ETV Bharat / city

Rising petrol and diesel prices : અમદાવાદીઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લઇને રોષનો માહોલ

author img

By

Published : Jul 15, 2021, 4:30 PM IST

ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ( Rising petrol and diesel prices ) થતો જઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સદીની નજીક આવી ગયા છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 35 પૈસાનો અને ડીઝલમાં 15 પૈસાનો વધારો થયો છે.

Rising petrol and diesel prices : અમદાવાદીઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લઇને રોષનો માહોલ
Rising petrol and diesel prices : અમદાવાદીઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લઇને રોષનો માહોલ

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો
  • પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયાના નજીક પહોંચ્યાં
  • Rising petrol and diesel prices થી સામાન્ય નાગરિકોમાં જોવા મળ્યો રોષ


અમદાવાદ: ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ( Rising petrol and diesel prices ) થતો જઈ રહ્યો છે જેના કારણે સામાન્ય જનતામાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કોવિડ19 ના લીધે રાજ્યોમાં લોકડાઉનમાં બાદ જૂનમાં ઇંધણની માગમાં ઉછાળો નોંધાયો છે. આથી પેટ્રોલનું વેચાણ મહામારીથી પહેલાના સ્તરની નજીક આવીને 90 ટકા પર પહોંચી ગયું હતું. સરકારી પેટ્રોલિયમ કંપનીઓના આંકડા પ્રમાણે પેટ્રોલના વાર્ષિક વેચાણના આધાર પર જૂનમાં 5.5 ટકા વધીને 21.2 ટકા ટન પર પહોંચી ગયું છે જૂની 2021માં પેટ્રોલનું વેચાણ આ વર્ષના મે મહિનાની સરખામણીમાં 29.35 ટકા વધી રહ્યું છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સદીની નજીક આવી ગયા છે
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોમાં રોષનો માહોલ પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવને લઈ ( Rising petrol and diesel prices )સામાન્ય નાગરિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે સરકાર વિકાસના કામો પાછળ કરોડો રૂપિયા વેફડી રહી છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવી જોઈએ જેનાથી દૂધ શાક અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ( Rising petrol and diesel prices ) થવાથી તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધી રહ્યા છે. જેનું કારણ એક જ છે કે તમામ વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન પેટ્રોલ અને ડીઝલ પર રહેલું છે. તો સરકારે આ બાબતે યોગ્ય નિણર્ય કરવો જોઈએ છે.

આ પણ વાંચોઃ આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો

આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઇલના ભાવ સતત ગગડી રહ્યાં છે - નાગરિક

કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા એક્સાઇઝ વધારો ઝીંકીને સામાન્ય મધ્યમ વર્ગ પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરી બેફામ નફાખોરી કરી રહી છે દેશમાં પેટ્રોલ-ડીઝલના છેલ્લા 13 વર્ષમાં સૌથી ઊંચા ભાવ ( Rising petrol and diesel prices ) જોવા મળી રહ્યા છે. છેલ્લા સાત વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા 1.20 પ્રતિ લિટરે (મે 2014) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂપિયા 32.98 કરી દીધી છે.. એટલે કે પ્રતિલીટર રૂપિયા 23.78 અથવા તો 258 ટકાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યૂટી પ્રતિલીટર રૂપિયા 3.46 થી વધારીને અત્યારે પ્રતિલીટર રૂપિયા 31.83 કરી દીધી છે એટલે કે પ્રતિ લિટર રૂ 28.37 અથવા તો 820 ટકા વધારો કરવામાં આવ્યો છે. આ સ્થિતિ ત્યારે જ છે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ 60 અમેરિકી ડોલર થયા છે.. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ 8381.96 કરોડ અને ડીઝલ પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી મંદી, મોંઘવારી અને મહામારીમાં જનતાની મુશ્કેલી વધારી હોવાનો નાગરિકોએ આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની ભાજપા સરકાર પેટ્રોલ-ડીઝલમાં 25 ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવી હોવાથી પ્રજા મોંઘવારીના ( Rising petrol and diesel prices ) મારથી હાલ પરેશાન જોવા મળી રહી છે.

ક્યાં શહેરોમાં કેટલો પેટ્રોલ અને ડીઝલનો ભાવ

શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 98.39 96.82
રાજકોટ 98.08 96.55
સુરત 98.37 96.85
ગાંધીનગર 98.50 96.95
વડોદરા 97.69 96.32
ભાવનગર 99.93 98.38


આ પણ વાંચોઃ Rahul Taunt On Modi Govt: મહેંગાઈ કા વિકાસ જારી, 'અચ્છે દિન' દેશ પે ભારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.