ETV Bharat / city

સરકારે 30 ટકા mcqની પદ્ધતિ અમલી કરતા શાળા સંચાલક મંડળ નારાજ, અમે 30 ટકા કોર્ષ ઘટાડવાની માંગ કરી હતી: શાળા સંચાલક મંડળ

author img

By

Published : Nov 30, 2021, 8:29 PM IST

કોરોનાને કારણે પ્રથમ સત્રમાં મોટા ભાગના વર્ગ ઓનલાઇન ચાલ્યા હતા અને અન્ય સમસ્યાઓને કારણે શાળા સંચાલક મંડળે CBSE બોર્ડની જેમ ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્ષ ઘટાડવા માંગણી કરી હતી.જેના બદલામાં સરકારે 30 ગુણના MCQ પદ્ધતિની જાહેરાત કરી છે.સરકારના આ નિર્ણયનો શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે.

School board members
School board members

  • અમારી માગણી 30 ટકા કોર્ષ ઘટાડવાની હતી પરંતુ સરકારે તો 30 ગુણના MCQ કર્યા:શાળા સંચાલક મંડળ
  • સરકારના નિર્ણય સાથે અમે સહમત નથી:શાળા સંચાલક મંડળ
  • 2 કલાકની અને 70 માર્કની પરીક્ષા થવી જોઈએ:ભાસ્કર પટેલ


અમદાવાદ:શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 9 થી 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 30 ટકા MCQ અને 70 ટકા વર્ણનતામક પ્રશ્નો રાખવામાં આવશે,12 વિજ્ઞાન પ્રવાહમાં અગાઉથી જ 50 ટકા MCQ અને 50 ટકા વર્ણતામક પ્રશ્નો આવી રહ્યા છે જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સરકાર પાસે સંચાલકોએ 30 ટકા કોર્ષ ઘટાડો માંગ્યો હતો પરંતુ સરકારે 30 ટકા MCQ ની પદ્ધતિ અમલી કરવાનો નિર્ણય કર્યો છે જેની સાથે શાળા સંચાલક મંડળ સહમત નથી.

સરકારે 30 ટકા mcqની પદ્ધતિ અમલી કરતા શાળા સંચાલક મંડળ નારાજ
સરકારે 30 ટકા mcqની પદ્ધતિ અમલી કરતા શાળા સંચાલક મંડળ નારાજ


શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે 30 ટકા કોર્ષ ઘટાડવા અમે માંગણી કરી હતી જેનો હેતુ કોલેજ સિસ્ટમથી પરીક્ષા યોજવાનો છે.2 કલાકની પરીક્ષા થવી જોઈએ જેમાં 70 માર્કસની પરીક્ષા યોજવવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ કોલેજ પદ્ધતિથી ટેવાઈ જાય અને વિદ્યાર્થીઓ પર અભ્યાસનું ભારણ પણ ઘટે.

આ પણ વાંચો : શૈક્ષણિક વર્ષ 2021-22માં 100 ટકા અભ્યાસક્રમ સાથે યોજાશે પરીક્ષા, શિક્ષણ વિભાગનો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.