ETV Bharat / city

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તૈયારીઓ શરૂ

author img

By

Published : May 14, 2021, 3:34 PM IST

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની તૈયારીઓ આજે શુક્રવારે અખાત્રીજના દિવસથી વ્રતની પૂજા કરીને મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા અને ટ્રસ્ટીઓની હાજરીમાં રજની પૂજા કરવામાં આવી હતી. આ પૂજાની અંદર ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. રથયાત્રા પૂર્વે 24 જૂને જળ યાત્રા નીકળશે.

144th Rathyatra news
144th Rathyatra news

  • જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારીઓ શરૂ
  • ચંદન પૂજા કરી આજે શુક્રવારથી રથયાત્રા માટેની તમામ તૈયારીઓને અપાશે મંજૂરી
  • જળયાત્રા યોજવી કે નહિ તે મુદ્દે લેવાશે નિર્ણય

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 30મી રથયાત્રા નીકળે તે પહેલા આજે શુક્રવારે પ્રાણીઓ રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું અને અક્ષય તૃતીયા દિવસ છે, ત્યારે આજે ભગવાન જગન્નાથ મંદિરમાં આવેલા ત્રણેય ઐતિહાસિક પ્રાથમિક પૂજા કરવામાં આવે છે. જેને ચંદન પૂજા કહેવામાં આવે છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 રથયાત્રાની તૈયારીઓ શરૂ

આ પણ વાંચો : અડવાણીએ યોજેલી રથયાત્રાનો રામદરબાર આજે પણ જેતપુરમાં છે હયાત

ગૃહ રાજ્ય પ્રધાન પણ આ પૂજામાં જોડાયા

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા અને આજે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજી મંદિરની પૂજા પણ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથનુ પૂજન કરવામાં આવ્યું હતું. જોકે કોરોનાની મહામારી વચ્ચે આ વિધિ સદંતર સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં જ કરવામાં આવી હતી. આ વિધિ બાદ રત્ના સમારકામ શરૂ થતા હોય છે, ત્યારે આ વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે ભક્તોની ગેરહાજરી વરતાતી હતી અને સાથે જ ભક્તો પર માત્ર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત દ્વારા જ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આજે રામમંદિર ભૂમિપૂજનથી વર્ષો જૂનું સપનું સાકારઃ અડવાણી

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે કે કેમ તે પણ એક અસમંજસ

અત્રે મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે ગત વર્ષે પણ રથયાત્રા મંદિર પરિષદમાં નીકળી શકી હતી, ત્યારે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે કે કેમ તે પણ એક અસમંજસ છે. કોરોના મહામારીની હાલ બીજી વેવ ચાલી રહી છે, ત્યારે તેની અસર સત્ર પહેલાં યોજાતી જળયાત્રા પર પણ પડે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. જોકે જળયાત્રા યોજાવાની છે તેને લઈને મંદિરના ટ્રસ્ટીઓ જે તે સમયની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખ્યા બાદ જ નિર્ણય લેશે તેવું તેમનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.