ETV Bharat / city

ભણતર થયું મોંઘુ , આ વર્ષે ચોપડા ચોપડીઓના ભાવમાં થયો આટલો વધારો

author img

By

Published : Jun 2, 2022, 9:09 PM IST

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મોંઘવારીએ માથું ઉચક્યું છે. જેમાં તમામ ધંધાધારીઓને હાલાકી(Stationary Business were in Loss) ભોગવી પડી છે. આ મોંઘવારીની અસર શિક્ષણ ક્ષેત્રે(Inflation in Education) પણ જોવા મળી છે. શું મોંઘવારીને લીધે ચોપડા અને ચોપડીઓના ભાઓમાં ફેરફાર થયો છે, તો કેટલો થયો છે તે જાણીએ આ ખાસસ અહેવાલમાં

ભણતર થયું મોંઘુ , આ વર્ષે ચોપડા ચોપડીઓના ભાવમાં થયો આટલો વધારો
ભણતર થયું મોંઘુ , આ વર્ષે ચોપડા ચોપડીઓના ભાવમાં થયો આટલો વધારો

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. ચોપડા ચોપડીઓ(Books and Textbooks Becomes Expensive) લેવા માટે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. તે દરમિયાન આ વર્ષે બુક અને સ્ટેશનરીના ધંધામાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઘરાકી દેખાઈ રહી છે. જ્યારે બુક અને સ્ટેશનરીના ધંધામાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ(Stationary Business were in Loss) હતો. કારણ કે છેલ્લા વર્ષે સરકારે માસ પ્રમોશન(Government Approve Mass promotion ) આપ્યું હોવાથી ધંધો મંદીની સ્થિતિમાં હતો. આ દરમિયાન શિક્ષણમાં પણ મોંઘવારી જોવા મળી છે.

છેલ્લા વર્ષે સરકારે માસ પ્રમોશન આપ્યું હોવાથી ધંધો મંદીની સ્થિતિમાં હતો.છેલ્લા વર્ષે સરકારે માસ પ્રમોશન આપ્યું હોવાથી ધંધો મંદીની સ્થિતિમાં હતો.

આ પણ વાંચો: સિદ્ધુએ હાથી પર કર્યુ પ્રદર્શન: મોંઘવારી સામે કોંગ્રેસીઓનો વિરોધ

આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ચોપડા અને ચોપડીઓમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે વાલીઓના માથે વધારે બોજો(Excessive Education burden on parents) ઝીંકાયો છે. ત્યારે વેપારી અતુલ શાહ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા ચોપડા અને ચોપડીઓમાં વધારો જોવા મળ્યો છે તેમજ છેલ્લા 10 વર્ષથી બજારમાં ચોપડીઓની અછત જોવા મળી હતી. એ જોવા નથી મળી રહી ત્યારે આ વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પૂરતા પ્રમાણમાં ચોપડીઓ આપવામાં આવી છે.

આ વર્ષે બુક અને સ્ટેશનર્સના ધંધામાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે ઘરાકી દેખાઈ રહી છે.
આ વર્ષે બુક અને સ્ટેશનર્સના ધંધામાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે ઘરાકી દેખાઈ રહી છે.

જ્યારે આ વર્ષે ઘરાકી પણ બજારમાં દેખાઈ રહી છે. પરંતુ આ વર્ષે બુક અને સ્ટેશનર્સના ધંધામાં 30 થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે સ્કૂલો દ્વારા ઓનલાઈન(Schools offer books online ) પણ બુક ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે એની થોડી ઘણી અસર ધંધામાં દેખાઈ રહી છે. કોરોના કાળમાં અમને ઘણી ખોટ ગઈ છે તેમજ જે નાના વેપારીઓ હતા.

આ પણ વાંચો: Inflation Will Rise From June : બદલાઈ રહ્યા છે આ 5 નિયમો, જેની તમને થઇ શકે છે અસર

લોકોએ તો આ ધંધો જ બંધ કરી દીધો હતો. ત્યારે બુક અને સ્ટેશનરીના ધંધામાં બે વર્ષ બાદ ઘરાકી જોવા મળી રહી છે. ત્યારે બેથી ત્રણ વર્ષ બાદ આ ધંધો પાટા પર આવી રહ્યો છે. ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે શિક્ષણ 30 ટકા મોંઘુ થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.