ETV Bharat / city

શ્રીલંકન સાઈબર ઇન્વેસ્ટિગેશન માટે હાઇકોર્ટે કેસની તપાસ CBIને સોંપી

author img

By

Published : Sep 30, 2019, 11:31 PM IST

Updated : Oct 1, 2019, 9:21 AM IST

અમદાવાદઃ સાઈબર ક્રાઈમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુવતીઓના નગ્ન ફોટા અપ્લોડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાની ઘટના વધી રહી છે, ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસ આરોપીઓ સુધી પહોંચવા અને તેમની ભાળ મેળવવા નિષ્ફળ જતાં પીડિત યુવતીના પિતાએ હાઈકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટીસ સોનિયા ગોકાણીએ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ કર્યો છે.

Ahmedabad

પીડિત યુવતીના પિતાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયાના એક વર્ષ બાદ પણ આરોપીના શ્રીલંકન IP એડ્રેસ થકી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ જતા કેસની તપાસ CBIને સોંપવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. અરજદારે કેસમાં શું તપાસ કરવામાં આવી તેની માહિતાની માગ કરતો પત્ર લખ્યો હતો. જેના જવાબમાં અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા આ મુદ્દે શ્રીલંકાની કોલંબો સ્થિત ડાયલોગ બ્રોડબેન્ડ નેટવર્કને આરોપીઓનું IP એડ્રેસ સેવ કરવાનો પત્ર લખ્યો હતો. જો કે, નોડલ એજન્સી તરફથી કોઈ જવાબ આપવામાં ન આવ્યો હોવાની સપષ્ટતા કરી હતી. સાઈબર ક્રાઈમે ગાંધીનગર મદદનીશ મહા-સચિવ સહિત મ્યુચ્યુઅલ લિગલ આસિસટ્ન્ટ ટ્રીટી (MLAT) થકી તમામ દસ્તાવેજ શ્રીલંકાની નોડલ એજન્સીને મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો.

અરજદારે અગાઉ પણ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેને માન્ય રાખીને કોર્ટે કેસની તપાસ DCP સાઈબર ક્રાઈમને સોંપવાનો હુકમ કર્યો હતો. આ મુદ્દે વાતચીત અરજદારના વકીલ ધ્રુવીન દોસાનીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે શું પગલા લીધા તેની ત્રણ મહિનામાં માહિતી રજૂ કરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં કઈ ન થતાં અરજદારે કેસની તપાસ CBIને સોંપવા હાઈકોર્ટમાં બીજીવાર રિટ દાખલ કરી હતી. અરજદારે ગહ મંત્રાલયના મદદનીશ મહા-સચિવને પત્ર લખી મ્યુચ્યુઅલ લિગલ આસિસટન્ટ ટ્રીટી (MLAT) હેઠળ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ક્યા દસ્તાવેજો મોકવામાં આવ્યા છે તેની માહિતીની માગ કરતો પત્ર પણ લખ્યો હતો.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અમદાવાદની સગીર વયની યુવતીની સોશિયલ મીડિયાના માધ્યમથી છોકરીનું ફેક પ્રોફાઈલ ધરાવતા આરોપી સાથે મિત્રતા થઈ હતી. છોકરીના ફેક પ્રોફાઈલ થકી આરોપી પોતે બ્યુટિશન અને ફિટનેસ ટ્રેનરનું કહી લલચાવી ફોસલાવીને પીડિત યુવતીના અર્ધ નગ્ન ફોટા મેળવી લીધા હતા. આ ફોટો વાઈરલ કરવાની ધમકી સાથે પીડિત યુવતી પાસેથી આરોપીએ નગ્ન વીડિયોની માગ કરી હતી. તેમજ સતત 7 મહિના સુધી બ્લેકમેલ કરતો હોવાથી અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ...

