ETV Bharat / city

14 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ તાલુકા કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ થશે

author img

By

Published : Sep 9, 2020, 10:42 PM IST

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ રજિસ્ટાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવશે. ત્યારે હવે આગામી સોમવારથી રાજ્યમાં આવેલી તમામ તાલુકા કોર્ટમાં ફિઝિકલ સુનાવણી 50 ટકા જ્યુડિશિયલ સ્ટાફ સાથે શરૂ કરવાનો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

અમદાવાદ : 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ ફિઝિકલ સુનાવણી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે આગામી સોમવારથી રાજ્યમાં આવેલી તમામ તાલુકા કોર્ટમાં ફિઝિકલ સુનાવણી 50 ટકા જ્યુડિશિયલ સ્ટાફ સાથે શરૂ કરવાનો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે તમામ કોર્ટમાં કોવિડ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે, જે કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવા અંગે ધ્યાન રાખશે.

ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવમાં આવ્યું છે કે, હાલ દરરોજ એક કોર્ટમાં માત્ર 25 કેસની જ યાદી તૈયાર કરવામાં આવે. સપ્તાહ દરમિયાન 50 ટકા જ્યુડિશિયલ સ્ટાફ અને બીજા સપ્તાહ દરમિયાન અન્ય 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો નિર્દેશ કર્યો છે. માસ્ક પહેર્યા વગર કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ક્યાં પ્રકારના કેસની થશે સુનાવણી

  • જે કેસમાં દલીલો બાકી છે
  • કાચા કામના કેદીના કેસ
  • બે-ત્રણ સાક્ષીઓની ઉલટ તપાસ બાકી હોય તેવા કેસ પણ ચલાવવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે કોર્ટમાં માત્ર બે પક્ષના વકીલોને જ પ્રવેશ આપવામાં આવશે. 65 વર્ષથી વધુ વયના વકીલોને હાજર થવાની જરૂર રહેશે નહીં. તાલુકા કોર્ટમાં સવારે 10.45થી સાંજે 4:00 કલાક સુધી સુનાવણી કરવામાં આવશે. કોર્ટમાં આવનારા તમામ વકીલ અને જ્યૂડીશયલ અધિકારીઓનું થર્મલ ચેકિંગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.