ETV Bharat / city

Robotic Cafe in Ahmedabad : વસ્ત્રાપુરનું આ કેફે બન્યું છે મેડ ઇન ઇન્ડિયાનું ઉદાહરણ, કોન્ટેક્ટ લેસ સર્વિંગની મજા માણો

author img

By

Published : Feb 14, 2022, 1:57 PM IST

અમદાવાદના એન્જીનિયર યુવકનો મેડ ઇન ઈન્ડિયાનો આ કોન્સેપ્ટ શહેરમાં નવું નજરાણું લઇને આવ્યો છે. નિહાળો (Robotic Cafe in Ahmedabad) વિડીયો.

Robotic Cafe in Ahmedabad : વસ્ત્રાપુરનું આ કેફે બન્યું છે મેડ ઇન ઇન્ડિયાનું ઉદાહરણ, કોન્ટેક્ટ લેસ સર્વિંગની મજા માણો
Robotic Cafe in Ahmedabad : વસ્ત્રાપુરનું આ કેફે બન્યું છે મેડ ઇન ઇન્ડિયાનું ઉદાહરણ, કોન્ટેક્ટ લેસ સર્વિંગની મજા માણો

અમદાવાદઃ આપણા જ દેશમાં ટેકનોલોજીમાં વિકાસ થતાં અન્ય દેશો પર નિર્ભર રહેવાની જરૂર નથી તે વાત અમદાવાદમાં એન્જીનિયર યુવકે સાબિત કરી છે. તેણે મિત્ર સાથે મળીને મેડ ઈન ઈન્ડિયા (Made in India robots ) રોબોટ તૈયાર કર્યા છે અને રોબોટ્સ દ્વારા સંપૂર્ણ રોબોટિક કૅફે શરૂ કર્યું છે. આ રોબોટિક કેફે અલગ-અલગ રોબોટ રાખવામાં આવ્યા છે, જે સમગ્ર કેફેનું (Robotic Cafe in Ahmedabad) સંચાલન કરશે.

મેડ ઇન ઈન્ડિયાનો આ કોન્સેપ્ટ રસપ્રદ છે

ત્રણ વર્ષની મહેનત છે

અમદાવાદના આકાશમાં નામના એન્જીનિયર યુવકે ટેકનોલોજીનો (Applied Robotic engineering) ખૂબ જ સારો ઉપયોગ કર્યો છે. આકાશે અલગ-અલગ પ્રકારના ઓટોમેટીક મશીન બનાવ્યા છે. આકાશે ત્રણ વર્ષ અગાઉ રોબોટિક કૅફે શરૂ કરવાનો વિચાર કર્યો હતો. જે કોન્સેપ્ટ તેના અન્ય એન્જીનિયર મિત્રો સાથે શેર કર્યો હતો અને તે માટે કામ શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ દરમિયાન રોબોટ તૈયાર કરવામાં આવ્યું હતું જે બાદ રોબોટમાં જરૂરી ફીચર્સ એડ કર્યા હતાં. ફીચર્સના આધારે રોબોટનો ટ્રાય (Robotic Cafe in Ahmedabad) લીધો હતો.

ટૂંક સમયમાં વસ્ત્રાપુરમાં શરુ થશે

ઘણી જગ્યાએ રોબોટિક કેફે તો છે જેમાં રોબોટ માત્ર જમવાનું સર્વ કરે છે અને રોબર્ટ મોટાભાગે ભારત બહારથી ઈમ્પોર્ટ કરવામાં આવતા હોય છે ત્યારે અન્ય દેશની મદદ લીધા વિના તેના મિત્રો સાથે મળીને મેડ ઈન ઈન્ડિયા (Made in India robots )તૈયાર કર્યા છે. આ રોબોટ તૈયાર કરવામાં કેટલીક મુશ્કેલી પડી હતી તેમ છતાં રોબોટ અને તેના પર તૈયાર કર્યા હતાં. રોબોટ તૈયાર કરીને વસ્ત્રાપુર લેકની સામે રોબોટિક કેફેે તૈયાર કર્યું છે જે ટૂંક સમયમાં (Robotic Cafe in Ahmedabad) શરૂ થશે.