Intro:(નોધ - આ સ્પેશ્યલ સ્ટોરી હોવાથી બાઈ-લાઈન આપવી)

સાઈબર ક્રાઈમ દિવસે અને દિવસે વધી રહ્યું છે, ખાસ કરીને સોશ્યલ મીડિયા પર યુવતીઓના નગ્ન ફોટા અપ્લોડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાની ઘટના વધી રહી છે ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસ આરોપીઓ સુધી પહોંચવા અને તેમની ભાળ મેળવવા નિષ્ફળ જતાં પીડિત યુવતીના પિતાએ આરોપીઓના શ્રીલંકાનું I.P. એડ્રેસ અને કેસમાં વધું તપાસ માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટીસ સોનિયા ગોકાણીએ દાદને માન્ય રાખીને કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ કર્યો છે.

Body:પીડિત યુવતીના પિતાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયાના એક વર્ષ બાદ પણ આરોપીના શ્રીલંકન IP એડ્રેસ થકી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ જતાં કેસની તપાસ CBIને સોંપવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. અરજદારે કેસમાં શુ તપાસ કરવામાં આવી તેની માહિતાની માંગ કરતો પત્ર લખતા જવાબમાં અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા આ મુદે શ્રીલંકાની કોલંબો સ્થિત ડાયલોગ બ્રોડબેન્ડ નેટવર્કને આરોપીઓનું IP એડ્રેસ સેવ કરવાનો પત્ર લખ્યો જોકે નોડલ એજન્સી તરફથી કોઈ જવાબ આપવામાં ન આવ્યો હોવાની સપષ્ટતા કરી હતી..સાઈબર ક્રાઈમે ગાંધીનગર મદદનીશ મહા-સચિવ સહિત મ્યુચ્યુઅલ લીગલ આસિસટ્ન્ટ ટ્રીટી (MLAT) થકી તમામ દસ્તાવેજ શ્રીલંકાની નોડલ એજન્સીને મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો...

અરજદારે અગાઉ પણ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી જેને માન્ય રાખીને કોર્ટે કેસની તપાસ DCP સાઈબર ક્રાઈમને સોંપવાનો હુકમ કર્યો હતો. આ મુદ્દે વાતચીત અરજદારના વકીલ ધ્રુવીન દોસાનીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે શું પગલા લીધા તેની ત્રણ મહિનામાં માહિતી રજુ કરવાનો આદેશ કર્યો હતો તેમ છતાં કઈ ન થતાં અરજદારે કેસની તપાસ CBIને સોપવા હાઈકોર્ટમાં બીજીવાર રિટ દાખલ કરી હતી.. અરજદારે ગહ મંત્રાલયના મદદનીશ મહા-સચિવને પત્ર લખી મ્યુચ્યુઅલ લીગલ આશિસટન્ટ ટ્રીટી (MLAT) હેઠળ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ક્યાં દસ્તાવેજો મોકવામાં આવ્યા છે તેની માહિતીની માંગ કરતો પત્ર પણ લખ્યો હતો..
Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદની સગીર વયની યુવતી સોશ્યલ મીડિયાના માધ્યમથી છોકરીનું ફેક પ્રોફાઈલ ધરાવતા આરોપી સાથે મિત્રતા થઈ હતી. છોકરીના ફેક પ્રોફાઈલ થકી આરોપી પોતે બ્યુટિશન અને ફિટનેસ ટ્રેનર હોઈ લલચાવી ફોસલાવીને પીડિત યુવતીના અડધ નગ્ન ફોટા મેળવી લીધા હતા. આ ફોટો વાઈરલ કરવાની ધમકી સાથે પીડિત યુવતી પાસેથી આરોપીએ નગ્ન વીડિયોની માંગ કરી હતી અને સતત 7 મહિના સુધી બ્લેકમેલ કરતો હોવાથી અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી.


બાઈ-લાઇન - અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ (નોંધ - સ્પેશ્યલ સ્ટોરી હોવાથી બાઈ-લાઇન આપવી)
Last Updated :Oct 1, 2019, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.