AMC દ્વારા રોડ-રસ્તા કામો પૂર્ણ કરવાનો ટાર્ગેટનો ફિયાસ્કો

author img

By

Published : Jun 21, 2022, 9:26 PM IST

AMC દ્વારા રોડ-રસ્તા કામો પૂર્ણ કરવાનો ટાર્ગેટનો ફિયાસ્કો

અમદાવાદમાં કોર્પોરેશન(Ahmedabad munciple Corporation) દ્વારા પ્રિ મોન્સૂનને(Pre Monsoon Operation Ahmedabad) લઈને મોટા દ્વારા કરવામાં આવ્યા હતા.પરંતુ તે દરેક દાવા ખોટા સાબિત થયા છે. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા શહેરના તમામ રોડ રીપેરીંગ કરવાની વાત માત્ર કાગળ પર રહી છે. રોડના કામ કરવાની મુદ્દતો વધારવામાં આવી તેમ છતાં પણ પોતે કામ ન કરી શકતા અનેક બહાના બતાવી રહ્યા છે.

અમદાવાદ: રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન(Chairman of the Road and Building Committee) મહાદેવભાઈ દેસાઈ એક બાજુ શહેરમાં 90 ટકા રોડના કામ પૂરા થઈ ગયા છે. તેવા દાવા કરી રહ્યા છે.પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કેમ કે શહેરના 150 જેટલા રોડના હજુ પણ બાકી છે. તેથી અનુમાન કરી શકાય કે આ વર્ષના ચોમાસામાં લોકોને કેટલી હાલાકી ભોગવવી પડશે. પરંતુ કોર્પોરેશનની કામગીરીની સામે અનેક સવાલો(AMC દ્વારા ટાર્ગેટ ફિયાસ્કો) ઉભા થઈ રહ્યા છે.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન

આ પણ વાંચો: કોન્ટ્રાકટરના ખિસ્સાને જોખમ: ચોમાસામાં રોડ તૂટ્યા તો પોતાના ખર્ચે કરશે રીપેર

એક જ કોન્ટ્રાકટર ને 168 કરોડના કામો અપાયા - કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાને આક્ષેપ કર્યો હતો કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને તેમના માનીતા કોન્ટ્રકટર ને 168 કરોડના કામો આપી દેવામાં આવ્યા છે.જેમાં 100 ફૂટના રોડ બનવવાના 30 કામોમાંથી 28 કામો એક જ કોન્ટ્રકટર RKC ઇનફો બિલ્ટ પ્રાઇવેટ લિમિટેડને(RKC Info Built Pvt Ltd) આપી દેવામાં આવ્યા છે.

કયા રોડ કામો આર. કે.સી ઈનફા બિલ્ટ પ્રાઇવેટ લિમિટેડને આપ્યા - અમદાવાદ કોર્પોરેશન રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા એક કોન્ટ્રકટરને 30માંથી 28 રોડ બનાવવાના કામ આપવામાં આવ્યા છે. જેમાં રાણીપના પ્રમુખ બગલોઝથી ઋતુ બંગલોઝ 60 ટકા કામ બાકી,ચાંદખેડા IOC રોડ 55 ટકા કામ બાકી, ગણેશ જીનેસીસથી SG હાઇવે 65 ટકા કામ બાકી, નૂપુર હોટલથી SG હાઇવે(SG Highway from Nupur Hotel) 35 ટકા કામો બાકી, જગતપુરથી સાગર ચાર રસ્તા 60 ટકા કામ બાકી, શેલબી હોસ્પિટલથી પેલેડીયમ ચાર રસ્તા(Palladium crossroads from Shelby Hospital) 75 ટકા કામ બાકી જેવા અનેક રસ્તાના કામો હજુ પણ બાકી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રિ-મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકાને કેમ કરવો પડે છે બમણો ખર્ચ

રોડ બિલ્ડીંગના ચેરમેન કામો પૂર્ણ થયા દાવા કરી રહ્યા છે - રોડ એન્ડ બિલ્ડીંગના ચેરમેન મહાદેવ દેસાઈ શહેરમાં 90 ટકા કામ પૂર્ણ થઇ ગયા છે. તેના દાવા કરી રહ્યા પરંતુ તેની વાસ્તવિકતા અલગ જ છે. ગ્રીડ કપચી હડતાળ(Strike the grid) હોવાના કારણે રોડ પુરા કરી શક્યા નથી. પરંતુ તે હડળતા માત્ર 15 દિવસ જ હતી. દક્ષિણ પશ્ચિમ ઝોન 64 માંથી 34 પૂર્ણ કર્યા છે. જેમાં 11 રોડનું કામ ચાલુ છે. 19 રોડ કામ ચાલુ નથી કર્યા. ઉત્તર ઝોન 56 માંથી 35 પુરા બાકીના કામ ચાલુ મધ્ય ઝોનમાં 52 રોડમાંથી 30 પુરા અને 22 રોડ ચોમાસા પછી શરૂ કરવામાં આવશે.દક્ષિણ ઝોનમાં 132માંથી 41 જ પુરા કરી શક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.