ETV Bharat / city

અમદાવાદમાં BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો કરાઈ સિલ

author img

By

Published : Jun 3, 2021, 7:01 PM IST

અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ, 12 જેટલી સ્કૂલને સિલ મારી દીધી છે.

Ahmedabad News
Ahmedabad News

  • મનપાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી
  • વગર BUએ ચાલતી શાળાઓ કરાઈ સિલ
  • 500થી વધુ મિલકતો આજે ગુરુવારે કરાઈ સિલ

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ BU પરમિશન વગર ચાલતી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને નાછૂટકે સિલ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. BU લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવા વાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ વિસ્તારમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સિલ કર્યું છે.

ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સિલ કરાઈ

પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે 266 જેટલી દુકાનો ઓફિસ સિલ કરી છે. આરકેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરવામાં આવી છે. અગાઉ પણ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતીનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આરકેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સિલ કરવામાં આવી હતી.

મણિનગર વિસ્તારમાં 27 દુકાનો- ઓફિસ સિલ કરવામાં આવી છે

સોમવારે એસ્ટેટ વિભાગે દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો- ઓફિસ સિલ કરવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સિલ કર્યા હતા.

વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ સિલ

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને નાછૂટકે સિલ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સિલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. BU લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ વિસ્તારમાં આવેલી મારૂતી કોમ્પ્લેક્સ સિલ કર્યું છે.

આ પણ વાંચો : બીયુ પરમિશન ન હોય તો સીલ મારવામાં મનપા ભેદભાવ કરતી હોવાનો વેપારીઓનો આક્ષેપ

સરખેજ ખાતે કુલ 7 યુનિટ સિલ કર્યા

સોમવારે એસ્ટેટ વિભાગે દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો-ઓફિસ સિલ કરવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સિલ કર્યા હતા.

આ પણ વાંચો : AMC અને રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આઇસોલેશન કોચ ધૂળ ખાતા પડ્યા નજરે

આરકેડની 88 ઓફિસ અને દુકાનો સિલ કરવામાં આવી

પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે 266 જેટલી દુકાનો ઓફિસ સિલ કરી છે. આરકેડની 88 ઓફિસ અને દુકાનો સિલ કરવામાં આવી છે. અગાઉ પણ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતીનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સિલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આરકેડની 88 ઓફિસ અને દુકાનો સિલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સિલ કરવામાં આવી હતી. મણિનગર વિસ્તારમાં 27 દુકાનો-ઓફિસ સિલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.