ETV Bharat / city

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમડી પડ્યા

author img

By

Published : Apr 18, 2021, 7:24 PM IST

અમદાવાદ મનપાએ કોરોના ટેસ્ટિંગ માટે અનોખી પહેલ કરી છે. 14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા વગર જ ટેસ્ટિંગ કરાવે છે. આ સુવિધાને શહેરીજનો દ્વારા સારો પ્રતિસાદ મળતા સમય મર્યાદામાં વધારવામાં આવી છે.

GMDC ગ્રાઉન્ડ
GMDC ગ્રાઉન્ડ

  • GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની મર્યાદા વધારાઇ
  • રવિવારે RT-PCR ટેસ્ટ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
  • ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટને સારો પ્રતિસાદ મળ્તા AMCએ સમયમાં કર્યો વધારો

અમદાવાદ : રાજયમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના શહેરી વિસ્તારમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોનું વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય અને સારવાર મળી રહી તે માટે AMC દ્વારા ખાનગી લેબ સાથે ટાઇપ કરી GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાને સારો પ્રતિસાદ મળતા ટેસ્ટિંગને વધારે સમય સુધી શરૂ રાખવાનો મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમડી પડ્યા

આ પણ વાંચો - અમદાવાદમાં GMDC ખાતે કાર ચાલકો કોરોના ટેસ્ટ કરાવવા ઉમટ્યા

GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ થ્રુ

RT-PCR ટેસ્ટ મનપા અને ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેને લઇને અમદાવાદ મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ ડ્રાઇવ થ્રુ સુવિધાને સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં પણ આ સુવિધા શરૂ રહેશે, ત્યારે રવિવારે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે આવતા વાહનોની લાંબી લાઇન લાગી હતી.

આ પણ વાંચો - અમદાવાદીઓ હવેથી ગાડીમાંથી ઉતર્યા વિના જ RT-PCR ટેસ્ટ કરાવી શકશે

કઇ રીતે કરવામાં આવે છે ડ્રાઇવ થ્રુમાં ટેસ્ટ?

કોઇ પણ વ્યક્તિ પોતાના વાહનમાં જ રહીને ગ્રાઉન્ડમાંથી જ એપોઇન્ટમેન્ટ બૂક કરી શકે છે. GMDC ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા QR કોડ સ્કેન કરી તમામ વિગતો પોતાની જાતે ભરી દેવામાં આવે છે. માહિતી અપાઇ ગયા બાદ એક ટોકન નંબર જનરેટ થશે. આ બાદ, ક્યાં કાઉન્ટર પર ટેસ્ટિંગ થશે. તેની માહિતી પણ ફોન પર જનરેટ થશે. ત્યારબાદ સીધા જ કાઉન્ટર પર જઈને ટોકન નંબર બતાવી ટેસ્ટિંગ ચાર્જ ચૂકવી ટેસ્ટ કરી આપવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદ મનપાની અનોખી પહેલ, ગાડીમાં બેઠા બેઠા કરાવો RT-PCR ટેસ્ટ

ટેસ્ટ માટે વ્યક્તિ એક રિપોર્ટનો ચાર્જ 800 રૂપિયા

ટેસ્ટ માટે વ્યક્તિ એક રિપોર્ટ દીઠ 800 રૂપિયા ચૂકવવા પડે છે. જો કે, આ સુવિધાથી નાના અને મધ્યમ વર્ગના લોકો પર ભારણ પણ ઉભુ થયું છે, પરંતુ આ સુવિધા શરૂ થતા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ભીડ ઓછી થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.