ETV Bharat / city

કોરોનાનો કહેર વધતા મહત્વનો નિર્ણય: અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 સુધી સંપૂર્ણ કરફ્યૂ

author img

By

Published : Nov 19, 2020, 6:38 PM IST

Updated : Nov 19, 2020, 10:31 PM IST

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતો હોવાના કારણે કોર્પોરેશન દ્વારા રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ શુક્રવારે રાત્રીના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં સંપૂર્ણ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી શહેરમાં કરફ્યૂ લાગુ કરાશે.

શુક્રવારથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવશેઃ અધિક મુખ્ય સચિવ
શુક્રવારથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવશેઃ અધિક મુખ્ય સચિવ

  • અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લગાવાશે
  • શુક્રવારે રાત્રીના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ સંપૂર્ણ બંદ
  • શહેરમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં ગત ઘણા દિવસથી કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરાયો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભીડ એકઠી થતી હોય તેવી જગ્યાએ પણ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

શુક્રવારથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવશેઃ અધિક મુખ્ય સચિવ

કોરોનાના કેસ વધતા તંત્રએ લીધો નિણર્ય

મહત્વનું છે કે જે રીતે વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અધિક મુખ્ય સચિવ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં અમદાવાદમાં રાત્રી કરફ્યૂ પણ જાહેર કરાયો છે. જે રીતે કોરોના કેસમાં વધારો થયો છે, તેને ધ્યાનમાં રાખીને આજે કશું કરવામાં આવે છે તે ખૂબ જ મહત્વનું રહે છે, કારણ કે અમદાવાદમાં જે રીતે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને કાબૂમાં લેવા માટે હાલ તંત્ર દ્વારા આજે આ નિર્ણય લેવાયો છે.

સિવિલમાં કેટલા દર્દીઓ ઓક્સિજન પર?

અમદાવાદ સિવિલમાં લોકડાઉન વખતે આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 725 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે, તેમાંથી 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, જે આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ રેકોર્ડ બ્રેક કરે તેવું પણ બની શકે છે.

કોરોનાનો કહેર વધતા મહત્વનો નિર્ણય
કોરોનાનો કહેર વધતા મહત્વનો નિર્ણય

સિવિલમાં કેટલા દર્દી દાખલ?

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડૉ. જે.વી.મોદીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વાર વધ્યું છે.તહેવારમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં દિવાળીના દિવસથી લઈને આજ સુધી નવા 500 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે.સિવિલમાં નવા દાખલ દર્દીઓ પૈકી 179 દર્દીની હાલત ગંભીર છે.

અમદાવાદમાં છેલ્લા 5 દિવસના કોરોના કેસ પર એક નજર

તારીખનવા કેસ ડિસ્ચાર્જ
14 નવેમ્બર198174
15 નવેમ્બર202199
16 નવેમ્બર210201
17 નવેમ્બર218203
18 નવેમ્બર207 205

સિવિલમાં કેટલા દર્દી ગંભીર હાલતમાં ?

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડૉ.જે.વી.મોદીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વાર વધ્યું છે. તહેવારમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં દિવાળીના દિવસથી લઈને આજ સુધી નવા 500 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. સિવિલમાં નવા દાખલ દર્દીઓ પૈકી 179 દર્દીની હાલત ગંભીર છે.

શા માટે કેસ વધ્યા?

અગાઉ કેસ નિયંત્રમાં આવી રહ્યા હતા ત્યારે તહેવાર આવતા કેસમાં વધારો થયો છે કારણ કે, દિવાળીના તહેવારને લઈને લોકો ખરીદી કરવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા ઉપરાંત ખાણીપીનક બજારો, શોપિંગ મોલ સહિત તમામ જગ્યાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી જેના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

અમદાવાદમાં વધતી જતી કોરોનાની સ્થિતિ અંગે આ પણ વાંચો

અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે લગભગ તમામ બજારો અને માર્ગો પર લોકોની ભીડ જોવા મળી હતી, ત્યારે છૂપો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, આ કોરોનાને ખૂલ્લું આમંત્રણ છે. આ ભય સાચો પડી ગયો છે. દીવાળી અને બેસતાં વર્ષના દિવસમાં જ શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યાં છે. ગત 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શહેરની સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

તહેવારોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી ગયેલું જોવા મળ્યું છે. ધનતેરસ અને દિવાળીમાં પણ કોરોનાના કેસ નોંધાયાં હતાં. ત્યારે નવા વર્ષની રાતે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો વધુ એક વૉર્ડ ખોલવો પડ્યો હતો. કારણકે નવા 88 કોરોના દર્દીઓ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Last Updated : Nov 19, 2020, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.