ETV Bharat / city

સાબરમતી નદીમાં સી-પ્લેનના ઉતરાણ માટે જમાલપુર બ્રિજ પર સૂચક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા

author img

By

Published : Oct 18, 2020, 4:45 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવશે કે નહીં તેને લઈને જાતજાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અમદાવાદમાં આંબેડકર બ્રિજ અને જમાલપુર બ્રિજની વચ્ચે સી-પ્લેનની ઉડાનને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સી-પ્લેન
સી-પ્લેન

  • વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
  • સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન
  • સી પ્લેનના સૂચક સાઈન બોર્ડ જમાલપુર બ્રિજ પર લગાવ્યા

અમદાવાદ : આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરી ત્યાંથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ તમામ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સૂચક સાઈન બોર્ડ
સૂચક સાઈન બોર્ડ
સૂચક સાઈન બોર્ડ
સૂચક સાઈન બોર્ડ

સી-પ્લેન માટે જરૂરી ઇન્ટરનેશનલ કક્ષાની કામગીરીઓ પૂર્ણ થવા જઈ રહી છે. જેમાં આજે રવિવારે જમાલપુર બ્રિજ ઉપર સી-પ્લેનના ઉતરાણ માટે સૂચક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. પાઇલોટ પોતાના કેબિનમાંથી સાઈન બોર્ડ જોઈને રનવેની દિશા અને ઉત્તરાણ નક્કી કરી શકશે. ખૂબ જ યુનિક પ્રકારના આ સાઇનબોર્ડ છે.

સી-પ્લેન

આ પણ વાંચો : 31 ઑક્ટોબરે અમદાવાદથી સી-પ્લેનની પ્રથમ ઉડાનને લઈને તડામાર તૈયારીઓ...

સ્થાનિક તંત્રની તૈયારીઓને જોતા પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવશે અને ત્યાંથી સી-પ્લેન દ્વારા કેવડિયા કોલોની ખાતે ઉડાન ભરશે તેમ કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.