ETV Bharat / city

Patil's message to Congress MLA: કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'

author img

By

Published : Jan 20, 2022, 3:42 PM IST

Updated : Jan 20, 2022, 4:04 PM IST

પ્રદેશ ભાજપ દ્વારા મંડળ સ્તર બેઠકોનું આયોજન થયું(Mandal level meetings organized by Pradesh BJP) હતું, જેમાં મંડળ સ્તરના કાર્યકરોથી લઈને પ્રદેશના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ચૂંટણી(Election of MLA in Gujarat) પહેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા અને 'નમો એપ,(Namo App) ડાઉનલોડ કરવા સાથે જ તેના માધ્યમથી ડોનેશન માટે લોકોને પ્રેરવા સૂચના આપવામાં આવી.

કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'
કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'

અમદાવાદ : રાજ્યભરમાં આજે બીજેપી દ્વારા મંડળ સ્તર બેઠકનું આયોજન કરવામાં આવ્યું(Mandal level meetings organized by Pradesh BJP) હતું. બેઠકનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો, બેઠકમાં પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ કોઈપણ ઘડીએ ચૂંટણી(Election of MLA in Gujarat) માટે તૈયાર હોય છે. હજી ચૂંટણીને વાર છે તેમ છતાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે અને તેમની તકલીફો અને સૂચનો જાણવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'

નમો એપના 05 લાખથી વધારે વપરાશકર્તા

બેઠકમાં કાર્યકર્તાઓને નમો એપ ડાઉનલોડ કરવાં માટે સૂચના આપવામાં આવી છે. એક અંદાજ મુજબ 05 લાખથી વધારે યુઝરે આ એપ ડાઉનલોડ કરી છે, તે સિવાય આગામી સમયમાં 8 લાખથી વધારે બુથ સ્તરના કાર્યકર્તાઓ અને 5 લાખથી વધારે પેઇઝ સમિતિના સભ્યો એપ ડાઉનલોડ કરી છે. આગામી 25 તારીખે વડાપ્રધાન સંબોધન કરશે ત્યારે જોડાવા માટે એપ થકી સૂચના આપવામાં આવી છે, આ સિવાય આજની બેઠકમાં પાર્ટીની કામગીરી અને સરકારી યોજનાની માહિતી લોકોના ઘરે ઘરે પહોંચાડવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'
કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'

કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં સ્થાન નહિ : પાટીલ

બેઠકમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ચૂંટણીની મોસમ આવતા જ પક્ષ પલટાની સિઝન શરૂ થઈ જાય છે. હવે કોંગ્રેસના કોઇ પણ પક્ષપલટુ ધારાસભ્યોને ભાજપમાં સ્થાન આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : પંજાબ પોલીસ આંદોલનકારીઓ સાથે મળેલી હતી : પાટીલ

આ પણ વાંચો : BJP Micro Donation Campaign : સીઆર પાટીલે કરી માઈક્રો ડોનેશન અભિયાનની શરૂઆત, 1000 રુપીયાનું કર્યું દાન

Last Updated : Jan 20, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.