પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો

author img

By

Published : Apr 17, 2022, 3:53 PM IST

પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો
પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો ()

નિકોલના શહીદવીર મંગલપાંડે હોલ ખાતે આજે કર્મચારી અધિકાર સભા (Nikol Employee Rights Meeting)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનું આયોજન કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા ત્રણ મુદ્દાને લઈને કરવામાં આવ્યું હતું. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ પ્રથા બંધ કરવા તેમજ કેન્દ્રના ધોરણે સ્વીકારેલ 7માં પગારપંચના તમામ લાભોને અમલ જૂની અસરથી કરવા હેતુ કરવામાં આવ્યું હતું.

નિકોલ: શહીદવીર મંગલપાંડે હોલ ખાતે આજે કર્મચારી અધિકાર સભાનું આયોજન (Nikol Employee Rights Meeting) કરવામાં આવ્યું હતું. આ સભાનું આયોજન કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા ત્રણ મુદ્દાને લઈને કરવામાં આવ્યું હતું.

પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો

પરમિશન આપવામાં ન આવી: ત્યારે કર્મચારીઓ ભેગા થાય તે પહેલાં પોલીસે હોલના મુખ્ય દરવાજા બંધ કરાવી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સભામાં આવેલા કર્મચારીઓને પણ ડીટેઇન કરવામાં આવ્યા છે. આ સભાને પોલીસ દ્વારા પરમિશન (Employee Rights Meeting Police permission) આપવામાં આવી ન હોવાને કારણે 15 જેટલા લોકોને ડીટેઇન કરવામાં આવ્યા છે.

પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો
પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો

આ પણ વાંચો: PM Boris Johnson Gujarat Visit : UKના PM બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મોદી સાથે કરશે 'ગહન ચર્ચા'

ભેગા થયેલા લોકોની અટકાયત: મંગલ પાંડે હોલ ખાતે પોલીસે પરમિશન રદ્દ કરતા કર્મચારીઓ નિકોલ ખોડીયાર મંદિર (Nikol khodiyar temple) પાસે એકઠા થયા હતા. 200થી વધુ કર્મચારીઓ ભેગા થયા હતા. જે અંગેની માહિતી પોલીસને મળતા પોલીસનો કાફલો ખોડીયાર મંદિરે (Nikol khodiyar temple Police) પહોંચી ભેગા થયેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે કરી શિક્ષકોની અટકાયત
પોલીસે કરી શિક્ષકોની અટકાયત

આ પણ વાંચો: સુરતમાં જે પણ આવે છે તેની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે: ઓમ બિરલા

કર્મચારી યાત્રા સહિતના અન્ય કાર્યક્રમો: આગળના દિવસોમાં પોતાની માગો માટે કર્મચારી યાત્રા સહિતના અન્ય કાર્યક્રમો કરવાની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી એટલે અમે અટકાયત (Police detain teachers) કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.