પ્રિ-મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકાને કેમ કરવો પડે છે બમણો ખર્ચ

author img

By

Published : Jun 20, 2022, 8:18 PM IST

પ્રિ-મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકાને કેમ કરવો પડે છે બમણો ખર્ચ, કેમ ભરાય છે વારંવાર પાણી

ભાવનગરમાં રજવાડાના સમયમાં વરસાદી પાણી સમસ્યાના હલ માટે સ્ટ્રોમ લાઇન(Storm line for solution of rain water) નાંખવામાં આવી હતી. આજે પણ એ સ્ટ્રોમ લાઇન અને નદી નાળાઓ નિકાલનું વિકલ્પ છે. પ્રિ-મોન્સૂન કામગીરીમાં(Pre Monsoon Operations) મહાનગરપાલિકાનો ખર્ચ બમણો થઈ ગયો છે. શુ કહે છે પદાધિકારી? શું ખર્ચ અને કેમ ભરાય છે પાણી? જાણો

ભાવનગર: શહેરમાં ચોમાસાને પગલે મહાનગરપાલિકાએ દોઢ મહિના પહેલા પ્રી-મોન્સૂનનું પ્લાનીંગ(Pre Monsoon Planning) કરીને કામગીરી આરંભી પણ દીધી હતી. ખર્ચ ગત વર્ષ કરતા બમણો થઈ ગયો છે. મહાનગરપાલિકાએ(Double cost of Bhavnagar Municipal Corporation) વહેલા કામગીરી શરૂ કરી કેમ છતાં પાણી ભરાતા હોય છે. કેટલો ખર્ચ કર્યો અને વરસાદના બે રાઉન્ડ બાદ કેટલું કામ જાણીએ.

સ્ટ્રોમ લાઇન અને નદી નાળાઓ નિકાલનું વિકલ્પ છે ત્યારે પ્રિ-મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકાનો ખર્ચ બમણો થઈ ગયો છે.

આ પણ વાંચો: Dhoraji Pre Monsoon Operation : પ્રી-મોન્સુનની કામગીરીને લઈને નગરપાલિકાના ઠાગા ઠૈયાં

પ્રિ-મોન્સૂન કામગીરી અને અડચણ શું - ભાવનગર શહેરમાં પ્રીમોન્સૂન કામગીરી(Pre Monsoon Operations) આરંભી દેવામાં આવી હતી. સરકારી ચોપડે શરૂ થતાં 15 જૂનના ચોમાસાને દોઢ મહિનાનો સમય બાકી હતો તેવામાં ભાવનગર મહાનગરપાલિકામાં ડ્રેનેજ અધિકારી બદલાતા ચાલુ વર્ષે કામગીરી વહેલા આરંભવામાં આવી હતી. શરૂઆત કામની મનપાએ કરચલિયા પરા વિસ્તારમાં ખારમાં આવેલા મફતનગરથી કરી હતી. જ્યાંથી દરિયાનો પ્રારંભ થાય છે. દરિયો દૂર છે પણ તેની બનાવેલી સ્ટોર્મ લાઈનો બાદ પાણીના બુરાઈ ગયેલી કેનાલોમાંથી માટી કાઢવાની શરૂઆત કરી હતી. કારણ કે, દરિયાની પૂનમ અને અમાસની મોટી ભરતીમાં પાણી ત્યાં આવી જાય છે. તેથી 15 દિવસમાં કામ પાર પાડવું પડે છે. બે રાઉન્ડ બાદ આ સ્ટ્રોમ લાઈનમાં નજર રાખવામાં આવી રહી છે.

દરિયાની પૂનમ અને અમાસની મોટી ભરતીમાં પાણી ત્યાં આવી જાય છે તેથી 15 દિવસમાં કામ પાર પાડવું પડે છે. બે રાઉન્ડ બાદ આ સ્ટ્રોમ લાઈનમાં નજર રાખવામાં આવી રહી છે.
દરિયાની પૂનમ અને અમાસની મોટી ભરતીમાં પાણી ત્યાં આવી જાય છે તેથી 15 દિવસમાં કામ પાર પાડવું પડે છે. બે રાઉન્ડ બાદ આ સ્ટ્રોમ લાઈનમાં નજર રાખવામાં આવી રહી છે.

પ્રિ-મોન્સૂન ખર્ચ અડધા કરોડનું કેમ બાકી કામ - ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે 30 લાખ જેવો માત્ર ખર્ચ કરતી હતી. એક કામના એક લાખ ગણીને 30 કામો થતા હતા. ચાલુ વર્ષે શહેરમાં ગત વર્ષની પાણી ભરાવાની દરેક ફરિયાદને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે(Drainage Department of Bhavnagar Municipal Corporation) કામ હાથમાં લીધા હતા. ચાલુ વર્ષે કામોની સંખ્યા 50 કરતા વધી ગઈ છે. ચોમાસામાં સમસ્યાઓ પાણી ભરાવાની વધી છે. પાંચ ગામડાઓનો શહેરમાં સમાવેશ કરવામાં આવતી કામગીરી વધી છે. ચોમાસાનું શહેરનું સંપૂર્ણ પાણી સ્ટોર્મ લાઇન મારફત દરિયામાં જાય છે. આ વર્ષે કામનો ખર્ચ સ્ટોર્મ લાઇન સહિત અન્ય સ્ટોર્મ લાઈનો સાફ કરવા(clear storm lines) પાછળનો ખર્ચ 55 લાખે પોહચ્યો છે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલીયાએ જણાવ્યું હતું.

પ્રિ-મોન્સૂન ખર્ચ અડધા કરોડનું કેમ બાકી કામ
પ્રિ-મોન્સૂન ખર્ચ અડધા કરોડનું કેમ બાકી કામ

આ પણ વાંચો: AMC Pre Monsoon Operation : શહેરના કેટલાક વિસ્તારો CCTVથી સજ્જ...!

શહેરના ક્યાં વિસ્તારોમાં ચોમાસામાં પાણી સમસ્યા અને હવે શું સ્થિતિ - ભાવનગર શહેરના ઊંચાણવાળા વિસ્તારોમાંથી પાણી બધું નીચાણવાળા વિસ્તારોમાં આવે છે. આથી કુંભારવાડા, મોતી તળાવ, માઢિયા રોડ, કરચલિયા પરા મફતનગર વિસ્તાર અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં ઢીંચણ ઉપર પાણી 2થી 4 ઇંચ વરસાદમાં ભરાઈ જાય છે. ડ્રેનેજ વિભાગે એસ્ટેટ વિભાગને મફતનગરો માટે જાણ કરી છે કે, દબાણ હોઈ તો હટાવે અથવા અન્ય વ્યવસ્થા કરે. આ વિસ્તારોમાં ચાલુ વર્ષે પાણી ભરાય તો છે પણ એક કલાકમાં નિકાલ આપોઆપ થઇ જાય છે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.