ETV Bharat / city

સ્પેશિયલ ઓપરેશન મેડલમાં ગુજરાતના 5 અધિકારીઓની કરાઈ પસંદગી

author img

By

Published : Nov 1, 2020, 4:28 AM IST

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દેશમાં સ્પેશિયલ ઓપરેશન દ્વારા મોટા ગુનેગારોને પકડી પાડનારા અધિકારીને મેડલ આપવામાં આવશે, ત્યારે આ મેડલમાં ગુજરાતના 5 અધિકારીઓની પણ પસંદગી કરવામાં આવી છે.

સ્પેશિયલ ઓપરેશન મેડલમાં ગુજરાતના 5 અધિકારીઓની કરાઈ પસંદગી
સ્પેશિયલ ઓપરેશન મેડલમાં ગુજરાતના 5 અધિકારીઓની કરાઈ પસંદગી

ગુજરાત પોલીસના 5 અધિકારીઓને મળશે સ્પેશિયલ ઓપરેશન મેડલ

ATSના DIG સહિત 5 અધિકારીઓને મળશે મેડલ

DGPએ ટ્વીટ કરી અર્પી શુભેચ્છા

અમદાવાદ: આ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તમામ પોલીસ કર્મચારીઓને અભિનંદન, તમામે ગુજરાત પોલીસને વધારે એક ગૌરવ અપાવ્યું છે. આ મેડલ તેમને ISIS સાથે સંકળાયેલા ઝફર અલીને વડોદરામાંથી ઝડપી લેવામાં ખુબ જ મહત્વની ભુમિકા ભજવી હતી અને મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં આ ટીમની ખુબ જ સારી રહી હતી.

ગુજરાત પોલીસના 5 અધિકારીઓને મળશે મેડલ

આ એવોર્ડમાં કર્ણાટકના 6 પોલીસ અધિકારીઓ, ગુજરાતના 5 અધિકારીઓ, તમિલનાડુના 5 અધિકારીઓ, કેરલાના 8 પોલીસ અધિકારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના 5 પસંદ કરેલ અધિકારીઓના નામ

હિમાંશુ શુક્લા- DIGP

ઈમ્તિયાઝ શેખ- SP

કે.કે.પટેલ- DYSP

વી.આર.મલ્હોત્રા- PI

કે.એમ.ભુવા- PSI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.