ETV Bharat / city

કોરોના કાળમાં ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈન પર ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા

author img

By

Published : Aug 28, 2020, 8:51 AM IST

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે. લાખો લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે અને કરોડો લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. પરંતુ સત્ય એ પણ છે કે, આમ હોવા છતાં બધા જ દેશોમાં અનલોક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કારણ કે, કેટલાક એવા કાર્યો છે જે રોકાઈ શકે તેમ નથી. ત્યારે ભારતની વાત કરવામાં આવે તો ચૂંટણી દેશની સરકાર બનાવવા માટે હોય કે પછી, રાજ્યની સરકાર માટે હોય કે, સ્થાનિક સરકાર માટે પ્રજાનો મત લીધા વિના ચાલે તેમ નથી. ત્યારે આવા સમયે ચૂંટણીઓ કેવી રીતે યોજવી જોઈએ તેને લઈને તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી.

election
કોરોનાના સંક્રમણ કાળમાં ચૂંટણીઓ યોજવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈનને લઈને ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે. ત્યારે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ કેવી રીતે યોજવી જોઈએ તેને લઈને તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી.

કોરોનાના સંક્રમણ કાળમાં ચૂંટણીઓ યોજવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈનને લઈને ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા
આ ગાઈડલાઈન મુજબ સૌપ્રથમ તો ઉમેદવાર ઓનલાઇન પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. જો તે ફિઝિકલ ફોર્મ ભરવા માંગતો હોય તો તેની સાથે વધુમાં વધુ બે જ સભ્યો જઈ શકશે. આજકાલ તમામ પ્રકારના ચૂંટણી પ્રચાર સોશિયલ મીડિયા થ્રુ થઈ ગયા છે. પરંતુ તેમ છતાં જો નેતાએ ઘેર-ઘેર જઈને પ્રચાર કરવા માંગતા હોય તો વધુમાં વધુ પાંચ લોકો તેની સાથે જોડાઇ શકશે. રોડ શોમાં પાંચ વાહનો કરતાં વધુ વાહનોની પરવાનગી નથી. મતદારોને મતદાન સમયે હાથ મોંજા આપવામાં આવશે. કોરોનાગ્રસ્ત વોટર માટે મતદાનનો છેલ્લો એક કલાક રાખવામાં આવશે. વર્ચ્યુઅલ રેલી માટે કોઈપણ દિશાનિર્દેશ નથી. કારણ કે તેમાં સીધો સંપર્ક આવવાનો નથી. 80 વર્ષ ઉપરના હોય તેમને પોસ્ટલ બેલેટનો વિકલ્પ આપવામાં આવશે. ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ માટે ચૂંટણી અધિકારીઓને અને માસ્ક અને ફેસશીલ્ડ આપવામાં આવશે. મતદારોને સ્ક્રિનિંગ કર્યા બાદ જ મત આપવા માટે મતદાન કેન્દ્રોમાં એન્ટ્રી આપવામાં આવશે. આ ઉપરાંત જે તે મતદાન કેન્દ્રો ઉપર સેનેટાઈઝર, સાબુ અને પાણી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય તે મુદ્દે પણ ધ્યાન આપવામાં આવશે. જોકે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કોરોના વાઇરસમાં હોસ્પિટલ મેનેજમેન્ટ કરી શકી નથી. ત્યારે આટલી મોટી ચૂંટણીનું મેનેજમેન્ટ કેવી રીતે કરશે ? આ એક કુદરતી આપત્તિ છે, તો ચૂંટણીઓ અત્યારે મોકૂફ રાખી શકાય છે. તેનાથી કોંગ્રેસને કોઈ તકલીફ નથી.જ્યારે ભાજપ તરફથી બોલતા પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્રીય ચૂંટણીપંચની ગાઇડલાઇનનો આદર કરે છે અને ગાઈડલાઈન સાથે ગમે ત્યારે ચૂંટણી યોજાય તે ચૂંટણી જંગમાં ઝંપલાવવા તૈયાર છે. ભાજપ પોતાની દરેક ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણી સમયે પણ આ કાયદાનું પાલન કરશે અને વિજયી બનશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.