ETV Bharat / city

માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર, પોલીસનું રસીદ કૌભાંડ?

author img

By

Published : Dec 26, 2020, 11:01 PM IST

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોનાની દવા માટે અમદાવાદ શહેર તંત્ર અને રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે પરંતુ તંત્રએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. આ નિયમને લઈ પોલીસ કડક વલણ દાખવી રહી છે અને કડકાઇથી તેનું પાલન થાય તે દિશામાં કાર્યવાહી પણ કરી રહી છે, ત્યારે માસ્ક દંડ રસીદમાં કૌભાંડ થયા હોવાની શંકા પણ સેવાઇ રહી છે.

ETVBharat
ETVBharat

  • પોલીસનું રસીદ કૌભાંડ હોવાની શંકા આવી બહાર
  • એક જ નંબરની બે માસ્ક દંડની રસીદ બનતા મામલો થયો પ્રકાશિત
  • ભોગ બનનારે કેન્દ્ર સરકારની વિજિલન્સ શાખામાં કરી ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે ચોંકાવનારો કિસ્સો ગણી શકાય એવો છે. કારણ કે શહેરમાં અનેક રસીદ કૌભાંડ ભૂતકાળમાં થયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં પણ રસીદ કૌભાંડ થયું હોવાની આશંકાઓ ઊભો થતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાસણા વિસ્તાર ગોદાવરીનગરમાં રહેતા સંજય પટેલ અને તેમના પત્નીને માસ્ક યોગ્ય ન પહેર્યું હોવાથી પોલીસ દ્વારા દંડ અપાયો હતો. દંડના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા દંડની રકમ ભર્યા બાદ બે રસીદ પર આપવામાં આવી હતી. પરંતુ બે અલગ-અલગ વ્યક્તિઓ એક જ નંબરની રસીદ અપાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર
શું હતી સમગ્ર ઘટના..?શહેરના વાસણા વિસ્તારમાં રહેતા સંજય પટેલ અને તેમના પત્ની ગત 24/12/2020 ના રોજ પોતાના નિવાસસ્થાનેથી નીકળી આંબાવાડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે બપોરના 12:39 કલાકે નેહરુ નગર સર્કલ પાસે મહિલા પોલીસ દ્વારા તેમને રોકી માસ્ક યોગ્ય ન પહેર્યું હોવાનું કહી 1000-1000 રૂપિયાનો દંડ પતિ-પત્ની પાસે લેવામાં આવ્યો હતો. સંજયભાઈ અને તેમના પત્નીએ માસ્ક યોગ્ય ન પહેરવા બદલ વફાદારી દાખવી દંડ ભરી દીધો હતો પરંતુ મહિલા પોલીસ દ્વારા જ્યારે તેમને બે અલગ-અલગ રસીદો આપવામાં આવી અને ત્યારબાદ તેઓ પોતાનું કામ પૂરું ઘરે પરત ફર્યા બાદ તેમણે રસીદ જોતા બન્ને રસીદમાં રસીદ બૂક નંબર અને રસીદ નંબર એક જ હોવાનું માલુમ પડ્યું હતું.
માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર
24 કલાક બાદ પણ તંત્ર જાગ્યું નહીંઆ સમગ્ર ઘટનાને લઇને સંજય પટેલ અને તેમના પત્ની ગીતાબેનનો દાવો છે કે, કદાચ તેમની સાથે કોઈ ગેરરીતી કરવામાં આવી છે. સંજય પટેલ દ્વારા ભારત સરકારના વિજિલન્સ વિભાગને પણ માધ્યમથી ફરિયાદ કરવામાં આવી છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન સહિત પોલીસના વડાને આ બાબતની જાણ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક થઈ ગયાં હોવા છતાં હજી સુધી કોઈ પણ જાતનો તેમને પ્રત્યુત્તર મળ્યો ન હોવાથી તેમને નિરાશા પણ જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું છે કે, આ ઘટના મારી સાથે બની છે તો અન્ય લોકો સાથે પણ બની હશે. પોલીસ તંત્રની કોઇ ભૂલ હોઇ શકે છે પરંતુ એક જ નંબરની બે રસીદ આપવી તે પણ સરકારી વિભાગની ક્રાઇમ ઘટના ગણી શકાય છે, ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઇએ તેવી માગ પણ કરવામાં આવી છે.
ETVBharat
એક જ નંબરની 2 રસીદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.