ETV Bharat / city

Rajasthan Minister Prasadilal Meena in Ahmedabad: હું પોતાનાઓની વચ્ચે રાજસ્થાનમાં રોકાણનું આમંત્રણ લઈને આવ્યો છું

author img

By

Published : Dec 9, 2021, 9:43 AM IST

Updated : Dec 9, 2021, 10:15 AM IST

રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન ઇન્વેસ્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી જાન્યુઆરી મહિનામાં રાજસ્થાન ઈન્વેસ્ટમેન્ટ સમિટ (Rajasthan investment summit) યોજાશે. આ માટે રાજસ્થાન સરકાર અને તેમના પ્રધાનો દ્વારા દેશ અને વિદેશમાં રોડ શો અને પ્રોગ્રામ કરીને મૂડીરોકાણ માટે MOU( મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) અને LOI(લેટર ઓફ ઇન્ટેન્ટ) સાઈન કરવામાં આવી રહ્યા છે. જે ઉપલક્ષમાં રાજસ્થાનના આરોગ્ય અને એક્સાઈઝ પ્રધાન પ્રસાદીલાલ મીણા અમદાવાદ (Rajasthan Minister Prasadila Meena in Ahmedabad ) આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમને એક જ દિવસમાં અમદાવાદમાંથી 1.05 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ (Rajasthanis in Gujarat) મળ્યા છે. તેમણે આ મુદ્દે ETV Bharat સાથે વધુ વાતચીત કરી હતી.

Rajasthan Minister Prasadilal Meena in Ahmedabad: હું પોતાનાઓની વચ્ચે રાજસ્થાનમાં રોકાણનું આમંત્રણ લઈને આવ્યો છું
Rajasthan Minister Prasadilal Meena in Ahmedabad: હું પોતાનાઓની વચ્ચે રાજસ્થાનમાં રોકાણનું આમંત્રણ લઈને આવ્યો છું

  • 24 અને 25 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટ
  • ગુજરાતમાંથી 1.05 લાખ કરોડના રોકાણના કમિટમેન્ટસ
  • ભાજપ પૈસાના જોરે સરકાર બનાવે છે: પ્રસાદીલાલ મીણા

અમદાવાદઃ એકતરફ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટેનો ગુજરાત સરકારના મહાઉદ્યમ એવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને લઇને અનેક ગતિવિધિઓ પૂરજોરમાં ચાલી રહી છે. ત્યાં રાજસ્થાન સરકાર તરફથી ગુજરાતમાં રહેતાં રાજસ્થાનીઓ (Rajasthanis in Gujarat) પાસેથી પોતાના ગૃહરાજ્યમાં રોકાણ કરાવવાના ઉદ્દેશ (Rajasthan investment summit) સાથે રાજસ્થાનના આરોગ્ય અને એક્સાઇઝ પ્રધાન પ્રસાદીલાલ મીણા અમદાવાદ (Rajasthan Minister Prasadila Meena in Ahmedabad) આવ્યાં હતાં. સમગ્ર મુદ્દાને લઇને ETV Bharat દ્વારા તેમની સાથે વિગતે વાત કરવામાં આવી હતી.

Rajasthan Minister Prasadilal Meena in Ahmedabad: હું પોતાનાઓની વચ્ચે રાજસ્થાનમાં રોકાણનું આમંત્રણ લઈને આવ્યો છું

પ્રશ્નઃ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ક્યારે યોજાશે અને અત્યાર સુધીમાં કેટલા કરોડના MOU થયા છે?

ઉત્તરઃ આગામી 24 અને 25 જાન્યુઆરીએ રાજસ્થાન ઈન્વેસ્ટમેન્ટ સમિટ (Rajasthan investment summit) યોજાશે. તે માટે દેશમાંથી દરેક રોકાણકારો રાજસ્થાન સરકાર આમંત્રણ છે. અમે ઇચ્છીએ છીએ કે, રોકાણકારો રાજસ્થાનમાં આવીને ઇન્વેસ્ટ કરે. રાજસ્થાન સરકારના પ્રધાનો દ્વારા ગુજરાત, (Rajasthanis in Gujarat) દુબઈ, મુંબઈ, દિલ્હી તમામ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ઇન્ડસ્ટ્રી રાજસ્થાનમાં આવે અને રોજગારીની તકો વધે તે માટે રાજસ્થાન સરકાર વિચારી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડથી વધુના MOU થઈ ચૂક્યા છે.

પ્રશ્નઃ ગુજરાતમાંથી કયા-કયા સેકટરમાં કુલ કેટલા કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટસ થયા છે?

ઉત્તરઃ ગુજરાતમાંથી કુલ 1.05 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ થયા છે. જેમાં ખાસ કરીને સોલાર પાવર સેક્ટરમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ થવાના કમિટમેન્ટ થયા છે.

