અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસમાં બેઠકના 2 દિવસ પહેલા ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (Rajasthan CM Ashok Gehlot) ગુજરાત કૉંગ્રેસને રાજનીતિનો પાઠ ભણાવવા આવશે. તેવામાં ગુજરાત યૂથ કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતી પોસ્ટ (Post of PM Narendra Modi on Congress Twitter) થતા રાજકારણમાં આંચકો આવી ગયો હતો. જોકે કોંગ્રેસ દાવો કરી રહી છે કે, યૂથ કૉંગ્રેસનું ટ્વિટર હેન્ડલ હેક (Gujarat Youth Congress Twitter Handle Hack) થયું છે.
આ પણ વાંચો-ગુજરાતના આ વિસ્તારને લઈને 'રાજકીય રમત', પક્ષ-વિપક્ષના જૂદા જૂદા સર્વે
કૉંગ્રેસે કર્યા મોદીના વખાણ - સોશિયલ મીડિયા સાઇટ હેક થવાના બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસો અગાઉ ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. ત્યારે હવે ગુજરાત યૂથ કૉંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક (Gujarat Youth Congress Twitter Handle Hack) થયું હોવાના દાવા થઈ રહ્યા છે. કારણ કે, ગુજરાત યૂથ કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર થોડી ક્ષણો માટે (Post of PM Narendra Modi on Congress Twitter) કેન્દ્ર સરકારને સમર્થન આપતી પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં યુથ કોંગ્રેસે PM મોદીના કાર્યોના વખાણ કર્યા હતા
ટ્વિટર હેક થયાનું કૉંગ્રેસનું રટણ - આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, જે કામનું શિલાન્યાસ અમે કરીએ છીએ. તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. #ModiHaiToMumkinHaiના ટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે કેન્દ્ર સરકારની સમર્થન કરતી પોસ્ટ ગુજરાત કૉંગ્રેસમાં ટ્વિટ થતાં કૉંગ્રેસ ખેમામાં હડકંપ મચ્યો હતો. અચાનક કેન્દ્ર સરકાર સમર્થક પોસ્ટથી ચર્ચાઓ તેજ બની હતી. તો ટ્વિટર એકાઉન્ટ હેક (Gujarat Youth Congress Twitter Handle Hack) થયું હોવાનો કૉંગ્રેસ દાવો કરી રહી છે. કોઈ વિઘ્નસંતોષી દ્વારા આ કાર્ય કરાયું હોવાની વાતો થઈ રહી છે.
આ પણ વાંચો- Shaktisinh Question in Parliament : સાબરમતી નદી શુદ્ધિકરણ યોજનાના ગંજાવર ખર્ચ વિશે ન્યાયિક તપાસ થશે?
ભાજપ-કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા - સમગ્ર મામલે ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. કૉંગ્રેસ નેતા હેમાંગ રાવલે (Congress Leader Hemang Raval) કહ્યું હતું કે, ગુજરાત યૂથ કૉંગ્રેસની છબી ખરડાય તેને લઈ ટ્વિટર એકાઉન્ટ હેક (Gujarat Youth Congress Twitter Handle Hack) કરવામાં આવ્યું છે. આગળ જતા અમે આની ગહન તપાસ કરાવીશું. હાલ યૂથ કૉંગ્રેસની એક ટિમ સાયબર ક્રાઈમ ઓફિસે પહોંચીને સમગ્ર ઘટનાની જાણ કરી છે.
કૉંગ્રેસને જનતા ઓળખી ગઈ છે - બીજી તરફ ભાજપ તરફથી યજ્ઞેશ દવે મીડિયા ક્વીનર (BJP media convener Yagnesh Dave) દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે, કૉંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ પ્રથમ દ્રષ્ટીએ હેક (Gujarat Youth Congress Twitter Handle Hack) થયું હોય તેવુ લાગતું નથી. કારણ કે, રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન સતત કૉંગ્રેસ નેતાઓના મતદાનની અપેડટ થતી હતી. તે દરમિયાન હેક ન થઈ શકે. કોઈએ શિડ્યુલ પોસ્ટ કરી હોય તો આવું બની શકે તેવો મત વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો કૉંગ્રેસ કહે છે કે, એકાઉન્ટ હેક થયું છે. તો ટ્વિટર પાસે જઈ ચેક કરાવે. જોકે, કૉંગ્રેસ ખોટા આડકતરી રીતે આરોપ કરવાનું બંધ કરે. ગુજરાતની જનતા કૉંગ્રેસને સારી રીતે ઓળખી ગઈ છે.