ETV Bharat / city

અમદાવાદ: 15 નવેમ્બરથી સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરાશે, ઉત્તરાયણ સુધી પૂર્ણ થશે કામગીરી

author img

By

Published : Nov 12, 2021, 5:33 PM IST

1960માં નિર્માણ પામેલા સરદાર બ્રિજ (sardar bridge ahmedabad)નું સમારકામ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે, જે 2 મહિના સુધી ચાલશે. ઉત્તરાયણ(Uttarayan) સુધી ચાલનારા આ સમારકામ (Repairing)ના કારણે પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા વારાફરથી બંધ કરાશે.

અમદાવાદ: 15 નવેમ્બરથી સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરાશે
અમદાવાદ: 15 નવેમ્બરથી સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરાશે

  • જમાલપુરના સરદાર બ્રિજનું સમારકાર કરાશે
  • 15 નવેમ્બરથી 2 મહિના સુધી ચાલશે કામગીરી
  • વારાફરથી બંને તરફના રોડ કરાશે બંધ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (ahmedabad municipal corporation) જમાલપુરના સરદાર બ્રિજ (sardar bridge jamalpur)નું સમારકામ શરૂ કરશે. તેથી 15 નવેમ્બરથી 2 મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે. બ્રિજના એક્સપાન્સન જોઇન્ટ અને ડેમેજ રોડનું સમારકાર (road repairing) કરવામાં આવશે. ઉત્તરાયણ સુધીમાં કામગીરી પુરી કરવામાં આવશે.

બ્રિજનું બાંધકામ 1966ની આસપાસનું

જમાલપુરના સરદાર બ્રિજનું નિર્માણ 1960માં થયું હતું, જ્યારે બીજી તરફનો બ્રિજ 2004ની આસપાસ બન્યો હતો. સામાન્ય રીતે દરેક બ્રિજના એક્સપાન્સન જોઈન્ટના સમારકામ 10 વર્ષે કરવાની જરૂર પડતી હોય છે. અગાઉ નહેરુ બ્રિજ અને ચામુંડા બ્રિજના એક્સપાન્સન જોઇન્ટનું સમારકામ કરવામાં આવ્યું હતું.

ઉત્તરાયણ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે

મનપા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ઈજનેર અધિકારી જીગ્નેશ પટેલનું કહેવું છે કે, આવતીકાલથી 15 નવેમ્બરથી બ્રિજનું સમારકામ શરૂ કરાશે અને ઉત્તરાયણ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.

સરદાર બ્રિજ પછી એલિસ બ્રિજનું સમારકામ હાથ ધરાશે

ઈજનેર અધિકારીએ Etv ભારતને જણાવ્યું હતું કે, હાલ સરદાર બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ એલિસ બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે નદી ઉપરના અન્ય બ્રિજની સરખામણીએ સરદાર બ્રિજના રોડની સ્થિતિ વધુ ઉબડ-ખાબડ છે. અગાઉ રોડ ઉપર પેચવર્કના નામે મરાયેલા થીગડાને કારણે વાહનમાં જર્ક લાગે છે. એક્સપાન્સન જોઈન્ટ સાથે રોડનું પણ સમારકામ કરાશે.

આ પણ વાંચો: RTE માં ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે વધુ 3 વાલીઓ સામે કાર્યવાહી DEO કરશે

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં કોરોનાની ભીતિ વચ્ચે સફાળું જાગ્યું તંત્ર, શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ બાદ પ્રવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.