પ્રશ્નઃ રાજસ્થાનમાં સોલાર એનર્જી ઉત્પાદનની શક્યતા વધુ છે ? આ ક્ષેત્રે રોકાણ કરવા માગતા ઇન્વેસ્ટરોને સરકાર કેવી રીતે મદદ કરશે ?

ઉત્તરઃ 100 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ કરનારને રાજસ્થાન સરકાર કસ્ટમાઇઝ પેકેજ આપશે. 500 કરોડ, 1000 જેવા ઇન્વેસ્ટમેન્ટ માટે કસ્ટમાઇઝ પેકેજનો સમાવેશ થાય છે. તે અંતર્ગત તેમને નક્કી કરેલા વધુ લાભ આપવામાં આવશે.

પ્રશ્નઃ રોકાણને લગતા અમલદારશાહીના નિયમોનું સરળીકરણ કરાયું છે કે કેમ?

ઉત્તરઃ રોકાણકારોને સરળતા માટે વન ડોર અને એક જ છત નીચે 14 વિભાગના અધિકારીઓ કાર્ય કરશે. તેમાં પણ મંજૂરી અને સમસ્યાના ઉકેલ માટે ટાઈમ લિમિટ નક્કી કરાઈ છે.

પ્રશ્નઃ ગુજરાતમાં રાજસ્થાન કમ્યુનિટીના (Rajasthanis in Gujarat) લોકો વધુ છે, તેમને રોકાણ માટે કેવી રીતે આકર્ષશો ?

ઉત્તરઃ ગુજરાત અને રાજસ્થાનના લોકો એક બીજા રાજ્યમાં આવીને ધંધો કરે છે, તેમ જ રહેવાનું પસંદ કરે છે. હું અહીંયા પોતાનાઓની વચ્ચે (Rajasthanis in Gujarat) રાજસ્થાનમાં રોકાણ કરવા (Rajasthan investment summit) પ્રોત્સાહિત કરવા આવ્યો છું. આગામી સમિટ માટે હું અહીંના અને રાજસ્થાન મૂળના લોકોને રાજસ્થાનમાં રોકાણ માટે આમંત્રણ આપું છું.

પ્રશ્નઃ રાજસ્થાનમાં ટુરિઝમ અને હોટેલ ક્ષેત્રે રોકાણની વિશાળ તકો છે. તેના પ્રોત્સાહન માટે શું આયોજન છે?

ઉત્તરઃ રાજસ્થાન પર્યટન ક્ષેત્રે તો આગળ છે જ, પરંતુ ભીલવાડા બાલોતરા વગેરે ક્ષેત્રો ટેક્સટાઇલમાં પણ આગળ છે. દરેક ક્ષેત્રમાં નિવેશની જરૂર હોય છે.

પ્રશ્નઃ ઓમીક્રોન વાઇરસને લઈને રાજસ્થાન સરકાર કેટલી સજાગ છે ?

ઉત્તરઃ સાઉથ આફ્રિકાથી આવેલા વ્યક્તિઓમાં કોરોનાનો ઓમીક્રોન વેરિએન્ટ (Omicron Variant in Rajasthan) મળ્યો હતો, પરંતુ તે ખતરનાક નથી. તેનાથી મૃત્યુ થતાં નથી. રાજસ્થાનમાં વેક્સિનેશન વધુ છે કોવિડને લગતા નિયમોમાં ઢીલ અપાઈ નથી. બહારથી આવતા લોકોનું સતત ટ્રેસિંગ થઈ રહ્યું છે.

પ્રશ્નઃ ઉદ્યોગોને માટે રાજસ્થાનમાં કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે ?

ઉત્તરઃ ઉદ્યોગોને વીજળી, પાણી અને રસ્તાની સુવિધા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

પ્રશ્નઃ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ક્યાં જુઓ છો ?

ઉત્તરઃ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતવાની જ હતી. પરંતુ ભાજપે તે સમયે સામ-દામ-દંડ-ભેદ વાપરીને કોંગ્રેસને હરાવી હતી. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Elections 2022) કોંગ્રેસ જીતશે જ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા (Gujarat incharge Raghu Sharma) સારી મહેનત કરી રહ્યાં છે. જે ભૂલો પાછળના વર્ષોમાં થઈ હતી, તેને સુધારવામાં આવશે. વર્તમાન ભાજપ સરકારે વારંવાર મુખ્યપ્રધાન બદલ્યાં છે. ગુજરાતમાં લો અને ઓર્ડરની સ્થિતિ બરાબર નથી. લોકોનો વિશ્વાસ ભાજપ પરથી ઊઠી રહ્યો છે.

આ પણ વાંચોઃ Rajasthan Investment Summit: રાજસ્થાનને ગુજરાતમાંથી મળ્યા 1 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ

આ પણ વાંચોઃ INS Vasura Jamnagar Naval recruitment : યુપી-રાજસ્થાનના 8 ઈસમોએ ડમી સર્ટિ રજૂ કરતા ફરિયાદ નોધાઇ

Last Updated :Dec 9, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.