ETV Bharat / city

કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં

author img

By

Published : Aug 21, 2020, 6:30 PM IST

કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં
કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે તેમની પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માગણીની ફરિયાદ દાખલ કરતાં રમણ પટેલ અને અન્ય ત્રણ આરોપીઓ દ્વારા અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે પૈકી કોર્ટે રમણ પટેલ અને મૌનાંગ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય બે આરોપી મુકેશ અને મયૂરિકાના આગોતરા જામીન અરજી મંજૂર કરી દીધી છે.

અમદાવાદઃ ધરપકડથી બચવા માટે રમણ પટેલ સહિત પરિવારજનોએ અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદમાં પુત્રવધૂ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રમણ પટેલ અને તેમના પરિવારજનો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતાં. અગાઉ રાજ્ય સરકારે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં
કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં
રાજ્ય સરકારે વાંધો વ્યક્ત કરતા રજૂઆત કરી હતી કે આરોપીઓના જામીન મળે તો સાક્ષી અને પુરાવા સાથે ચેડાં થઇ શકે છે. પુત્રવધુ ફિઝૂએ પતિ મૌનાંગ પટેલ, સસરા રમણ પટેલ, સાસુ મયૂરિકા અને મુકેશ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ સહિત ચારેય વ્યક્તિઓ સામે હત્યાના ગુનાનો પ્રયાસનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી જેની સામે ધરપકડ ટાળવા માટે તેમણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્રના આગોતરા જામીન ફગાવ્યાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.