મોતીપુરા ગામમાં દારૂ પીનારાઓની ખેર નહીં, પીંજરામાં પસાર કરવી પડે છે આખી રાત

author img

By

Published : Oct 22, 2021, 6:18 PM IST

મોતીપુરા ગામમાં દારૂ પીનારાઓની ખેર નહીં, પીંજરામાં પસાર કરવી પડે છે આખી રાત
મોતીપુરા ગામમાં દારૂ પીનારાઓની ખેર નહીં, પીંજરામાં પસાર કરવી પડે છે આખી રાત ()

દારૂના નશાથી ત્રસ્ત અમદાવાદ જિલ્લા (Ahmedabad)ની નજીક આવેલા મોતીપુરા (Motipura)ગામે અનોખો પ્રયોગ કર્યો હતો, જેના કારણે આજે આ ગામ વ્યસન મુક્ત (Addiction free Village) બની ગયું છે. આ ગામમાં પહેલા દરેક ઘરમાં દારૂનું વ્યસન હતું. દારૂના કારણે 175 જેટલી મહિલાઓ વિધવા બની છે. જ્યારે દરેક ઘરમાં પુરુષો દારૂના રવાડે ચડીને ઘરમાં પૈસા પણ આપતા નહોતા. ગામમાં દારુ પીનારાને પીંજરામાં પુરવા અને દંડ કરવાના પ્રયોગથી આજે ગામને દારૂના વ્યસનમાંથી છૂટકારો મળ્યો છે.

  • દારૂના વ્યસનના ખાત્મા માટે મોતીપુરા ગામનો અનોખો પ્રયોગ
  • દારૂ પીનારાઓને આખી રાત પીંજરામાં પુરવામાં આવે છે
  • દંડ અને પીંજરામાં પુરવામાં આવતા હોવાના કારણે દારૂના વ્યસનથી મળી મુક્તિ

અમદાવાદ: ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ (Alcohol Ban in Gujarat) છે, પરંતુ તેમ છતાં પણ અનેક ગામડાઓ અને વિસ્તારોમાં લોકો દારૂના નશામાં ઝૂમતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં અમદાવાદ નજીકના મોતીપુરા ગામ (Motipura Village, Ahmedabad)ના લોકોએ દારૂના વ્યસનને સમાપ્ત કરવા માટે એક અનોખો સામાજિક પ્રયોગ (Social Experiment) હાથ ધર્યો હતો.

સજા તરીકે આખી રાત પાંજરામાં કેદ કરવામાં આવે છે

મોતીપુરા ગામમાં નટબજાણીયા સમાજના લોકો વસે છે. આ ગામમાં 650 જેટલા ઘરો આવેલા છે અને આ ગામની વસ્તી અંદાજે 2,200 જેટલી છે. જ્યારે આ ગામમાં મોટાભાગના લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મજૂરી કરીને ઘર ચલાવતા આ લોકોના રુપિયા અને પરિવાર બંને દારૂનું વ્યસન બરબાદ કરે છે. આવું ન થાય તેથી અહીં દારૂ પીનારાઓ પર દંડ લાદવા અને તેમને સજા તરીકે આખી રાત પાંજરામાં કેદ રાખવા જેવો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ગામમાં કેવી રીતે આ નિર્ણય કરવામાં આવ્યો?

આ મોતીપુરા ગામ સાણંદથી 10 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં પહેલા દરેક ઘરમાં દારૂનું વ્યસન હતું. આ ગામમાં દારૂના કારણે 175 જેટલી મહિલાઓ વિધવા બની છે. જ્યારે દરેક ઘરમાં પુરુષો દારૂના રવાડે ચડીને ઘરમાં પૈસા પણ આપતા નહોતા, જેથી કરીને મહિલાઓ કંટાળી હતી. ત્યારે આ ગામના સરપંચ અને ગામના આગેવાનોએ એકઠા થઈને પંચાયતમાં એક નિર્ણય લીધો હતો, જેમાં દારૂનું સેવન કરીને આવે તેને એક દિવસ પાંજરામાં રાખવામાં આવે અને તેની પાસેથી 200થી 300 રૂપિયા દંડ પણ વસુલ કરવામાં આવતો હતો. એટલું જ નહીં એક દિવસ માટે તેને જમવાનું પણ આપવામાં આવતું નહોતું અને ફક્ત પાણી જ આપવામાં આવતું હતું.

