ETV Bharat / city

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન કોરોના પોઝિટિવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા

author img

By

Published : Nov 14, 2020, 5:42 PM IST

Updated : Nov 15, 2020, 12:33 PM IST

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ નરહરિ અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના પ્રથમિક લક્ષણો જણાતા તેમણે આગમચેતી રૂપે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા ડોક્ટરોની સલાહ પર તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળી ને બન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દી થી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી.

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન
રાજ્યસભા સાંસદ નરહરિ અમીન

  • રાજ્યસભા સાંસદ નરહરિ અમીન કોરોના પોઝિટિવ
  • કોરોનાના લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
  • અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં દાખલ

અમદાવાદઃ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણમાં સામાન્ય નાગરિકની સાથે સાથે કેટલાક રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને રાજ્યસભા સાંસદ નરહરિ અમીનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ડોક્ટરોની સલાહ પર તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નરહરિ અમીનના ખબર અંતર પૂછ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળી ને બન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દી થી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત દેશના ગૃહપ્રધાન અમિતભાઇ શાહે પણ બન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા.

ભાજપના વિજયોત્સવમાં રહ્યા હતા હજાર

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની પેટા ચૂંટણીની 8 બેઠકો પર ભાજપના વિજય ઉત્સવમાં પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતે તેઓ સામેલ થયા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા યુ.એન. મેહતામાં લઇ ચુક્યા છે કોરોનાનાની સારવાર

અગાઉ યુ.એન. મહેતા હોસ્પિટલમાં જ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોનાની સારવાર લઇ ચૂક્યા છે. હવે નરહરિ અમીનને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નરહરિ અમીને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે, તેમની તબિયત સ્થિર છે.

સંપર્કમાં આવેલાને આઇસોલેટ થવા કરી અપીલ

આ સાથે જ નરહરિ અમીને જે પણ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને આઇસોલેટ થવા અને તપાસ કરાવવા જણાવ્યું હતું.

Last Updated : Nov 15, 2020, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.