આ પણ વાંચોઃ જૂઓ 79 જાતના અલગ-અલગ 202 રોબોટ ધરાવતી રોબોટિક ગેલેરીનો HD વીડિયો...

કેવી સેવા આપશે રોબોટ

આ રોબોટિક કેફેમાં મોટાભાગની વસ્તુઓ ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. કેફેનું નામ રોબોટ કે આપવામાં આવ્યું છે. કેફેમાં પ્રવેશતાં ટેબલ ઉપર બેસીને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. ઓર્ડર આપ્યા બાદ રોબર્ટ સુધી ઓર્ડર પહોંચે જે બાદ કેફેમાં રહેલ વ્યક્તિ ઓર્ડર આપેલ વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે. જે બાદ તે વસ્તુઓ સર્વ કરશે. માત્ર રોબોટ સર્વ જ નહીં પરંતુ રોબોટના હાથ ઉપર લાગેલા ક્યુ આર કોડથી પેમેન્ટ કરવાનું રહેશે. આ ઉપરાંત કેફેમાં પાણી અને જ્યુસ માટે પણ એક રોબોટ રાખવામાં આવ્યો છે જેની પાસે ગ્લાસ લઈને જતા સેન્સર દ્વારા પાણી અને જ્યુસ આપશે. ઉપરાંત એક રોબોટ એવો પણ છે જેમાં તેને કોઈપણ વસ્તુ અંગે પ્રશ્ન પુછતાં તેનો જવાબ આપશે. રોબોટ લોકોને ગાઈડ (Robotic Cafe in Ahmedabad) પણ કરશે.

આ પણ વાંચોઃ જાણો કઈ રીતે સોલાર પેનલની કાર્યક્ષમતા વધારવાની સાથે એક રોબોટ બચાવશે લાખો લીટર પાણી

ઓનલાઈન કાર્ડ બેલેન્સ થશે

આ કેસમાં ઓટોમેટિક ગેલકો સમોસા ચા કોફી અને પાણીપુરીનું મશીન પર લગાવવામાં આવ્યું છે. કેફે કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે. જે કાર્ડ ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. મશીન પાસે સ્કેન કરવાથી અથવા વાત કરાવીને કોઈના ઉપયોગથી સમોસા ભેળ પાણીપુરી મેળવી શકાય છે. પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઇના સંપર્ક (Robotic Cafe in Ahmedabad) વગર સેન્સર દ્વારા મળશે.

આ કેફેમાં માત્ર બે વ્યક્તિઓ કિચનમાં કામ કરશે
આ કેફેમાં માત્ર બે વ્યક્તિઓ કિચનમાં કામ કરશે

કોરોનાકાળમાં કોન્ટેક્ટ લેસ સર્વિસિસ લોકોને પસંદ છે

કેફે માલિક આકાશ ગજ્જરે જણાવ્યું હતું કે કોરોના બાદ લોકો વધુ હાઇજેનિક થયા છે. લોકોને કોન્ટેક્ટ લેસ રહેવાનું વધુ પસંદ છે. જેથી લોકોની પસંદને ધ્યાનમાં રાખીને રોબોટિક કૅફે શરૂ કર્યું છે .જેમાં તમામ વસ્તુઓ રોબોટ દ્વારા થઈ શકશે. આ કેફેમાં માત્ર બે વ્યક્તિઓ કિચનમાં કામ કરશે તે સિવાય મેનેજમેન્ટ દ્વારા થશે. કેટલીક વસ્તુઓ રોબોટ આપી શકશે તો કેટલીક વસ્તુઓ ઓટોમેટિક મશીનથી જ મેળવવાની રહેશે. આ પ્રકારના ટેકનોલોજીના (Made in India robots )ઉપયોગથી પ્રથમ વખત એવું કૅફે શરૂ (Robotic Cafe in Ahmedabad) કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.