ETV Bharat / city

ભાજપના જય વીરુ ફરી આવશે ગુજરાતના પ્રવાસે, નવરાત્રિમાં કરી શકે છે પ્રચાર

author img

By

Published : Sep 20, 2022, 10:32 AM IST

ભાજપના જય વીરુ ફરી આવશે ગુજરાતના પ્રવાસે, નવરાત્રિમાં કરી શકે છે પ્રચાર
ભાજપના જય વીરુ ફરી આવશે ગુજરાતના પ્રવાસે, નવરાત્રિમાં કરી શકે છે પ્રચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit shah) ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આગામી નવરાત્રિમાં આ બંને દિગ્ગજ નેતાઓ (Navratri Festival) રાજ્યભરમાં પૂરજોશમાં પ્રચાર કરે તેવી શક્યતા છે.

અમદાવાદ રાજ્યમાં આ વર્ષે વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) યોજાશે. ત્યારે હવે ભાજપે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit shah) ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ નવરાત્રિમાં પૂરજોશથી (Navratri Festival) પ્રચાર કરે તેવી શક્યતા છે.

PM મોદી ગજવશે સભા આ નવરાત્રિથી ગુજરાતમાં ભાજપ પણ ઝંઝાવત પ્રચાર કરતી દેખાશે તેવું લાગી રહ્યું છે. નવરાત્રિ શરૂ (Navratri Festival) થતા ભાજપના કદાવર નેતા PM નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit shah) 27 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રિમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરે છે. આ વર્ષે પણ તેઓ પોતાના પરિવાર સાથે પૂજા અર્ચના કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે.

નવરાત્રિ શરૂ થતા જ પ્રચાર શરૂ નવરાત્રિ શરૂ થતાં (Navratri Festival) ૉજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) શરૂ થવા જઈ રહ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવશે. તે દરમિયાન અનેક વિકાસકામોની ભેટ આપશે. જ્યારે 29 અને 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવશે.

ઓક્ટોબરમાં પણ ગુજરાત પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે. આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે. તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.