ETV Bharat / city

Recruitment of TRB : ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનની જગ્યા માટે 18,000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

author img

By

Published : Apr 18, 2022, 11:33 AM IST

Recruitment of TRB : ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનની જગ્યા માટે 18,000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
Recruitment of TRB : ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનની જગ્યા માટે 18,000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનોની ભરતીને (Recruitment of TRB) લઈને જાહેરાત કરવામાં આવી છે. ભરતીને લઈને ટ્રાફિક 23 એપ્રિલથી ભરતી અંગેની પ્રક્રિયા (TRB Recruitment Process) શરૂ કરવામાં આવશે.જેમાં 9 પાસથી વધારે ભણેલા લોકો અરજી કરી શકે છે.

અમદાવાદ : રાજ્યમાં ટ્રાફિક પોલીસને મદદ મળી રહે તે માટે 700 ટ્રાફિક બ્રિગેડની ભરતીને (Recruitment of TRB) લઈને જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 700 TRB જવાનોને ગેરશિસ્ત, ગેરરીતિ બદલ છુટા કરવામાં આવ્યા હતા. જે બાદ હવે એક સાથે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 9 પાસથી વધારે ભણેલા લોકો અરજી કરી શકે છે. જેમાં અત્યાર સુધી 18000 જેટલા ઉમેદવારોએ (TRB Candidates) ફોર્મ ભર્યા છે.

ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનની ભરતી કરાશે

આ પણ વાંચો : Cyber Crime Ahmedabad: લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેનની ટ્વીટનો એડિટ કરેલો સ્ક્રીનશોટ વાયરલ કરવો યુવકને ભારે પડ્યો

ભરતી અંગેની પ્રક્રિયા - ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. 23 એપ્રિલથી ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા (TRB physical examination) લેવામાં આવશે. જે પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલ અપની પરીક્ષા લેવામાં આવશે. બાદમાં લેખિત પરીક્ષા (TRB written exam) યોજાશે સાથે ગેરરીતિ તેમજ ગેરશિસ્ત રોકવા માટે આ વખતે પરીક્ષા બાદ ફાઇનલ થયેલ TRB જવાનોને ટ્રેનિંગ (Training of TRB personnel) આપવામાં આવશે.

આ પણ વાંચો : Indian Army Recruitment In Gujarat: આખરે ક્યારે થશે ગુજરાતમાં આર્મી માટેની ભરતી? સુરતના યુવાનોએ ઠાલવી હૈયાવરાળ

ભ્રષ્ટાચાર અટકશે કે કેમ - જેમાં ડીસીપ્લીન, નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ (TRB Recruitment Process) આપવામાં આવશે. આ ભરતી થયેલા ઉમેદવારીને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે. ત્યારે નવી ભરતીમા સિલેક્ટ થનાર જવાનને માસિક 8000 રૂપિયા વેતન આપવામાં આવશે. આટલા ઓછા વેતનથી TRB જવાના ભ્રષ્ટાચારના (TRB Recruitment Process) માર્ગે જઈ શકે છે. ત્યારે નવી ભરતીથી ટ્રાફિક પોલીસમાં થતો ભ્રષ્ટાચાર અટકશે કેમ તે પણ એક મોટો સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.