ETV Bharat / city

હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે આપ્યો જવાબ, જુઓ શું છે મામલો?

author img

By

Published : Jul 9, 2022, 8:44 AM IST

Updated : Jul 9, 2022, 12:14 PM IST

હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે આપ્યો જવાબ, જુઓ શું છે મામલો?
હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે આપ્યો જવાબ, જુઓ શું છે મામલો?

નુપુર શર્માના વિવાદ બાદ મલેશિયા અને ઇન્ડોનેશીયાના હેકર્સ દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકર્સને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાયબર વોરની ઘોષણા (Cyber ​​War by Hackers) કરી હતી. જેને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આવા આક્રમક વલણથી બિલકુલ વિરુદ્ધ ટેકનિકલ ટીમ અને ઇન્ટર્ન્સ દ્વારા ઇન્ડોનેશિયન અને મલેશીયન વેબસાઇટની ટેકનિકલ ખામીઓ એથિકલ હેકિંગ દ્વારા શોધી તેઓની સરકારને જાણ કરી.

અમદાવાદ : નુપુર શર્માના વિવાદ (Nupur Sharma controversy) બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકર્સ દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકર્સને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાઇબર વોરની ઘોષણા (Cyber ​​War by Hackers) કરી હતી. જેના લીધે ઘણી બધી ભારતીય વેબસાઇટ્સ અને નેટવર્કને હેક (Indian Websites Network Hack) કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમે આવી ઇન્ડોનેશિયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ એથીકલ હેકિંગ દ્વારા શોધી કાઢી હતી.

હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે આપ્યો જવાબ

ભારત વિરુદ્ધ ઉશ્કેરી - અમદાવાદ સાઇબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યુ હતુ કે, નુપુર શર્માના પ્રકરણ બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકર્સ (Hackers from Malaysia and Indonesia) દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાઇબર વોરની ઘોષણા કરી હતી. જેના લીધે ઘણી બધી ભારતીય વેબસાઇટ્સ અને નેટવર્કને હેક કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમે ઇન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઇન્ડોનેશિયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથીકલ હેકિંગ દ્વારા શોધી કાઢી હતી.

આ પણ વાંચો : Umesh Kolhe Murder Case : નુપુર શર્માને સમર્થન કરનારાઓને આવી રહ્યા છે ધમકીભર્યા કોલ

વેબસાઇટ સુરક્ષિત કરવા સૂચના - કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવેલી છે. પથ્થરનો જવાબ ફુલથી આપેલા છે. તો બીજી તરફ ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઇટને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સુચનો NCIIPTને રિપોર્ટ કર્યો હતો. હેકર દ્વારા વેબસાઇટ નષ્ટ કરવા અથવા ડેટા ચોરી કરવા માટે થઇ શકે છે. આ બગ્સ દેશોની સરકારોની પરવાનગી લીધા બાદ મળી આવ્યા છે. તેમને પ્રૂફ સાથે જાણ કરવામાં આવી છે, કેટલીક ભુલો જટિલ હતી.

આ પણ વાંચો : નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખવા બદલ અમરાવતીમાં દુકાન માલિકની હત્યા!

ઈન્ટરપોલ સાથે સાઇબર ક્રાઇમે - બગ્સવાળી વેબસાઇટ સરકારના ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો, શૈક્ષણિક સંસ્થા, ઉદ્યોગ વગેરેને આવરી લે છે. જોકે હેકર ગ્રુપ દ્વારા સાઇબર યુદ્ધ માટે મલેશિયન નેશનલ સાઇબર કોઓર્ડિનેશન એન્ડ કમાન્ડ સેન્ટર દ્વારા યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. અમારી ટીમ ડ્રેગન ફોર્સ મલેશિયાના હેકર્સ અને ગરુડા ઇન્ડોનેશિયાના એક્ટિવિસ્ટ બંનેની ઓળખ શોધવા માટે તેની તકનીકી ક્ષમતાઓનો પણ ઉપયોગ કરી રહી છે. IP એડ્રેસ જેવી વિગતો તેમની સામે વધુ કાનૂની કાર્યવાહી કરવા માટે ઈન્ટરપોલ સાથે સાઇબર (Ahmedabad cyber crime) ક્રાઇમે શેર કરી હતી.

Last Updated :Jul 9, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.