ETV Bharat / city

કેન્ટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ન લઈ જવા હાઇકોર્ટમાં થયેલી પિટિશનને કોર્ટે ફગાવી

author img

By

Published : Jun 18, 2021, 3:09 PM IST

અમદાવાદમાં 150 વર્ષથી પણ જૂના કેન્ટોનમેન્ટના કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ન લઈ જવા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનને શુક્રવારે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. મહત્વનું છે કે, કેન્ટોનમેન્ટ બોર્ડ હજી મંદિર ખસેડવું કે કેમ તે અંગે કોઇ વિચારણા ન કરી હોવાથી મામલો હજી પ્રિમેચ્યોર છે. તેવું કહીને કોર્ટે અરજી ફગાવી હતી.

કેન્ટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ન લઈ જવા હાઇકોર્ટમાં થયેલી પિટિશનને કોર્ટે ફગાવી
કેન્ટોનમેન્ટ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ન લઈ જવા હાઇકોર્ટમાં થયેલી પિટિશનને કોર્ટે ફગાવી

  • કેન્ટોનમેન્ટ મંદિરને ખસેડવાની થયેલી અરજી કોર્ટે ફગાવી
  • કોર્ટે કહ્યું, મેટર હજી પ્રિમેચ્યોર છે
  • કેન્ટોન્મેન્ટ બોર્ડના નિર્ણય બાદ જ તેની સામે નિર્ણય લઈ શકાય

અમદાવાદ : કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં દોઢસો વર્ષથી પણ જૂના કેમ્પ હનુમાન મંદિર ખસેડી રિવરફ્રન્ટ પાસે લઈ જવા ટ્રસ્ટીની યોજના સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે સુનાવણી થતાં કોર્ટે મેટર હજી પ્રિમેચ્યોર છે તેવું કહી અરજી ફગાવી છે. અરજદારના એડવોકેટે અરજી કરવા પાછળનો મુખ્ય હેતુ જણાવતા કહ્યું હતું કે, કેમ્પ હનુમાન મંદિરની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે. તેથી તેને ખસેડી ન શકાય. આ ઉપરાંત મંદિર વર્ષો જૂનું હોવાથી લોકોની ધાર્મિક આસ્થા તેની સાથે જોડાયેલી છે. તેમજ હેરિટેજને પણ નુકસાન થાય છે.

શું કહે છે એડ્વોકેટ સુધીર નાણાવટી?

કેન્ટોનમેન્ટ હનુમાન મંદિરના ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીએ ETV ભારતને જણાવ્યું હતું કે, હાલ માત્ર ટ્રસ્ટીઓએ મંદિર ખસેડવા માટે લેટર લખ્યો છે. તેની સામે કેન્ટોનમેન્ટ બોર્ડે હજી નિર્ણય લીધો નથી. જો કેન્ટોનમેન્ટ બોર્ડ મંજૂરી આપશે તો જ મંદિર ખસેડવામાં આવશે. એકવાર કેન્ટોનમેન્ટ બોર્ડની મંજૂરી મળી જાય ત્યારબાદ ધાર્મિક ક્ષેત્રે સેવા આપતા વ્યક્તિઓ જેવા કે મોરારીબાપુ, રમેશ ઓઝા સાથે વાત કરીને નિર્ણય લેવામાં આવશે કે સ્વયંભૂ મૂર્તિ ને ખસેડવી કે કેમ? અને જો ખસેડવી હોય તો તે માટે કઈ પૂજા વિધિ કરવી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.