ETV Bharat / city

અમદાવાદ મહાનગર પાલિકાને મહત્વપૂર્ણ કામો માટે વર્લ્ડ બેંક 3 હજાર કરોડની લોન આપશે

author img

By

Published : Jul 7, 2021, 8:52 PM IST

અમદાવાદ મહાનગર પાલિકાને મહત્વપૂર્ણ કામો માટે વર્લ્ડ બેંક 3 હજાર કરોડની લોન આપશે
અમદાવાદ મહાનગર પાલિકાને મહત્વપૂર્ણ કામો માટે વર્લ્ડ બેંક 3 હજાર કરોડની લોન આપશે

અમદાવાદ શહેરમાં મહત્વના પાંચ કામો માટે વર્લ્ડ બેંકે ( World Bank ) લોન મંજૂર કરી છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ( National Green Tribunal )બનાવેલા ધારાધોરણો પ્રમાણે તેનું શુદ્ધિકરણ થાય, વેસ્ટ વોટરને ટ્રીટ કરી તેનો ફરિવાર ઉપયોગ કરી શકાય, એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરી શકાય, તેમજ જૂની ડ્રેનેજની લાઈનોને રીહેબિલિટેશન કરી શકાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા ( Ahmedabad Municipal Corporation )ને રૂપિયા 3 હજાર કરોડની લોન આપવાનો વર્લ્ડ બેંકે નિર્ણય લીધો હતો.

  • અમદાવાદમાં મહત્વના પાંચ કામો માટે વર્લ્ડ બેંકે લોન મંજૂર કરી
  • એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરવા ગંદા પાણીને રિસાયકલ કરી યુઝ કરવા સહિતના કામો માટે લોન મંજૂર
  • મનપાએ કન્સલ્ટન્ટની નિમણૂક કરી કઈ રીતે કામગીરી કરશે તે અંગેનો રિપોર્ટ વર્લ્ડ બેંકને આપવો પડશે

અમદાવાદઃ શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ( National Green Tribunal )બનાવેલા ધારાધોરણો પ્રમાણે તેનું શુદ્ધિકરણ થાય, વેસ્ટ વોટરને ટ્રીટ કરી તેનો ફરિવાર ઉપયોગ કરી શકાય, એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરી શકાય, તેમજ જૂની ડ્રેનેજની લાઈનોને રીહેબિલિટેશન કરી શકાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા ( Ahmedabad Municipal Corporation )ને રૂપિયા 3 હજાર કરોડની લોન આપવાનો વર્લ્ડ બેંકે નિર્ણય લીધો હતો. જેની સામે મનપાએ કન્સલ્ટન્ટની નિમણૂક કરી કઈ રીતે સમગ્ર કામગીરી કરશે તેનો એક રિપોર્ટ વર્લ્ડ બેંક ( World Bank )માં રજૂ કરવાનો હતો. પરંતુ, છેલ્લા ઘણા સમયથી કન્સલ્ટન્ટની નિમણૂક ન થવાથી આ કામ ખોરંભે ચડ્યું હતું. જોકે, હવે ફરીવાર સ્ટેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત આવી છે.

શું કહે છે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ?

વોટર પ્રોજેક્ટ કમિટીના ચેરમેન જતીન પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, તેમણે આ મુદ્દે થોડા સમય પહેલા જ વર્લ્ડ બેંક ( World Bank )ના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ સાથે આવનારી સ્ટેન્ડિંગ કમિટીમા કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવશે. અગાઉ પણ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટેનું કામ સ્ટેન્ડિંગમાં લાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ભાવનો સ્પષ્ટ ઉલ્લેખ ન થતા કમિટીમાં મંજૂરી અપાઈ ન હતી. વર્લ્ડ બેંકની લોન મંજુર થતા અમદાવાદમાં નવી ગટર લાઇનો નાખવી જૂની ગટર લાઇનોનું રીહેબીલીટેશન કરવું, ખારીકટ કેનાલની કામગીરી કરવી, ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરવા જેવા મહત્ત્વપૂર્ણ કામો થઇ શકશે.

આ પણ વાંચોઃ Ahmedabad Municipal Corporationએ BU પરમિશન અને ફાયર સેફ્ટી ન ધરાવતા 169 એકમો સીલ કર્યા

ડેડલાઇન સુધીમાં કમિટી કામ મંજૂર ન કરે તો લોન અન્ય શહેરને મળી શકે તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેંક આ લોન મંજૂર કરે તે પહેલા મનપાએ રૂપિયા 3 હજાર કરોડ કઈ રીતે ખર્ચ કરવા તે માટેનું ટીડીઆર વર્લ્ડ બેંકની કમિટીમાં રજુ કરવાનું રહેશે. આ લોનની એક ડેડલાઇન હોય છે. ડેડલાઇન સુધીમાં કમિટી કામ મંજૂર ન કરે તો વર્લ્ડ બેંકની લોન અન્ય શહેરને મળી જવાની શક્યતા હોય છે. જોકે, વોટર પ્રોજેક્ટ કમિટીના ચેરમેન જતીન પટેલે ETV Bharatને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ લોન રદ થાય એવા કોઈ સંજોગો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.