ગુજરાતના આ વિસ્તારને લઈને 'રાજકીય રમત', પક્ષ-વિપક્ષના જૂદા જૂદા સર્વે

author img

By

Published : Jul 18, 2022, 7:00 PM IST

દક્ષિણ ગુજરાત રાજી થશેઃ પૂર્ણેશ મોદીએ કૃષિપ્રધાનને વરસાદથી થયેલા નુકસાન અંગે પત્ર લખી સર્વેની માંગ કરી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ(Heavy rains in Gujarat ) વરસી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતંમાં ભારે તારાજી સર્જી છે. વાહન વ્યવહાર કેબિનેટપ્રધાન પૂર્ણેશ મોદીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે નુકસાન (Heavy rains in South Gujarat)થયું તે માટે કૃષિપ્રધાનને પત્ર લખીને ખેડૂતોને આર્થિક સહાય પ્રાપ્ત થાય તે માટેનો પત્ર લખીને સર્વેની માંગ કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના હાલ બે હાલ કરી દીધા છે ત્યારે રાજ્યના વાહન વ્યવહાર કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે વરસાદના (Heavy rains in Gujarat )કારણે જ નુકસાન થયું છે. તે માટે રાજ્યના કૃષિ કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોને આર્થિક સહાય પ્રાપ્ત થાય તે માટેનો પત્ર લખીને સર્વેની માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી છે કે વરસાદ ધીમો થશે ત્યારે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર કાચા પાકા મકાનોને નુકસાની, પશુ નુકસાની અને કેશ ડોલ ઉપરાંત માનવ મૃત્યુની સહાય પણ જાહેરાત કરશે, આ વર્ષે 800 કરોડ રૂપિયાનું પેકેજ જાહેરાત કરે તેવું શક્યતાઓ છે.

ખેડૂતોને આર્થિક સહાયની માંગ

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું - દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાત (Heavy rains in South Gujarat)કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ ગુજરાતના માળીયા, વાલોડ, વલસાડ, ઉમરગામ, ખાંભા, નવસારી, ડાંગ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગણતરીના કલાકમાં જ અનેક ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે મહારાષ્ટ્રના એક કાચો ડેમ તૂટી જવાના કારણે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ભારે પૂર આવ્યું છે. જેનું પાણી અને વરસાદનું પાણી ખેતરમાં જવાથી ખેતરમાં ઊભા થયેલ પાક સંપૂર્ણપણે(Damage to farmers due to heavy rain)ધોવાઈ ગયો છે.

પૂર્ણેશ મોદીએ શું કરી રજૂઆત - રાજ્ય સરકારના માર્ગ અને મકાન વાહન વ્યવહાર કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલને પત્ર લખીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy rains in South Gujarat)તથા કરજણ નદીના ડેમમાંથી પાણી છોડવાના કારણે વિવિધ આદિવાસી વિસ્તારોમાં પુદની પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું જેના પરિણામે હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના કૃષિ અને બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે જેથી તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવી દક્ષિણ ગુજરાતના તાપી વલસાડ સુરત નવસારી નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે પૂર્ણેશ મોદીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાના કારણે કેળાનો પાક સંપૂર્ણપણે નુકસાન પામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય મળે તેવી પણ માંગ કરવામાં આવી છે, આમ ગત વર્ષે જે રીતે જામનગર, રાજકોટ, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેવું જ પેકેજ દક્ષિણ ગુજરાત માટે પણ જાહેર કરવામાં આવે તેવી માંગ પૂર્ણેશ મોદીએ કરી છે.

આ પણ વાંચોઃ Presidential Election 2022: ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યા પછી કહી ચોંકાવનારી વાત

કોંગ્રેસ પણ કરશે સર્વે - દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓને માઠી અસર થઈ છે. ETV Bharat સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વાતચીત કરતા જણાવ્યું હતું કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ બાબતે કોંગ્રેસ પણ આવનારા દિવસોમાં સ્પોર્ટ ઉપર જઈને સર્વે કરવામાં આવશે અને આ સર્વેમાં કેટલા લોકોનું મકાન તૂટ્યું છે કેટલા લોકોના મકાન સંપૂર્ણ શાહી થયા છે સાથે જ ઘરવખરીને કેટલું નુકસાન થયું છે. જ્યારે ખેડૂતોને કઈ રીતના નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક રૂપિયાનું નુકસાન થયું છે. આ તમામ વિગતો સાથેની કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ ઉપર જઈને સર્વે કરશે અને સર્વેનો આંકડો રાજ્ય સરકારને પણ સુપ્રત કરવામાં આવશે. આ સર્વેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ધારાસભ્યો સાંસદ સભ્યો પણ હાજર રહેશે.

દક્ષિણ ગુજરાત કેમ મહત્વનું - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)નવેમ્બર, ડિસેમ્બરમાં યોજાયનારી છે. ગુજરાતમાં રાજકીય પક્ષો તમામ એક્ટિવ બન્યા છે પરંતુ જે રીતે વરસાદે દક્ષિણ ગુજરાતને ધમરોડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીલક્ષીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં કુલ 28 જેટલી બેઠકો છે જેમાંથી 28 માંથી વાંસદા વિધાનસભા, નિઝર વિધાનસભા, વ્યારા વિધાનસભા, અને માંડવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું સામ્રાજ્ય છે જ્યારે 28 માંથી 24 બેઠકો ભાજપની સત્તા છે ત્યારે દક્ષિણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે ત્યારે કોંગ્રેસ પણ વરસાદ તે લઈને થયેલ નુકસાનમાં સર્વે કરશે ઉલ્લેખનીય છે. કે દક્ષિણ ગુજરાત એ ભાજપ પક્ષનો ગઢ માનવામાં આવે છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ વધુમાં વધુ બેઠક પર જીત મેળવી તે રીતનું આયોજન સાથે સર્વે પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ તૂટેલા રોડરસ્તાની થઈ શકશે ઓનલાઈન ફરિયાદ, સરકારે લોન્ચ કરી એપ્લિકેશન

રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે જાહેરાત - રાજ્યના આપત્તિ કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અગાઉ પણ જાહેરાત કરી છે કે રાજ્યમાં વરસાદ ઓછો થશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના 8 એપ્રિલ 2015 અને ગુજરાત સરકારના 27 એપ્રિલ 2015 ના ઠરાવ મુજબ માનવ મૃત્યુમાં સહાયની રકમમાં રૂપિયા 4,00,000 જ્યારે પશુની સહાયમાં પણ આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં દુધાળા પશુ જેવા કે ગાય ભેંસ ઊંટને 30,000 રૂપિયા ઘેટાં અને બકરાને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે બિનદુધાળા પશુમાં બળદ, ઊંટ, ઘોડા જેવા પશુઓમાં 25000 રૂપિયા અને ગાયની વાછરડી, ગધેડો પોની વગેરે બિન દુધાળા પશુઓમાં 16000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે મરઘા જેવા પક્ષી સહાયમાં 50 રૂપિયા પ્રતિ પક્ષી વધુમાં વધુ 5000ની મર્યાદિતમાં આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામા આવશે. મકાન બાબતે સમતલ સપાટ વિસ્તાર માટે 95,100 રૂપિયાની આર્થિક સહાય જ્યારે પર્વતીય વિસ્તાર માટે 1,01,900 રૂપિયાની અપેક્ષાએ આપવામાં આવશે, જ્યારે ઝૂંપડા માટે 4100 રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.