ETV Bharat / city

ચા પીવો અને પ્રેમ મેળવો, અમદાવાદમાં એન્જીનીયરે શરૂ કરી ચા ની કીટલી

author img

By

Published : Dec 15, 2020, 8:14 PM IST

આજે મંગળવારે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે. ચા મોટાભાગના લોકોને ખૂબ જ પસંદ હોય છે. કેટલાય લોકોને જો સવારે આંખ ખુલતા જ ચા ન મળે તો તેમનો આખો દિવસ આળસમાં પસાર થાય છે. આટલું જ નહીં ઑફિસના કામ વચ્ચે ચા વ્યક્તિના મગજને તાજગીભર્યુ રાખે છે.

અમદાવાદમાં એન્જીનીયરે શરૂ કરી ચા ની કીટલી
અમદાવાદમાં એન્જીનીયરે શરૂ કરી ચા ની કીટલી

  • એન્જીનીયરના અભ્યાસ બાદ શરૂ કર્યો ચા નો વ્યવસાય
  • ચા ને ગણાવે છે રાષ્ટ્રીય પીણું
  • ચા વહેંચીને બનવા માંગે છે એક સફળ બિઝનેસમેન

અમદાવાદઃ 15 ડિસેમ્બરે વિશ્વ ચા દિવસે અમદાવાદમાં એક નવા જ પ્રકારની ચાની કીટલી પર ETV ભારતની નજર પડી હતી. જ્યાં એક યુવાને ખૂબ જ ભણ્યા બાદ એન્જીનીયરની ડીગ્રી મેળવીને આપણા દેશ માં ચા એ સૌ માટેનો પ્રથમ પ્રેમ હોય છે, તેવું કહીને ચા ની કીટલી શરૂ કરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કરનારા રોનક રાજ દ્વારા શહેરના સુભાષબ્રિજ પાસે એક નાનકડી ચાની કીટલીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે.

ક્યાય પણ નોકરી ન મળતા ચા ની કીટલી શરૂ કરી

તેઓનું કહેવું છે કે, આપણા દેશમાં ચા પીવા માટેનો કોઈપણ સમય મર્યાદિત નથી. લોકોને ગમે ત્યારે ચા ની તલબ લાગતી હોય છે. ત્યારે એન્જીનીયનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઘણી બધી જગ્યાએ નોકરી માટે મહેનત કરી અને સરકારી પરીક્ષાઓમાં પણ નસીબ અજમાવ્યું છતાં કોઈપણ જગ્યાએ હજી સારી નોકરી મળી નથી, ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સારી ના હોવા છતાં માતા પિતાએ ખૂબ સારી રીતે ભાઈઓ અને બહેનને ભણાવ્યા છે, ત્યારે હાલમાં આ કોરોનાના સમયમાં ઘર ચલાવી શકાય અને માતા પિતાને થોડો સહયોગ આપી શકાય તે હેતુથી આ ચા ની કીટલી શરૂ કરી છે.

ચા નું નામ એન્જીનીયર ચા રાખ્યું

ચા નું નામ તેમણે એન્જીનીયર ચા રાખ્યું છે, જે એટલે રાખ્યું છે કે તે અને તેમના બહેન બંને એન્જીનીયર છે અને તેઓએ આટલું સારું ભણતર મેળવવા છતાં તેમને ક્યાય નોકરી મળી નથી, જેથી તેમણે હિંમત અને કોઇપણ કામ નાનું નથી તેવી ભાવના સાથે આ ચા ની કીટલી શરૂ કરી છે.તેઓ આ નાના વ્યવસાયથી જે શરૂવાત કરી છે તેમાં આગળ વધીને ભવિષ્યમાં એક સફળ બિઝનેસમેન બનવા માંગે છે. તેઓએ જણાવ્યું હતું કે, ચા ની કીટલીથી વડાપ્રધાન બની શકાય તેવા ઉદાહરણ આપણા દેશને મળ્યા છે. તો તેઓ પણ કંઈક તો કરશે જ અને લોકોને પ્રેમથી ચા પીવડાવશે.

આ ચા નો સ્ટોલ બીજા સ્ટોલ કરતા છે અલગ

રોનક રાજ કે જેઓ એ આ ચાની કીટલી શરૂ કરી છે, તે બીજી ચાની કીટલી કરતા થોડી અલગ છે. કારણ કે તેઓ પોતાના ગ્રાહકોને ચા સાથે બિસ્કિટ પણ આપે છે અને તે પણ આ કોરોનાના સમયમાં સાફ સુથરી ડિશમા.

અમદાવાદમાં એન્જીનીયરે શરૂ કરી ચા ની કીટલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.