આ કોઈ માત્ર પદ ભરવાની કાર્યવાહી નથી : નીતિન પટેલ

ગુજરાતનાં રાજકારણમાં CMના પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.. ત નવા CM અંગે અનેક નામો લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વ કેવા નેતાને સીએમના પદ માટે પસંદ કરી શકે છે.. તેમણે તે વાત પણ સ્પષ્ટ રીતે જણાવી કે જે પણ નવા CM હશે તેની સામે ચૂંટણી જીતવા માટેનો પણ એક પડકાર છે.

  • નીતિન પટેલનું ચોંકાવનારૂ નિવેદન
  • નવા CM માટે ચૂંટણી જીતવી ખુબજ પડકાર રૂપ હશે - નીતિન પટેલ
  • ગુજરાતના નવા CM રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે - નીતિન પટેલ


અમદાવાદ: પ્રધાન મંડળના રાજીનામાં પછી નીતિન પટેલ આજે બપોરે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, " વિજય રૂપાણીએ કેમ રાજીનામું આપ્યું તે અંગે કોઇ ટિકા ટિપ્પણી નથી કરવી. મુખ્યપ્રધાન પોતે સક્ષમ છે. પોતે સંગઠન અને સંઘમાંથી આવેલા છે. પાયાના કાર્યકરથી CM બનેલા વ્યક્તિ છે. આ સાથે રાષ્ટ્રિય નેતાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે. એટલે તેમણે કેમ રાજીનામું આપ્યું તે અંગે કાંઇ કહેવું તે મારે માટે યોગ્ય નથી.. પરંતુ ગઇકાલે વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ રાજ્યનાં પ્રદેશ અધ્યક્ષ તથા અન્ય નેતાઓએ બેઠક પણ કરી છે. રાજ્યનાં જે પણ નિરીક્ષકો પણ અહિયાં આવ્યા છે અને તેમની હાજરીમાં આજે બેઠક બોલાવવામાં આવી છે". નીતિન પટેલે કહ્યું કે, "રાજ્યનાં પ્રદેશ પ્રમુખ પાટીલે આજે જ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રાજ્યનાં રાષ્ટ્રીય નેતૃત્વનાં માર્ગદર્શન પ્રમાણે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ સહિતનાં નેતાઓ અહિયાં આવેલા છે અને ધારાસભ્યો સાથે જે ચર્ચા વિચારણા થાય તે બાદ નિર્ણય લેવામાં આવશે".

ગુજરાતની 6 કરોડની જનતામાં જાણીતો ચહેરો હોવો જોઈએ - નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું કે, "રાષ્ટ્રીય નેતાઓ ધારાસભ્યો વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરીને પોતાના નિષ્કર્ષ પર આવ્યા બાદ નક્કી થતું હોય છે. હંમેશા પાર્ટી મજબૂત લોકપ્રિય અને બધાને સાથે રાખીને ચાલે તેવા નેતૃત્વને જ પસંદ કરે છે. ગુજરાતની 6 કરોડ 30 લાખની જનતામાં જાણીતો ચહેરો હોવો ખુબજ જરૂરી છે. તો બીજી તરફ લોકપ્રિય ચેહરો સંગઢનમાં મદદરૂપ થાય દરેક જ્ઞાતિ જાતી અને સમાજને સાથે લઇને ચાલે તેવા નેતાની પસંદગી થાય છે.આ ખાલી સ્થાન પુરવા માટેની કોઇ કાર્યવાહી નથી".

આ કોઈ માત્ર પદ ભરવાની કાર્યવાહી નથી : નીતિન પટેલ

નીતિન પટેલ રેસમાં છે કે નહી?

પોતે સીએમની રેસમાં છે કે નહીં? ત્યારે તેમણ જણાવ્યું કે," અમારું રાષ્ટ્રિય નેતૃત્વ જે પણ નિર્ણય લે તે હંમેશા અમે સ્વીકારતા આવ્યા છે. એટલે જ ગુજરાત ભાજપના કાર્યકરોની એકતા ઉદાહરણરૂપ છે, આ કોઇ રેસ નથી, હું એક ધારાસભ્ય છું અને નાયબ મુખ્યપ્રધાન છું, નિર્ણય કરવાનો અધિકારએ પાર્ટીનો છે,ભાજપ પાર્ટી જે નિર્ણય કરશે તે સિરો માન્ય હોય છે".

મીડિયામાં અનેક નામો ચાલે છે - નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું કે, "હાલ નિરીક્ષકોએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. નિરીક્ષકો નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. PM મોદી અમિત શાહ અને નડ્ડા જે યોગ્ય નિર્ણય લેશે અને તે બાદ જાહેરાત કરવામાં આવશે અને આજ ભાજપની પ્રણાલી છે. સીએમ માટે કોઈ જ રેસ હોતી નથી. ધારાસભ્ય તરીકે મારુ નામ મીડિયામાં ચાલી રહ્યા છે અને મીડિયાને અનુમાનો લગાવવાના અધિકાર છે".

ગુજરાતમાં નવા સીએમને અનેક પડકારો છે. - પટેલ

વધુમાં કહ્યું કે," સવા વર્ષ પછીના સમય બાદ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે આવનારી ચૂંટણીને જીતવા માટે જે પણ કોઇ યોજના ગરીબો, ખેડૂત, મહિલાઓ, આદિવાસી કે કોઇની પણ માટે અમલમાં મૂકવાની હોય કે મુકાશે તે નક્કી થતું હોય છે.... આવનારા સમયમાં જે પણ કોઇ સીએમ હશે તેને આ પડકાર રુપ કામગીરી બધાને સાથે રાખીને કરવાની છે. તે માટે ગુજરાતમાં પકડારોને સમક્ષ રીતે સહન કરી શકે તેવા cm હશે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.