ETV Bharat / city

AMC નો સીરો સર્વે: પોઝિટિવિટી વધી તો એન્ટી બોડી લુપ્ત થતા ફરી કોરોના સંક્રમણ થવાનો ભય

author img

By

Published : Sep 3, 2020, 2:55 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં 10,000 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સીરો સર્વેમાં અગાઉ કરેલા સર્વેની પોઝિટિવિટી 17.61 ટકાથી વધીને 23.24 ટકા સીરો પોઝિટિવિટી સામે આવી છે. આમ દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી તરફની પોઝિટિવિટી વધી છે. જે લોકો અગાઉ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે તેમના પર પણ એન્ટી બોડીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 40 ટકા લોકોમાં એન્ટી બોડી લુપ્ત થયેલી જોવા મળી હતી, જેથી ફરીથી તેઓ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે.

AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીરો સર્વે કરવામાં આવ્યો


અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં 10,000 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સીરો સર્વેમાં અગાઉ કરેલા સર્વેની પોઝિટિવિટી 17.61 ટકાથી વધીને 23.24 ટકા સીરો પોઝિટિવિટી સામે આવી છે. આમ દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી તરફની પોઝિટિવિટી વધી છે. જે લોકો અગાઉ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે તેમના પર પણ એન્ટી બોડીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 40 ટકા લોકોમાં એન્ટી બોડી લુપ્ત થયેલી જોવા મળી હતી, જેથી ફરીથી તેઓ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીરો સર્વે કરવામાં આવ્યો

પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોમાં સીરો પોઝિટિવિટી 31.92 ટકા સામે આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોના 3973 સેમ્પલ પૈકી 1268ના સેમ્પલમાં સીરો પોઝિટિવિટી જોવા મળી હતી. જે દર્શાવે છે કે, પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોમાં પણ 69 ટકા લોકોમાં સીરો પોઝિટિવિટીનો અભાવ જણાયો છે.


સીરો સર્વે શું છે?
કોઈ વસ્તીમાં સંક્રમણ કેટલું ફેલાયું છે, એની ભાળ મેળવવા માટે સીરોલોજિકલ સર્વે કરવામાં આવે છે, આને જ સીરો સર્વે કહેવાય છે. આમા લોકોના લોહીમાં કોરોના વાઈરસના એન્ટીબોડી છે કે નહીં તેની ભાળ મેળવવામાં આવે છે.


ઉત્તર ઝોનમાં 33.14 ટકા
મધ્ય ઝોનમાં 31.64 ટકા,
પૂર્વઝોનમાં 23.96 ટકા,
દક્ષિણ ઝોનમાં 23.91 ટકા,
પશ્ચિમ ઝોનમાં 20.84 ટકા,
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 18.93 ટકા અને
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11.74 ટકા સીરો પોઝિટિવિટી જણાઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા અને મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ હર્ડ ઇમ્યુનિટી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 10,000 લોકો પર બીજો સર્વે કર્યો હતો, આ સર્વેમાં 23.24 ટકા પોઝિટિવિટી આવી છે, જે દોઢ મહિનામાં પાંચ ટકા વધી છે અને આ નજીવો વધારો છે. તેમજ એન્ટીબોડી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 40 ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થયેલી જણાય છે અને તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. તેઓએ આ સર્વેના મુખ્ય ત્રણ તારણો તેઓએ જણાવ્યા હતા કે હર્ડ ઇમ્યુનિટી ઓછી કરવા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલાં લીધા છે. 23.24 ટકા પોઝિટિવિટી આવી છે અને હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટિવિટી જરૂરી છે. એકવાર કોરોનાગ્રસ્ત થયેલા વ્યક્તિમાં એન્ટી બોડી ટકતી નથી, જેમાં 40 ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થયેલું એવું દર્શાવે છે કે, તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે અને તેનો વધુ સર્વે જરૂરી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જાહેર સ્થળે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ અને સાબુથી હાથ સાફ કરવા જરૂરી છે.

મધ્ય ઝોનમાં સીરો પોઝિટિવિટી ઘટી
મધ્ય ઝોનમાં ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ અને અસારવા વોર્ડનો સમાવેશ થાય છે.

વસ્તી- 8 લાખ
સીરો પોઝિટિવ- 28.43 ટકાથી વધીને 31.64 ટકા

પૂર્વ ઝોન
નિકોલ, વિરાટનગર, ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ, ભાઇપુરા, અમરાઇવાડી, રામોલ-હાથીજણ વોર્ડનો સમાવેશ થાય છે. કેસ ઓછા છે પણ સીરો પોઝિટિવ વધુ છે.

વસ્તી- 11 લાખ
સીરો પોઝિટિવ- 27.42 ટકાથી ઘટી 23.96 ટકા

પશ્ચિમ ઝોનમાં પોઝિટિવિટી ડબલ થઈ
પાલડી, વાસણા, નવરંગપુરા, સ્ટેડિયમ, નારણપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતી અને ચાંદખેડાનો સમાવેશ થાય છે. શરૂઆતમાં અહીં ઓછા કેસ રહ્યા બાદ સુપરસ્પ્રેડર્સને કારણે મોટી સંખ્યામાં કોરોના કેસનો ફેલાવો થયો છે.

વસ્તી- 14 લાખ
સીરો પોઝિટિવ- 10.5 ટકાથી વધીને 20.84 ટકા

દક્ષિણ પશ્ચિમ ઝોન
શહેરના દ.પશ્ચિમ ઝોનમાં સરખેજ, વેજલપુર, બોડકદેવ, જોધપુર વોર્ડનો સમાવેશ થાય છે. અહીં વેજલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસ આવ્યા હતા.

વસ્તી- 6 લાખ
સીરો પોઝિટિવ- 13.43 ટકાથી વધીને 18.93 ટકા

ઉત્તર ઝોનમાં
સરદારનગર, નરોડા, સૈજપુર, કુબેરનગર, ઇન્ડિયાકોલોની, ઠક્કરબાપાનગર, બાપુનગર, સરસપુર રખિયાલ વોર્ડ આવે છે. અહીં કોરોના કેસનો ફેલાવો અલગ અલગ તબક્કે થયો છે. સૌ પ્રથમ સરસપુર રખિયાલમાં કેસનું પ્રમાણ વધારે હતું, જે બાદ બાપુનગર અને ઇન્ડિયાકોલોનીમાં કેસ વધ્યા હતા.

વસ્તી- 11 લાખ
સીરો પોઝિટિવ- 27.41 ટકાથી વધીને 33.14 ટકા

દક્ષિણ ઝોન
શહેરના બહેરામપુરા, દાણીલીમડા, વટવા, લાંભા, ઇદ્રપુરી, મણિનગર, ખોખરા, ઇસનપુર વોર્ડનો સમાવેશ થાય છે. ત્યારે મધ્ય ઝોન બાદ શરૂઆતથી જ આ વિસ્તારમાં મહત્તમ કેસો જોવા મળ્યા હતા.

વસ્તી- 12 લાખ
સીરો પોઝિટિવ- 16.15 ટકાથી વધીને 20.84 ટકા
ઉત્તર પશ્ચિમ ઝોનમાં લગભગ બમણી થઈ
શહેરના ઉ.પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ વોર્ડનો સમાવેશ થાય છે.

વસ્તી- 7.5 લાખ
સીરો પોઝિટિવ- 6.43 ટકાથી વધીને 11.74 ટકા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.