ETV Bharat / city

Railway Year Ender 2021: વર્ષ દરમિયાન રેલવે સાથે જોડાયેલી હતી આ મોટી ઘટનાઓ, જાણો એક ક્લિક પર...

author img

By

Published : Dec 25, 2021, 4:29 PM IST

Updated : Dec 25, 2021, 4:49 PM IST

2020ની જેમ 2021નું વર્ષ પણ સંપૂર્ણ રીતે કોરોનાથી પ્રભાવિત રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા રેલવે વિકાસના સમાચારોની સાથે કોરોનાને લઇને વધુ ચર્ચામાં રહી છે. વર્ષ 2021 સાથે સંકળાયેલ રેલવેની કેટલીક મહત્વની ઘટનાઓ (Railway Year Ender 2021) પર નજર નાખીએ...

Railway Year Ender 2021: રેલવે સાથે સંકળાયેલ મહત્વના સમાચાર
Railway Year Ender 2021: રેલવે સાથે સંકળાયેલ મહત્વના સમાચાર

1. કેવડિયા જતી ટ્રેનોને વડાપ્રધાને દેખાડી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશભરમાંથી કનેક્ટિવિટી પૂરી પાડવા કેવડીયા જતી નવી ટ્રેનકની શરૂઆત વડાપ્રધાનના હસ્તે કરાઇ હતી. જેમાં અમદાવાદ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને વડોદરાથી ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેવડીયાના આધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. સાથે જ ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ફેઝ-2ના કાર્યને શરૂ કરાવ્યું હતું. Click Here

2. પશ્ચિમ રેલવેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવી

2020ની જેમ જ 2021નું વર્ષ પણ કોરોનાગ્રસ્ત રહ્યું હતું. માર્ચ મહિનામાં આવેલી કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ઓક્સિજનની મોટાપાયે અછત ઊભી કરી અને લાખો લોકો મોતને ભેટ્યા. આ સમયે પશ્ચિમ રેલવે (Railway Year Ender 2021) દ્વારા ગુજરાત શહીત એવા રાજ્યો કે જ્યાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા હતા. ત્યાંથી દેશના અન્ય ભાગોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તેના થકી 09 હજાર ટન જેટલા ઓક્સિજનનું પરિવહન કરાયું હતું. Click here

3. આધુનિક ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન

102 કરોડના ખર્ચે બનેલ આધુનિક ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ 790 કરોડના ખર્ચે રેલવે ટ્રેક ઉપર 318 રૂમ ધરાવતી દેશની ફાઇવસ્ટાર હોટેલ લીલાનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું હતુ. Click here

4. પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભારત અને જાપાન વચ્ચે કરાર થયા છે, પરંતુ જમીન સંપાદન અને ટેકનોલોજીને લઈને હજી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે રેલવેના વિવિધ પ્રોજેક્ટસના શુભારંભ વખતે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026માં સૌ પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે. Click here

5.દિવાળીના તહેવારોમાં અમદાવાદ રેલવે મંડળના ટિકિટ ચેકીંગ સ્ટાફે 3.19 કરોડની આવક પ્રાપ્ત કરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ(Western Railway Of Ahmedabad) મંડળના કોમર્શિયલ વિભાગના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નવેમ્બર 2021માં 3.19 કરોડ રૂપિયાની દંડ પેટે આવક મેળવાઈ. Click here

6. લાંબા સમયબાદ પશ્ચિમ રેલવેએ રેગ્યુલર ટ્રેન શરૂ કરી, ભાડા પૂર્વવત કરાયા

લગભગ દોઢ વર્ષ જેટલા કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે એ જરીરીયાત પ્રમાણે સ્પેશિયલ ટ્રેન દોડાવી છે. જેમાં 20 ટકાનો ભાડા વધારો હતો. આ ટ્રેનોની આગળ ઝીરો નંબર લાગતો, પરંતુ રેલવેએ રેગ્યુલર ટ્રેન સેવાઓ શરૂ કરતાં તેની આગળ એક નંબર લાગે છે. આ સાથે જ કોરોના કાળમાં ભાડામાં કરાયેલ 20% નો વધારો પણ પરત ખેંચાયો છે. અમદાવાદ સ્ટેશનથી 85 રેગ્યુલર ટ્રેન સેવાઓ શરૂ કરાઇ છે. Click here

7. ટ્રેન ભાડે લો અને ધંધો કરો

મહત્વના પર્યટન સ્થળોને જોડતી 'ભારત ગૌરવ ટ્રેન' (Bharat Gaurav Train) શરૂ કરવામાં આવશે. ભુજ, વડનગર, ગાંધીનગર તેમજ અમદાવાદ સહિતના પર્યટન સ્થળોને દેશના અન્ય સ્થળો સાથે જોડીને ભારત ગૌરવ ટ્રેન ચલાવી શકાય છે. ટૂર ઑપરેટરો 2 વર્ષ માટે ટ્રેન લીઝ (train on lease in india) પર લઈ શકશે. રેલવે દ્વારા આ પ્રકારની 150 ટ્રેનો ચલાવવાની યોજના છે. Click here

8. પ્લેટફોર્મ ટિકિટના દર 50 રૂપિયાથી ઘટાડી પૂર્વવત કરાયા

કોરોનાની બીજી લહેર દરમિયાન રેલ્વે પ્લેટફોર્મ પર બિન જરૂરી ભીડ થતી રોકવા માટે રેલવે ટિકિટ (Railway platform ticket)ના ભાવ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કર્યા હતા. જેને ઘટાડીને ફરી પૂર્વવત કરાયા હતા. Click here

આ પણ વાંચો: Political Year Ender 2021: ભારતનું રાજકારણ રોડથી સંસદ સુધી ચૂંટણીની આસપાસ ફરતું હતું

આ પણ વાંચો: Bjp Year Ender 2021: ભાજપના વર્ષભરના મહત્વના સમાચારો

Last Updated : Dec 25, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.