Nari Vandan Utsav : ખુદને પગમાં ખોટ હોવા છતાં 3 સંતાનને ભારે સંઘર્ષથી પગભર કર્યા

author img

By

Published : Aug 3, 2022, 9:31 PM IST

Nari Vandan Utsav : ખુદને પગમાં ખોટ હોવા છતાં 3 સંતાનને ભારે સંઘર્ષથી પગભર કર્યા

સરકારના આત્મનિર્ભર ભારત અને નારી સશક્તિકરણના (Women Empowerment in Gujarat) પ્રયાસોની તપાસમાં ક્યારેક એવા દ્રષ્ટાંતો સામે આવે છે કે ઊંડા સંઘર્ષ, મહેનત અને હિંમતની પ્રેરણાત્મક કથા ઊભી થઇ જતી હોય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ (Department of Women and Child Development ) દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવને (Nari Vandan Utsav ) શોભે તેવી આ વાત છે કંચનબેનની, જેઓ આંગણવાડી કાર્યકર (Anganwadi worker Kanchanben) છે. પોતાને પગમાં ખોટ છે પણ સંઘર્ષ એવો કર્યો કે પરિવાર બેઠો થઇ ગયો છે.

અમદાવાદઃ ગુજરાત સરકાર આજે નારી વંદન ઉત્સવ (Nari Vandan Utsav ) ઉજવી રહી છે ત્યારે કંચનબેન જેવા મહિલાઓ સમાજમાં નારી સશક્તિકરણની મશાલ બનીને ઝળહળી રહ્યા છે. આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા કંચનબેનને (Anganwadi worker Kanchanben) પગમાં ખોટ હોવા છતાં 2 દીકરી અને 1 દીકરાને પગભર કર્યા છે. 1993થી આંગણવાડીમાં સેવા આપતા કંચનબેન કહી શકાય કે નારીશક્તિની ઝળહળતી મિશાલ (Women Empowerment in Gujarat)સમાન છે.

ક્યારેક એવા દ્રષ્ટાંતો સામે આવે છે કે ઊંડા સંઘર્ષ, મહેનત અને હિંમતની પ્રેરણાત્મક કથા ઊભી થઇ જતી હોય છે
ક્યારેક એવા દ્રષ્ટાંતો સામે આવે છે કે ઊંડા સંઘર્ષ, મહેનત અને હિંમતની પ્રેરણાત્મક કથા ઊભી થઇ જતી હોય છે

સાણંદના પાવા ગામમાં આંગણવાડી કાર્યકર -"છેલ્લા 29 વર્ષથી જાણે આંગણવાડીના બાળકો મારો પરિવાર બની ગયા છે". આ શબ્દો છે સાણંદના પાવા ગામે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય કંચનબેનને. 1993થી આજદિન સુધી ઘર અને આંગણવાડી બન્નેની ફરજો સુપેરે સાંભળતા કંચનબેન (Anganwadi worker Kanchanben) મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના પતિ વર્ષોથી દરજીકામ કરે છે. સંતાનોમાં 2 દીકરીઓ અને એક દીકરો છે. આંગણવાડીના બાળકોની સારસંભાળ રાખવાની સાથે પોતાના સંતાનોનો શ્રેષ્ઠ (Women Empowerment in Gujarat)ઉછેર પણ તેઓ ચૂક્યાં નથી.

આ પણ વાંચોઃ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, સુરતની આ પેરા ખેલાડીએ કહેવતને કરી સાબિત

કંચનબેનનો બાળપ્રેમ ઉદાહરણરુપ- કંચનબેનને જેટલી પોતાના સંતાનો પ્રત્યે મમતા એટલી જ આંગણવાડીમાં આવતા બાળકો પ્રત્યે પણ છે.. તેથી બાળકોને આંગણવાડીમાં મુકવા આવતી માતાઓ પણ નિશ્ચિન્ત થઈ જાય છે. બાળકોને રમાડવા- જમાડવા, સરળભાષામાં જ પાયાનું શિક્ષણ આપવું એટલું જ નહીં સરકાર તરફથી આયોજિત થતા વિવિધ પ્રોજેકટમાં (Women Empowerment in Gujarat)પણ તેઓ ઉત્સાહભેર જોડાય છે. વાલીઓ, બાળકો, સગર્ભા બહેનો, સખીમંડળની મહિલાઓ વગેરેને મળતા લાભોના વિતરણ માટે કંચનબેન (Anganwadi worker Kanchanben) સતત તેમની સાથે સંપર્ક બનાવી રાખે છે.

આ પણ વાંચોઃ Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

કંચનબેનની કેફિયત - પોતાની દિવ્યંગતા વિશે જણાવતા કંચનબેન કહે છે કે, "હું 2.5 વર્ષની હતી ત્યારે મને ભયાનક તાવ આવ્યો હતો, સારવારમાં કોઈ ખામી રહી જવાને કારણે એક પગનો વિકાસ અટકી ગયો. બસ ત્યારથી જ આ કાખઘોડી મારો સહારો છે." પરંતુ કંચનબેને તેમની આ શારીરિક ખોટની અસર તેમના કામ પર ક્યારેય નથી થવા દીધી. અનેક સંઘર્ષ ઉઠાવીને આજે પણ ઘરના કામોમાં મદદ કરવી, રોજ વાહનમાં મુસાફરી કરીને આંગણવાડી જવું, આંગણવાડીના દરેક કામોમાં (Women Empowerment in Gujarat) હોંશે હોંશે જોડાવવું આ તેમનો દૈનિક ક્રમ બની ગયો છે. વારસાઈ મિલકતના નામે માત્ર 1 વિઘો જમીન છે. પણ કંચનબેન (Anganwadi worker Kanchanben) સરકાર તરફથી દર મહિને બેંકમાં જમા થતા મહેનતાણાથી સંતુષ્ટ છે. તેમના જણાવ્યા પ્રમાણે લોકડાઉનના સમયમાં આ મહેનતાણા પર જ તેમનો જીવન નિર્વાહ (Department of Women and Child Development ) થયો છે. તે બદલ તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માનતાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.