ETV Bharat / city

Organ Donation : અન્ય દેશના બ્રેઇન ડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના

author img

By

Published : Jun 14, 2022, 7:06 PM IST

ગુજરાત સરકારે આદરેલા અંગદાનના (Organ Donation) સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની સરવાણી છેક 1301 કિ.મી. દૂર નેપાળ સુધી પ્રસરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષના નેપાળી યુવકના (Organ donation of brain dead Laxmanbhai Mangeta of Nepal in Ahmedabad Civil Hospital) અંગોનું દાન મળ્યું છે.

Organ Donation : અન્ય દેશના બ્રેઇન ડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના
Organ Donation : અન્ય દેશના બ્રેઇન ડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના

અમદાવાદ-અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) થઇ રહેલા અંગદાનના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની ખ્યાતિ 1301 કિ.મી. દૂર નેપાળ સુધી પહોંચી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ 25 વર્ષના નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના ( Organ donation of brain dead Laxmanbhai Mangeta of Nepal in Ahmedabad Civil Hospital ) પરિજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાં અને સંભવત: દેશમાં પ્રથમ ઘટના(The first case of brain dead patient from another country being donated in Gujarat) છે. અંગદાન બાદ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ (Organ donation activities in Gujarat) સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ (Angdaan Seva Trust) દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

નેપાળી યુવકનું અંગદાન કઇ રીતે મળ્યું -મૂળ નેપાળના અને અમદાવાદમાં 8 વર્ષથી સ્થાયી થયેલ મંગેતા પરિવારના 25 વર્ષીય યુવક લક્ષ્મણભાઇને 10 જૂનના રોજ માર્ગ અકસ્માત થયો હતો. માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર પ્રકારન ઇજા થતા સિવિલ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યાં હતાં. ટ્રોમા સેન્ટરના તબીબોએ જરૂરી તમામ રીપોર્ટસ કરાવ્યા બાદ સ્થિતિ ગંભીર જણાઇ આવતા આઇ.સી.યુ.માં દાખલ કર્યા. રીપોર્ટમાં હેમ્રેજ થયું હોવાનું નિદાન થયું હતુ. તબીબોએ લક્ષ્મણભાઇની સધન સારવાર હાથ ધરીને સ્થિતિમાં સુધાર લાવવામાં તમામ પ્રયાસો હાથ ધર્યા. પરંતુ વિધાતાના તરફથી કદાચ લક્ષ્મણભાઇનો સંદેશો આવી ગયો હતો. માટે ચાર દિવસની અથાગ મહેનત બાદ પણ 14 જૂને લક્ષ્મણભાઇને તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યાં.

આ પણ વાંચોઃ Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

પરિવારે કર્યો નિર્ણય- લક્ષ્મણભાઇના બ્રેઇન ડેડ થયાના સમાચાર સાંભળીને પરિવારજનો ગમગીન બન્યાં. પરંતુ આ ક્ષણે પરોપરકારનો ભાવ કેળવીને પોતાના અનમોલ રત્નને અમરત્વ પ્રદાન કરવા અંગદાનનો ( Organ donation of brain dead Laxmanbhai Mangeta of Nepal in Ahmedabad Civil Hospital ) નિર્ણય કર્યો. જેને કારણે બ્રેઇન ડેડ લક્ષ્મણભાઇના અંગદાનમાં હ્દય, બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળી જવા પામ્યું છે. અંગદાનમાં મળેલા હૃદયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જ્યારે લીવર અને સ્વાદુપિંડને મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા છે. કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં મોકલાવી છે.

નેપાળી યુવક લક્ષ્મણભાઈ મંગેતા
નેપાળી યુવક લક્ષ્મણભાઈ મંગેતા

આ પણ વાંચોઃ 200 organ donation : આ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં મળ્યો સહકાર, 210 અંગોની રીટ્રાઇવલ સર્જરી સફળ

સિવિલના તંત્રે કરી આપી આ વ્યવસ્થા -અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે મૂળ નેપાળમાં અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મંગેતા પરિવારના લક્ષ્મણભાઇના પાર્થિવદેહને સ્વમાનભેર નેપાળ (The first case of brain dead patient from another country being donated in Gujarat)પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથેસિવિલ હોસ્પિટલના ખર્ચે તેમના પરિવારજનો માટે અન્ય મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. 8 વર્ષથી ગુજરાતમાં રહેતા નેપાળી પરિવારે ગુજરાતની માટીનું ઋણ અદા કરીને બ્રેઇન ડેડ દીકરાના અંગદાનનો નિર્ણય કરી 5 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. ગુજરાત સરકારે આદરેલા અંગદાન અને અંગોના પ્રત્યારોપણના સેવાયજ્ઞની મ્હેક આજે ખરા અર્થમાં ( Organ donation of brain dead Laxmanbhai Mangeta of Nepal in Ahmedabad Civil Hospital ) જગવ્યાપી બની છે.

અંગદાનની જાગૃતતા વધી રહી છે
અંગદાનની જાગૃતતા વધી રહી છે

આ સાથે કુલ 70 અંગદાન- સિવિલ હોસ્પિટલમાં કુલ 70 અંગદાન થયા છે. જેમાં 221 અંગો મળ્યા જેના થકી 198 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલમાં થયેલ 68 અને 69માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આજે રાજ્ય આરોગ્ય વિભાગ આરોગ્ય સેવાઓની ગુજરાતં રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.