2017થી ગામ દ્વારા બનાવેલો આ કાયદો અમલમાં હતો
2017થી ગામ દ્વારા બનાવેલો આ કાયદો અમલમાં હતો

અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી

મોતીપુરા ગામનો આ પ્રયોગ સફળ રહ્યો. પિંજરામાં કેદ વ્યક્તિ શરમ અને સજાના ડરથી આવી ભૂલ કરતા અને દારૂનો સ્પર્શ કરતા ડરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે સરપંચ અને મહિલાઓ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલા ન લેવાતા ગામ દ્વારા આ કાયદો બનાવવામાં આવ્યો હતો. મોતીપુરા ગામમાં 2017માં ગ્રામ પંચાયતની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને સાડા ચાર વર્ષ સુધી નિર્ણય અમલમાં રહ્યો હતો. આ નિર્ણયથી કેટલાક ગ્રામજનોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

2017થી ગામ દ્વારા બનાવેલો આ કાયદો અમલમાં હતો

આ ગામમાં કાયદો જ્યારે બનાવ્યો ત્યારે સરકાર દ્વારા પણ તેમને સહકાર આપવામાં આવતો હતો તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે પોલીસ પણ આ કાયદા વિશે જાણતી જ હતી. આ કાયદો બનાવવાથી હવે આ ગામ દારૂના વ્યસનથી મુક્ત ગામ બન્યું છે. 2017થી ગામ દ્વારા બનાવેલો આ કાયદો અમલમાં હતો, ત્યારે ધીમે ધીમે લોકો શરમ અને સજાના ડરના કારણે દારૂનું સેવન કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે નશાબંધી વિભાગ દ્વારા આ ગામને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. હવે આ ગામ નશામુક્ત ગામ બન્યું છે.

દારૂ પીનારાઓ પર દંડ લાદવા અને તેમને સજા તરીકે આખી રાત પાંજરામાં કેદ રાખવા જેવો પ્રયોગ કરવામાં આવ્યો હતો
દારૂ પીનારાઓ પર દંડ લાદવા અને તેમને સજા તરીકે આખી રાત પાંજરામાં કેદ રાખવા જેવો પ્રયોગ કરવામાં આવ્યો હતો

બહારથી દારૂનું સેવન કરીને આવનારાઓ પાસેથી દંડ વસૂલાશે

મોતીપુરા જેલનો ફોટો વાયરલ થયા બાદ અને મીડિયામાં અહેવાલ પ્રસારણ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી અને પાંજરું તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ હવે પોલીસ દ્વારા આ જેલ તોડી પડાતા હવે જે લોકો બહારથી પણ દારૂનું સેવન કરીને આવશે તે લોકો પાસે આ ગામ દ્વારા દંડ વસુલ કરવામાં આવશે.

Etv ભારતે લીધી ગામની મુલાકાત

આ ગામની Etv bharat દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સરપંચ સાથે પણ વાત કરવામાં આવી હતી, પરંતુ સરપંચ આ મુદ્દે કઈ પણ બોલવા તૈયાર થયા નહોતા. Etv bharat સાથે ગ્રામજનોએ ઓફ રેકોર્ડ વાત કરતા આ સમગ્ર બાબત જણાવી હતી, પરંતુ ઓન કેમેરા કંઈ પણ બોલવા તૈયાર નહોતા.

આ પણ વાંચો: કચ્છના ગઢશીશા ગામમાં દારૂ પીનારાઓનો હતો ત્રાસ, આ અનોખા પ્રયોગથી દૂષણ નહિવત થઈ ગયું

આ પણ વાંચો: જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.