ETV Bharat / city

PM Modi Gujarat Visit 2022: 10 કિમીના રોડ શૉ દરમિયાન PM મોદી જોવા મળ્યા ખુશખુશાલ

author img

By

Published : Mar 11, 2022, 10:47 AM IST

Updated : Mar 11, 2022, 3:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Gujarat Visit 2022) અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 10 કિલોમીટરનો રોડ શૉ (PM Modi Road Show in Ahmedabad) યોજ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને કમલમમાં એક બેઠક યોજી હતી.

PM Modi Gujarat Visit 2022: PM મોદી કમલમથી નીકળ્યા, હવે રાજભવન જશે
PM Modi Gujarat Visit 2022: PM મોદી કમલમથી નીકળ્યા, હવે રાજભવન જશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Gujarat Visit 2022) અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 10 કિલોમીટર લાંબો રોડ શૉ (PM Modi Road Show in Ahmedabad) યોજ્યો હતો. રોડ શૉ પૂર્ણ થયા પછી કમલમ્ પહોંચેલા વડાપ્રધાનનું અહીં પણ વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કમલમમાં વડાપ્રધાનની બેઠક પૂર્ણ થઈ છે. એટલે હવે વડાપ્રધાન કમલમથી રાજભવન જશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit 2022) છે. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર રોડ શૉના રૂટ દરમિયાન વિવિધ નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી રોડ શો પૂર્ણ કરી કમલમ પહોંચી ગયાં છે

પીએમ મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યાં બાદ હવે તેમનો રોડ શૉ પૂર્ણ કરી ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે (PM Modi Meeting at Kamalam) પહોંચી ગયા છે.

યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનું કર્યું સ્વાગત

યુક્રેનથી ભારત સહીસલામત આવેલા વિદ્યાર્થીઓએ પણ અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં વિદ્યાર્થીઓ 'ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહીએ', 'મોદીજીના નેતૃત્વમાં એક ભારત મજબૂત ભારત વિશ્વગુરુ ભારત'ના પોસ્ટર સાથે આવ્યા હતા.

વિવિધ નૃત્યની પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી કમલમ સુધી રોડ શૉ યોજ્યો હતો. આ સમગ્ર રૂટ દરમિયાન રસ્તા પર મયુર ડાન્સ, કૂચીપુડી, ભરતનાટ્યમ્ જેવા નૃત્યની પ્રત્સુતિ કરી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનની સુરક્ષા

વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ ચૂક ન રહી જાય તે માટે તેમની સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5,550 પોલીસ જવાનનો કાફલો ખડેપગે રહેશે.

  • #WATCH | 'Jai Shree Ram, Bharat Mata Ki Jai' being chanted at PM Modi's roadshow in Ahmedabad, post BJP's win in Uttar Pradesh, Uttarakhand, Manipur and Goa. pic.twitter.com/aq2SbqbjnZ

    — ANI (@ANI) March 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કમલમ્ ખાતે વડાપ્રધાનની બેઠક

વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી કમલમ્ સુધીના રોડ શૉ કર્યા પછી (PM Modi Road Show) કમલમ્ ખાતે ગુજરાત રાજ્યના તમામ સાંસદ સભ્યો તમામ ધારાસભ્યો અને ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ભાજપ પ્રદેશ પક્ષના તમામ જિલ્લાના પ્રમુખો સાથે અપેક્ષિત હોદ્દેદારોની હાજરીમાં એક (PM Modi Meeting at Kamalam) ખાસ બેઠક પણ કરી હતી. આ બેઠકમાં જ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) બ્યૂગલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફૂંકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ચૂંટણી પહેલા ગુજરાતનો પ્રથમ પ્રવાસ ગણવામાં (PM Modi Gujarat Visit Program) આવી રહ્યો છે.

આ પણ વાંચો- Assembly Election Result 2022: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું 4 રાજ્યોમાં ભાજપની જીત એ ભારત સરકારની યોજનાઓની જીત

કમલમમાં બેઠક બાદ રાજભવન અને ત્યારબાદ અમદાવાદ GMDC પંચાયતનો કાર્યક્રમ

ગાંધીનગર કમલમ્ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક (PM Modi Meeting at Kamalam) કર્યા બાદ સીધા રાજભવન આવશે અને રાજભવનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરશે ત્યારબાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત મહાપંચાયત સંમેલનમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના તમામ સરપંચો સભ્યો હાજર રહેશે અને લગભગ 1.50 લાખથી વધુ લોકો હાજર રહેશે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Assembly Election Result 2022: જનતાએ ભાજપના ઈરાદા અને નીતિ પર મહોર મારી: PM મોદી

12 માર્ચે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકુલનું લોકાર્પણ

12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના દહેગામ ખાતે આવેલી રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકુલનું લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે રક્ષાશક્તિ યુનિવર્સિટીને 230 એકર જમીન ફાળવી છે. આ જમીન પણ બનાવવામાં આવે સંકુલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ સાથે જ રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કોન્વોકેશનમાં હાજરી પણ આપશે.

યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાનને આવકારવા એરપોર્ટ પહોંચ્યા
યુક્રેનથી ભારત આવેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાનને આવકારવા એરપોર્ટ પહોંચ્યા

સાંજે 6 કલાકે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન

બારમાસીના રોજ સાંજે 6 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. અત્યાર સુધી 41 લાખથી વધુ રમતવીરોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભની (PM Modi to start Khelmahakumbh) શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સત્તા પર હતા. ત્યારથી જ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે 11માં સંસ્કરણોનું ઉદ્ઘાટન વડાપ્રધાનન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

Last Updated : Mar 11, 2022, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.