ETV Bharat / city

વડાપ્રધાન મોદીએ આપી ગુજરાતને અમુલ્ય ભેટ, દાયકાઓ સુધી રહેશે યાદ

author img

By

Published : Aug 28, 2022, 10:48 PM IST

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે હતા. ત્યારે આજે રવિવારે તેઓએ અનેક પ્રોજેક્ટ્સના લોકાર્પણ કર્યા હતા. વડાપ્રધાને ભુજમાં સ્મૃતિ વન લોકાર્પણ અને મારૂતિ સુઝુકીના ભારતમાં આવ્યાના 40ની ઉજવણીમાં હાજરી આપી હતી. આ ઉપરાંત, વર્ષ ગુજરાતમાં આવનારી ચૂંટણીને લઈને CM સહિત રાજ્યના નેતાઓ સાથે પણ બેઠક કરી હતી. રાજ્યમાં ચાલતી કામગીરી અંગે ચર્ચા કરી હતી. PM Modi Gujarat visits,Commemorating 40 years of Suzuki, PM Modi inaugurated Smritivan

વડાપ્રધાન મોદીએ આપી ગુજરાતને અમુલ્ય ભેટ
વડાપ્રધાન મોદીએ આપી ગુજરાતને અમુલ્ય ભેટ

હૈદરાબાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ( PM Modi Gujarat visits) આજે રવિવારે અનેક કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કમલમ ખાતે રાજ્યના નેતાઓ સાથે પણ બેઠક કરી હતી અને અનેક ચર્ચાઓ પણ કરી હતી. ત્યારે ચાલો જાણીએ કે આજના દિવસ દરમિયાન વડાપ્રધાને ગુજરાતની જનતાને શું ભેટ આપી છે...

કમલમ ખાતે બેઠક : મારૂતિ સુઝુકીના કાર્યક્રમ બાદ વડાપ્રધાન ભાજપા ગુજરાત પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓનું તમામ ગુજરાતના નેતાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓએ CM ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત, તેઓએ રાત્રીનું ભોજન પણ લીધું હતું. કમલમ ખાતે થયેલી બેઠકમાં સી આર પાટીલ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય બાબતો માટે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. ગુજરાતના પ્રાણ પ્રશ્નો પર પણ વડાપ્રધાન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં આવનારી ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ, વડાપ્રધાને પણ ગુજરાતના લોકો અને કેવી રીતે તેઓ જીવે છે તેના વિશે પણ CM અને અધ્યક્ષ દ્વારા વાત મુકવામાં આવી હતી. આ મુલાકાત બાદ સરકારના પ્રવક્તા જીતું વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તમામ માહિતી આપી હતી.

વડાપ્રધાનની કમલમની મુલાકાત
વડાપ્રધાનની કમલમની મુલાકાત

આ પણ વાંચો : મારૂતી સુઝુકી ઈન્ડિયાના 40 વર્ષ પર વડાપ્રધાન મોદી સંબોધન કરશે

મારૂતિ સુઝુકીના ભારતમાં 40 વર્ષ : ભુજના કાર્યક્રમ બાદ વડાપ્રધાને મારૂતિ સુઝુકીના ભારતમાં આવ્યાના 40 વર્ષ (Commemorating 40 years of Suzuki) નિમિતે સમારોહનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા (PM Modi Appearance in Maruti Suzuki Function) મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઈ વ્હીકલની બેટરી માટે મોટો પ્લાન્ટ અને હરિયાણામાં મોટર પ્લાન્ટની પણ આધારશિલા રાખી હતી. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને ભારતના લોકો સાથે સુઝુકીનો પારિવારિંક સંબંધ 40 વર્ષનો સંબંધ થયો છે. આ કાર્યક્રમમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પણ વર્ચૂઅલ જોડાયા હતા.

આ પણ વાંચો : ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત સ્મૃતિવનની વિશેષતાઓ

સ્મૃતિ વનનું લોકર્પણ : વડાપ્રધાન મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે રવિવારે કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય તેમણે 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. સ્મૃતિ વનમાં જતા પહેલા વડાપ્રધાને ભુજમાં ત્રણ કિલોમીટર રોડ શો પણ કર્યો હતો. સ્મૃતિ વન સ્મારક ( PM Modi inaugurated Smritivan) લગભગ 470 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ સ્મારક 2001ના ભૂકંપ પછી 20 હજારથી વધુ લોકોના મોત બાદ આ દુર્ઘટનામાંથી બહાર આવવાની લોકોની ભાવના દર્શાવે છે. જણાવી દઈએ કે, જે જગ્યાએ આ વન બનાવવામાં આવ્યું છે તે જગ્યા ભૂકંપનું કેન્દ્ર હતું. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોના નામ પણ આ સ્મારકમાં લખેલા છે. તે અત્યાધુનિક સ્મૃતિ વન ધરતીકંપ મ્યુઝિયમ પણ ધરાવે છે. આ સંગ્રહાલય 2001ના ભૂકંપ પછી ગુજરાત રાજ્ય, પુનઃનિર્માણ પહેલ અને સફળતાની વાર્તાઓનું પ્રદર્શન કરે છે અને વિવિધ પ્રકારની આપત્તિઓ અને કોઈપણ પ્રકારની આપત્તિ માટે ભાવિ તૈયારીઓ વિશે માહિતી આપે છે. Smritivan earthquake memorial and museum, Smritivan inaugurated by PM Narendra Modi,PM Narendra Modi in Bhuj, Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.