ETV Bharat / city

Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict : પ્રથમ કોલ નારોલ બ્લાસ્ટનો મળ્યો પછી સતત બ્લાસ્ટના ફોન આવ્યાં

author img

By

Published : Feb 8, 2022, 7:17 PM IST

2008માં અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસમાં જોડાયેલા અધિકારીઓમાં એક હતાં અભય ચૂડાસમા. તેઓએ કેસના ચૂકાદા સંદર્ભે ઈટીવી ભારત સમક્ષ પ્રતિક્રિયા (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict) વ્યક્ત કરી હતી.

Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict : પ્રથમ કોલ નારોલ બ્લાસ્ટનો મળ્યો પછી સતત બ્લાસ્ટના ફોન આવ્યાં
Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict : પ્રથમ કોલ નારોલ બ્લાસ્ટનો મળ્યો પછી સતત બ્લાસ્ટના ફોન આવ્યાં

ગાંધીનગર : અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી (Abhay Chudasama then DCP Ahmedabad Crime Branch ) અને હાલમાં ગાંધીનગર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા અભય ચૂડાસમાએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) હતું કે પ્રથમ કોલ નારોલનો હતો કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને સતત એક પછી એક અનેક વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી. ત્યારે આ પરિસ્થિતિ અમારા માટે ખૂબ જ ખરાબ હતી.

2008માં અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસમાં જોડાયેલા અધિકારીઓમાં એક હતાં અભય ચૂડાસમા

નારોલના કોલ બાદ સતત ફોન રણકતા રહ્યાં

અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી (Abhay Chudasama then DCP Ahmedabad Crime Branch ) અને હાલમાં ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમાએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) અમદાવાદમાં જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે એક સાથે 20 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં અને અમદાવાદ શહેરમાં અફરાતફરીનો માહોલ હતો. ટ્રાફિકજામની પરિસ્થિતિ હતી અને પ્રથમ કોલ નારોલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનો આવ્યો હતો અને અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા હતાં. ત્યાં પહોંચ્યા બાદ જે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો તે સાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ ખુલ્લી જગ્યા હોવાના કારણે લોકોને વધુ ઈન્જરી થઈ ન હતી. પરંતુ ત્યારબાદ ખાડિયા, બાપુનગર, મણિનગર, સિવિલ આ તમામ જગ્યા ઉપરથી બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના ફોન આવવાના શરૂ થયાં અને આ તમામ જગ્યા ઉપર જે બોમ્બ બ્લાસ્ટ થયાં હતાં ત્યાં પરિસ્થિતિ વધુ કથળી હતી અને આ તમામ જગ્યાની અમે મુલાકાત લીધી હતી. ત્યારે પરિસ્થિતિ જોવાય તેવી ન હતી.

કઈ રીતે તપાસ શરૂ થઈ

તપાસ બાબતે અભય ચુડાસમાએ (Abhay Chudasama the then DCP Ahmedabad Crime Branch) જણાવ્યું હતું કે તમામ જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યાં હતાં. લોકોના મૃત્યુ થયા હતાં. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. પરિસ્થિતિ (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) જોવા જેવી ન હતી. પરિસ્થિતિ વધુ કથળી હતી ત્યારે અમે ઇન્વેસ્ટિગેશન શરૂ કરીએ તે પહેલાં જ આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોની અટકાયત અને ધરપકડ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું અને સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ 1993માં મુંબઈમાં જે બ્લાસ્ટ થયા હતાં ત્યાર બાદના સૌથી મોટો સિરિયલ બ્લાસ્ટ અમદાવાદનો હતો. જ્યારે દેશના અલગ અલગ જગ્યા ઉપર પણ બ્લાસ્ટ થઈ ચૂક્યા હતાં ત્યારે અમારે આ કેસ સોલ્વ કરવાની ખૂબ જ મોટી ચૅલેન્જ હતી.

અભય ચૂડાસમા માટે યાદગાર ક્ષણ કઈ ?

યાદગાર ક્ષણ બાબતે અભય ચુડાસમાએ etv ભારત સાથે ખાસ વાતચીતમાં (Abhay Chudasama the then DCP Ahmedabad Crime Branch)જણાવ્યું હતું કે પોલીસ અધિકારીના કેરિયર દરમિયાન આવી ઘટના ખૂબ જ ઓછી બનતી હોય છે. જ્યારે સમગ્ર કાર્યકાળ દરમિયાન ક્યારેક જ બનતી ઘટના હોય છે. જે અમદાવાદના તમામ વિસ્તારો કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તે તમામ જગ્યાઓ પર વિઝિટ કરી હતી. જે લોકોની હાલત જોઈ હતી તે દિવસ ક્યારેય (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) ભૂલી શકું નહીં. જ્યારે અમારી ક્રાઈમ બ્રાન્ચ તત્કાલીન જોઈન્ટ કમિશનર અને હાલના ડીજીપી આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ મહેનત કરીને અને એક મહિના સુધી અમે ક્રાઈમ બ્રાંચમાં જ અમારું ઘર બનાવી દીધું હતું. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે જ સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું આવતું હતું. જ્યારે ફક્ત કપડાં બદલવા માટે જ અમે ઘરે એક કલાક જેટલા સમય માટે જતાં હતાં. આ ક્ષણો હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

આ પણ વાંચોઃ Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case : 28 નિર્દોષ છૂટ્યાં, 49 દોષિતો કોણ કોણ તે જાણો

અનેક રાજ્યની પોલીસ દ્વારા મદદ કરવામાં આવી

અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય તે પહેલાં સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા ઉપર સિરિયલ બ્લાસ્ટ થયાં હતાં. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જે જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ થયા હતાં. તે બાબતે પણ માહિતી મેળવી હતી. ત્યારે તમામ રાજયોની પોલીસે પણ મદદ કરી હતી જેમાં મહારાષ્ટ્ર પોલીસ, દિલ્હી પોલીસ, રાજસ્થાન પોલીસ, ઉત્તર પ્રદેશ, કેરાલા, કર્ણાટક આમ તમામ પોલીસે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં આરોપીઓને શોધવા માટે મદદ કરી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઓની પણ અમને (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) મદદ મળી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા

પરિવારજનોનો પણ સપોર્ટ પ્રાપ્ત થયો

એક ઈન્વેસ્ટિગેશન ઓફિસર (Abhay Chudasama the then DCP Ahmedabad Crime Branch) તરીકે અભય ચૂડાસમાએ etv ભારત સાથે વધુમાં વાતચીત કરતા જણાવ્યું હતું ત્યારે સતત બે મહિના સુધી તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પોતાનું ઘર બનાવી દીધું હતું ત્યારે પરિવારજનો પણ ખૂબ જ સારો સપોર્ટ પ્રાપ્ત થયો હતો. પરિવારજનોને પણ આ ઘટનાની જાણ હતી કે તેઓને એક ખૂબ જ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓએ પણ એક જ લાગણી હતી કે વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓ ઝડપાઈ જાય. જેને કારણે પરિવાર તરફથી પણ કોઇ પણ પ્રકારની (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) ફરિયાદ આવતી ન હતી.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.